શું તમે બ્લડ પ્રેશર તેમજ કોલેસ્ટ્રોલથી પીડાવ છો? તો જાણો ગાજરના પ્રયોગ વિષે

32

આજે અમે તમને હૃદયના કેટલાક ખાસ રોગ જેમ કે વધેલા ધબકારા ને સામાન્ય કરવા, કોલેસ્ટ્રોલને ઘટાડવા, હૃદયને શક્તિ પ્રદાન કરવા, બ્લડ પ્રેશરને નોર્મલ કરવા બાબતે કેટલાક સરળ તેમજ અસરકારક નુસખા બતાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ ગાજરના આ નુસખાઓ વિષે.ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટિ ઓક્સીડેન્ટ હોય છે જેમ કે બીટા કેરોટિન, લાયકેપીન,લ્યુટીન, જિયાજેનથીન, આ ઉપરાંત વિટામિન સી પણ તેમાં પૂષ્કળ પ્રમાણમાં હોય છે. આ એન્ટી ઓક્સીડેન્ટ આ પ્રમાણે કામ કરે છે.

  1. આ એન્ટિ ઓક્સીડેન્ટ આપણા હૃદય અને શરીરના અન્ય અંગોને ફ્રી રેડિકલ્સ અસરથી બચાવી ઓક્સીડેટિવ સ્ટ્રેસ અને સોજાને ઓછા કરે છે. જેનાથી આપણી રક્ત વાહિનીઓમાં લોહીનો સંચાર સામાન્ય બને છે.
  2. કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે.
  3. બાઈલ કે જે આપણા લિવરમાં બને છે તેનું ઉત્પાદન વધારે છે, જેનાથી આપણા આંતરડા ચરબીનું સરળતાથી પાચન કરી શકે છે. જેનાથી શરીરમાંની ચરબીનું પ્રમાણ વધતું નથી.

ચાલો જાણીએ હૃદય માટેના ગાજરના ખાસ ઉપયોગ વિષે

  1. 5 ગાજર લો, તેમને કોલસાની ભઠ્ઠીમાં શેકો, શેકાયા બાદ તેને થોડા ઠંડા પડવા દો અને ત્યાર બાદ તેને છીણી લો. હવે આ ગાજરમાં કેવડા કે ગુલાબનો અર્ક મેળવી તેમાં સાકર ભેળવી ખાઓ. જો તમે આ રીતે પકવી ન શકો તો ગાજરની છાલ ઉતારી આખી રાત બહાર ઝાકળમાં મુકી રાખો. સવારે આ ગાજરને છીણી કેવડા તેમજ ગુલાબનો અર્ક તેમજ સાકર મેળવી તેનું સેવન કરો. તેનાથી હૃદયના ધબકારા સામાન્ય થશે.
  2. ગાજરને છીણી લો, હવે તેને દૂધમાં ઉકાળો, જ્યારે ગાજર ગળી જાય ત્યારે તેમાં ખાંડ મેળવી ખાવાથી હૃદયને શક્તિ મળે છે. તેને આપણે ગાજરની ખીર પણ કહીએ છીએ.
  3. ગાજરને છીણી દૂધમાં ઉકાળી ખીરની જેમ ખાવાથી હૃદયને તાકાત મળે છે અને લોહીની ખોટ દૂર થાય છે.
  4. ગાજરને સાફ કરી નાનાનાના ટૂકડા કરી મધ ભેળવેલા પાણીમાં ઉકાળવા, જ્યારે ગાજર થોડા અંશે નરમ થાય તો તેને કાઢી કપડા પર ફેલાવી થોડી વાર સૂકવવા, પછી માત્ર મધમાં ઉકાળી એકતારી ચાસણી બનાવવી અને તેને વાસણમાં મુકો, તેના એક કિલ્લોના મુરબ્બામાં 1થી 2 ગ્રામ તજ, સૂંઠ, ઇલાઈચી, કેસર, કસ્તુરી, તેમજ જાયફળ નાખી દો. 40 દિવસ બાદ આ મુરબ્બાનું રોજ 20-40 ગ્રામ સુધીની માત્રામાં સેવન કરવું. આ મુરબ્બો હૃદયની નબળાઈ તેમજ ઉન્માદ માટે શ્રેષ્ઠ છે. આ મુરબ્બો ખુબ જ કામોત્તેજક છે અને જલોદર એટલે કે પેટમાં પાણી ભરાઈ જવાની સમસ્યામાં પણ લાભદાયક છે.

લેખન સંકલન : દીપેન પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment