માળા પહેરામણી થઇ પછી સાત ફેરા થયા, પરંતુ દુલ્હનની વિદાઈ ન થઇ, જાણો શું કારણ…

25

લગ્ન દરેકના જીવનનો સૌથી મહત્વની ક્ષણ હોય છે. પરંતુ જો આ જ લગ્નમાં કઈક એવું બની જાય જેનો કોઈએ કલ્પના જ ન હોય તો પછી સમજો કે એ પરિવારમાં કેવું થતું હશે. આજે અમે તમને ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં બની એવી ખૌફનાક ઘટના વિશે જણાવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને બધાની આંખોમાં આંસુ આવી ગયા છે.

જણાવી દઈએ કે શાહજહાંપુરના રેતી વિસ્તારના નવીવસ્તી વિસ્તારના નિવાસી દિનેશ કુમાર સાથે એક એવી જ અનહોની થઇ ગઈ જેને તે કદાચજ જિંદગીભર ભુલાવી શકશે. દિનેશ કુમારના દિવાન જોગરાજ વિસ્તારમાં સલૂન છે. એમની પત્ની સુનીતાની બે વર્ષ પહેલા મૃત્યુ થઇ ગયું હતું. જેને દીકરી શિવાની સહી  ન શકી અને બીમાર રહેવા લાગી હતી. શિવાનીથી મોટો ભાઈ રાહુલ અને બે નાના ભાઈ શિવમ અને અંકુર છે. પિતા દિનેશએ શિવાનીના લગ્ન નક્કી કરી દીધા. આ લગ્ન દિનેશએ પોતાની બહેન સુનીતાના દીકરા વિનીત સાથે નક્કી કર્યા. વિનીત ફતેહગંજ પૂર્વીમાં પરિવાર સાથે રહે છે.

ગયા રવિવારે શિવાની સાથે લગ્ન કરવા માટે રાત્રે લગભગ બાર વાગ્યે વિનીત જાન લઈને દિનેશના ઘરે પહોંચ્યો. જાન્યાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કેમકે ઘણું મોડું થઇ ગયું હતું, આ કારણે જડપથી માળા પહેરામણીની વિધિ પૂરી કરવામાં આવી. લગ્નનું સંપૂર્ણ આયોજન મેરેજ હોલમાં કરવામાં આવ્યું હતું. અહિયાં માળા પહેરામણી પછી શિવાની અને વિનીતએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા માટે સાત ફેરા લીધા.

આના પછી થોડાક સમય માટે વિનીત અને શિવાની આરામ કરવા માટે પોત પોતાના રૂમમાં ગયા. સવાર પડ્યું એટલે કાલવની વિધિ પણ પૂરી કરવામાં આવી. જાન જઈ ચુકી હતી. મહેમાન પણ જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં શિવાનીને છાતીમાં તેજ દુઃખાવો શરુ થઇ ગયો. એને પોતાના પરિવારના સભ્યોને તકલીફ કહી. પિતા દિનેશે ડોક્ટરને બોલાવ્યા, પરતું ઘણું મોડું થઇ ચુક્યું હતું. શિવાનીએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. ડોકટરે તપાસ પછી કહ્યું કે શિવાનીનું મૃત્યુ થઇ ગયું છે.

શિવાનીના પિતા દિનેશે કહ્યું કે અમારે અહિયાં લગ્ન પછી દુલ્હનને વિદા કરવામાં નથી આવતી. એને ગૌણામાં વિદા કરવામાં આવે છે. એટલા માટે જ કલેવા પછી દુલ્હો દુલ્હન વગર જ ફતેહગંજ જાન્યાઓ સાથે ચાલ્યો ગયો. દહેજમાં આપવાનો સામાન પણ ફતેહગંજ વિનીતના ઘરે મોકલી દેવામાં આવ્યો હતો.

દુલ્હન શિવાનીના મૃત્યુ પછી પરિવારના સભ્યોમાં કોહરામ થઇ ગયો. પિતા દિનેશની હિમ્મત જ નહતી થતી કે તે વરરાજાને જાણકારી કેવીરીતે આપવી કે એની દુલ્હનનું મૃત્યુ થઇ ગયું છે. પછી સગા વ્હાલાઓએ કઈક રીતે દુલ્હાના પરિવારને જાણકારી આપી. તે લોકો પોતાના ઘરે પહોચ્યા જ હતા, ત્યાં એમને ઉંધા પગે પાછું આવવું પડ્યું.

વિનીત અને એના પિતા અશર્ફીલાલ ફતેહગંજથી પાછા શાહજહાંપુર આવ્યા. દુલ્હન તો દુલ્હા સાથે વિદા ન થઇ, એણે તો આ દુનિયામાંથી જ વિદાઈ લઇ લીધી. એને અર્થી સજાવામાં આવી. શ્મશાનમાં પિતા દિનેશે શિવાનીનો અગ્નિસંસ્કાર કર્યો. આ દરમ્યાન ત્યાં રહેલ દરેકની આંખોમાં આંસુ હતા.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment