સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને બનાવો આ ફટાફટ બનતી સબ્જી આજે જ નોંધી લો બનાવવા કામ લાગશે

60

“મકાઇની ગ્રેવી વાળી સબ્જી”

મકાઇ નામ સંભાળતા જ મોઢામાં પાણી આવી જાય ને. મકાઇ ના ડોડા કોઈ સેકી ને ખાઈ તો કોઈ બાફી ને. બાળકો ને પણ મકાઇ ખુબ જ ભાવતી હોય છે. તેને ચીઝ અને બીજા મસાલાઓ જોડે મિક્ષ કરી ને ખાતા હોઈએ છીએ.

જયારે મેહમાનો આવી જાય અને ઉનાળા ની સીઝન માં કોઈ સારા શાકભાજી ઘર માં ના હોય તો જલ્દી થી આપણે આ પંજાબી જેવું જ મકાઈ નું ગ્રેવી વાળું શાક ઘરે બનાવી મેહમાનો ને ખુશ કરી શકીએ છીએ.

સામગ્રી

૧ નંગ મકાઈ, ૨ નંગ ડુંગળી, ૨ નંગ ટામેટા, ૨ ચમચી ચણા નો લોટ, ૧ નંગ લીલું મરચુ. ૧/૨ વાડકો દહીં, ૧ ચમચી કોથમરી, ૪-૫ મીઠા લીમડાના પાન, ૨ ચમચી આદુ, મરચા અને લસણ ની પેસ્ટ, મસાલાઓ, ૧ ચમચી નમક, ૧ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી હળદળ, ૧ ચમચી ધાણાજીરું, ૧ ચમચી જીરું, ૧ નંગ તમાલપત્ર, ૨-૩ ચમચી તેલ.

રીત

સૌપ્રથમ આપણે લઈશું જરૂરી સામગ્રીઓ. જેમાં આપણે લઈશું મીઠી મકાઈ, ત્યાર બાદ દહીં લઇ તેનું ઘોરવું બનાવી લઈશું, ત્યાર બાદ લઈશું ચણા નો લોટ, ત્યાર બાદ આપણે ડુંગળી, ટામેટા અને મરચું ને જીણા સમારી લઈશું. ત્યાર બાદ લઈશું જીણી સમારેલી કોથમરી અને લીંબડો.હવે આપણે સૌપ્રથમ મકાઇ ના ૨ થી ૩ ટુકડા કરી એક કુકર માં જરૂર મુજબ પાણી લઇ બાફવા મૂકી દઈશું. મકાઇ ને બાફવા સમયે જ નમક ઉમેરી દેવું જેથી તે જલ્દી થી બની જશે અને મકાઇ માં અંદર નમક ઉતરી જશે.હવે એક પેન માં તેલ ગરમ મુકીશું. ત્યાર બાદ તેમાં જીરું અને તમાલપત્ર ઉમેરી તેને તતડી જવા દેવું. ત્યાર બાદ તેમાં મરચા ના ટુકડા, લીમડો ઉમેરવો. ત્યાર બાદ તેમાં બનાવેલી આદુ, મરચા અને લસણ ની પેસ્ટ ઉમેરી બધું જ મિક્ષ કરી લેવું અને બધું જ પ્રોપર ચડવા દેવું.ત્યાર બાદ તેમાં ઉમેરીશું સમારેલી ડુંગળી. ડુંગળી થઇ જાય અને બ્રાઉન કલર જેવી થઇ જાય ત્યાર બાદ તેમાં ઉમેરીશું ટામેટા. બને ને સરખી રીતે મિક્ષ કરી સાંતળી લેવું.ત્યાર બાદ તેમાં ઉમેરીશું ચણા નો લોટ.લોટ બરાબર શેકાઈ જાય ત્યાં સુધી તેને ધીમી આંચ ઉપર પાકવા દેવું. અને બધું મિક્ષ કરી લેવું.હવે તેમાં ઉમેરીશું મસાલાઓ. તેમાં ઉમેરીશું નમક, મરચું પાઉડર, હળદળ, ધાણાજીરું અને ગરમ મસાલો. બધું જ ઉમેરી પ્રોપર મિક્ષ કરી લઈશું.ત્યાર બાદ તેમાં દહીં નું ઘોરવું ઉમેરીશું. દહીં ખાટું મીઠું ઉમેરવું જેથી ખુબ જ સરસ સબ્જી બનશે.હવે ગ્રેવી તૈયાર છે તેને થોડી ઢીલી કરવા માટે તેમાં ઉમેરીશું થોડું પાણી. પાણી ઉમેરી શાક ને ધીમી આંચ ઉપર પાકવા દેવું.ત્યાર બાદ તેમાં બાફેલી મીઠી મકાઈ ઉમેરીશું. અને તેને મિક્ષ કરી શાક ને એકદમ ઉકળી જવા દેવું. જેથી મકાઇ શાક માં પ્રોપર મિક્ષ થઇ જશે.હવે શાક ને એક સેર્વિંગ બાઉલ માં કાઢી તેમાં મલાઈ અને કોથમરી વડે ગર્નીશ કરી સેર્વ કરો. તૈયાર છે ગરમ ગરમ ગ્રેવી વાળું મકાઇ નું શાક.

નોંધ: જો ખાટું ના ખાઈ શકતા હોય તો દહીં વગર પણ આ શાક એટલું જ સરસ લાગે છે. શાક માં દહીં ની જગ્યા પર મલાઈ પણ ઉમેરી શકાય છે. 

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment