એકદમ મફતમાં તમારા ઘરનું ઝુમ્મર બનશે, લાગશે એકદમ યુનિક અને ડિફરન્ટ…

177
make-a-jhumar

આજના આ સમયમાં દરેક લોકો ઇચ્છે છે કે તેમનુ ઘર એકદમ ડેકોરેટિવ હોય. દરેક લોકો પોતાના ઘરને સજાવવા માટે મોંઘા-મોંઘા શો પીસ તેમજ ફર્નિચર ઘરમાં કરાવતા હોય છે. જો કે ઘણા લોકો વધારે ખર્ચ ના કરી શકવાને કારણે તેઓ જાતે જ ઘરે અમુક પ્રકારની ડેકોરેટિવ વસ્તુઓ બનાવીને ઘરને સજાવતા હોય છે. ઘરને સજાવવા માટે આજકાલ માર્કેટમાં પણ અનેક ઘણી વસ્તુઓ સરળતાથી મળી રહેતી હોય છે.

આમ, દરેક લોકો એમ વિચારે છે કે બીજા કરતા મારું ઘર એકદમ ડિફરન્ટ હોય અને બહારની તેમજ અંદરની ડિઝાઇન પણ કોઇના જેવી ના હોય. જો તમે પણ કંઇક આવુ જ વિચારી રહ્યા છો તો આજે અમે તમને ઘરે જ ઝુમ્મર બનાવતા શીખવાડિશુ, જેને તમે ઘરે જાતે જ બનાવીને તમારા ઘરને સજાવી શકો છો અને બીજા કરતા એકદમ તમારા ઘરને ડિફરન્ટ લુક આપી શકો છો. જો તમે આ રીતે ઘરે જાતે જ ઝુમ્મર બનાવશો તો તમારે બહારથી મોંઘા ઝુમ્મર લાવવાની જરૂર નહિં પડે અને તમારા પૈસા પણ બચશે. તો જાણી લો તમે પણ કેવી રીતે ઘરે બનાવશો સરળતાથી ઝુમ્મર…

ઝુમ્મર બનાવવા માટેની સામગ્રી– સ્કૈલપ્ડ પેપર પંચ (Scalloped Paper Punch)
– પેન્ટ સ્વિચેસ પેપર (Paint swatches paper)
– મોટુ થ્રેડ
– પેપર ગ્લૂ
– લેમ્પ શેડ

ઝુમ્મર બનાવવાની રીત


– ઝુમ્મર બનાવવા માટે સૌ પ્રથમ 40-60 કલરફૂલ પેન્ટ સ્વિચેસ પેપર લો.


– હવે સ્કેલપ્ડ પેપર પંચની મદદથી નાના-નાના પીસ તૈયાર કરી લો.


– હવે lamp shade લો, જે ઝુમ્મરના બેસમાં હોય અને જેની પર 5 બોક્સ બને તેમ હોય.

– હવે સ્કેલપ્ડ પેપર પંચને નાના-નાના પેપર પર એકદમ સરખી રીતે મુકો અને ગ્લુની મદદથી થ્રેડ ચોંટાડી દો.
– હવે આવી જ રીતે 8-10 થ્રેડ તૈયાર કરી લો અને તેને થોડીવાર માટે રહેવા દો.


– હવે લેમ્પ પર થ્રેડેડ વાઇડ્સને બાંધી લો. ત્યારબાદ તસવીરમાં જોઇને લેમ્પને પૂરી રીતે કવર કરી લો.


– તો તૈયાર છે તમારું ઝુમ્મર.
– હવે આ ઝુમ્મરને તમે તમારા ઘરના કોઇ પણ રૂમમાં લગાવીને તમારા રૂમને તમે ડેકોરેટ કરી શકો છો. આ ઝુમ્મર દેખાવમાં બહુ જ મસ્ત લાગે છે.


– જ્યારે તમે આ ઝુમ્મર ઘરમાં લગાવો છો ત્યારે તે તમારા રૂમને એકદમ ડિફરન્ટ લુક આપે છે અને તેને બનાવવા માટે વધારે પૈસાની જરૂર પણ પડતી નથી.

ઝુમ્મર બનાવતી વખતે આ બાબતોનુ રાખો ધ્યાન

– જ્યારે તમે ઝુમ્મર બનાવવાની શરૂઆત કરો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન એ રાખો કે, દરેક પેપરનુ કટિંગ એકસરખુ થાય. જો પેપરનુ કટિંગ સરખુ નહિં થાય તો તેનાથી તમારા ઝુમ્મરનો પ્રોપર લુક આવશે નહિં અને દેખાવમાં સારું પણ નહિં લાગે.

– ઝુમ્મર બનાવતી વખતે બધી જ વસ્તુઓ સાથે લઇને બેસો જેથી કરીને વારંવાર ઉભા ના થવુ પડે.

– આ ઝુમ્મર બનાવવા માટે અલગ-અલગ કલરના પેપરનો ઉપયોગ કરો જેથી કરીને તે દેખાવમાં એટ્રેક્ટિવ લાગે.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment