ગરીબ માલિક હોસ્પિટલમાં થયો એડમિટ, તો જોવા પહોંચ્યા વફાદાર કુતરા, જે જોઈ લોકો રહી ગયા સ્તબ્ધ…

15

કુતરાઓને માણસોના સૌથી વફાદાર પ્રાણી માનવામાં આવે છે. સાથે જ પ્રાણીઓ સાથે માણસોનો અલગ અલગ પ્રેમ ઘણી વખત આપણે લોકો સોશિયલ મીડિયા પર જોતા હોઈએ છીએ. પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઘણી વાયરલ થઇ રહી છે જેના પર અમુક કુતરા હોસ્પિટલના ગેટ પર ઉભા છે.

વાત એમ છે કે, બ્રાઝિલના રિયો ડૂ સુલ શહેરથી વાયરલ થઇ આ પોસ્ટ ખુબજ ભાવુક છે. અહિયાં એક બેઘર માણસની તબિયત ખરાબ હોવાના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામા આવ્યો તો એની પાછળ પાછળ ચાર કુતરા પર હોસ્પિટલ પહોંચી ગયા, જેને જોઇને લોકો અને હોસ્પિટલ પ્રશાસન આશ્ચર્યચકિત થઇ ગયા.

જણાવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં ભરતી આ બેઘર માણસનું કોઈ પોતાનું નથી. પરંતુ હોસ્પિટલની બહાર ઉભેલા ચાર બેજુબાનોની આંખોમાં એ માણસ માટે પ્રેમ અને સંભાળ સાફ જોઈ શકાય છે. આ સંપૂર્ણ કેસને એક પ્રાઈવેટ હોસ્પિટલની એક નર્સ ક્રિસ મેમપ્રિમએ ફેસબુક પર પોસ્ટ કરી છે.

એમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હોસ્પિટલમાં રાતના લગભગ ૩ વાગ્યે સીઝર નામના એક બેઘર માણસને ઈલાજ માટે ભરતી કરવામાં આવ્યો, જો કે એની સાથે આવનાર ગેટ પર જ ઉભા રહી ગયા. જણાવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલ સ્ટાફએ જ્યારે એ કુતરાઓને બહાર ઉભેલા જોયા તો માત્ર અંદર જ બોલાવ્યા પરંતુ જમવાનું પણ આપ્યું.

જો કે ખબર પડી છે કે બીમાર સીઝર પોતાના આ બેજુબાન સાથીઓને દરરોજ જમવાનું ખવડાવતો હતો અને ઘણી વખત એમને જમવાનું ખવડાવા માટે એ પણ ભૂખ્યો રહ્યો છે, સીઝર પોતાના આ મિત્રોનું ખુબજ ધ્યાન રાખે છે. નર્સ ક્રિસ મેમપ્રિમની પોસ્ટને અત્યારસુધીમાં ૮૦ હજારથી વધારે વખત શેર કરવામાં આવી છે. એના સિવાય ૨૨ હજારથી વધારે લોકોએ કોમેન્ટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ વફાદાર કુતરાઓના લોકોખુબજ વખાણ કરી રહ્યા છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment