માનવ તસ્કરીની શંકામાં ભીખારીઓની બે જગ્યાઓ પર રેડ, ૪૪ બાળકો સહીત ૬૮ ની ધરપકડ…

15

મધ્યપ્રદેશ ભોપાલમાં ચાઈલ્ડ લાઈનની પહેલ પર પ્રશાસન અને પોલીસની કાર્યવાહીમાં શહેરમાં ભીખ માંગીને ગુજરાણ ચલાવતા ૬૮ લોકોને ધરપકડ કરવામાં આવી છે. એમાં ૪૪ બાળકો છે, જેંમાં દૂધપીતાથી માંડીને ૧૭ વર્ષના કિશોરો શામેલ છે. એમાં પાચ વૃદ્ધ છે. આ લોકો કાનપુર, હૈદરાબાદ અને રાજસ્થાનથી આવ્યા હતા. પોલીસને શંકા છે કે એમાંથી અમુકને ભીખ માંગવા માટે તસ્કરી કરીને લાવવામાં આવ્યા છે.

ચાઈલ્ડ લાઈન સંચાલક અર્ચના સહાયે જણાવ્યું કે શહેરના સ્વયંસેવી સંસ્થા મકબુલ દયાવાન લાંબા સમયથી ભિક્ષાવૃત્તિ કરી રહેલા લોકો પર નજર રાખવાનું કામ કરી રહ્યા છે. સંસ્થાએ જાણ્યું કે બે જગ્યાઓ પર બેસીને અમુક લોકોને ભીખ માંગવાને રોજગાર બનાવી લીધો છે. સંસ્થાએ આ બાબતમાં ચાઈલ્ડ લાઈનને જાણકારી આપી છે. ચાઈલ્ડ લાઈનની માહિતી પર પોલીસે કાર્યવાહી કરી છે.

છાત્રાલયમાં રાખવામાં આવ્યા.

સંસ્થાએ પ્રોજેક્ટ ઓર્ડીનેટર અમરજીતસિંહે જણાવ્યું કે બંને જગ્યાઓથી ૬૮ લોકો મળ્યા. એમાંથી ૪૪ નાબાલિક છે. બાળકીઓની સંખ્યા ૨૬ છે. એમાં બે મહિનાના બાળકોથી લઈને ૧૭ વર્ષના કિશોર પણ શામેલ છે. પાચ વૃદ્ધ છે. એમાંથી એક દિવ્યાંગ છે. બધાને શ્યામલા હિલ્સ નજીક સરકારી આદિવાસી બાળક છાત્રાલયમાં રાખવામાં આવ્યા છે. ત્યાં બધાના મેડીકલ કરવાની સાથે તેમના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અર્ચના સહાયે જણાવ્યું કે કસ્ટડીમાં લેવામાં આવેલા લોકો વિશેની બધી જાણકારી હેદરાબાદ, કાનપુર, નાગપુર, રાજસ્થાનના કમીશન, પોલીસ, બાળ કલ્યાણ સમિતિને મોકલી દેવામાં આવ્યા છે.

બાળલગ્ન થયા હતા.

અમરજીતસિંહે જણાવ્યું કે ત્યાં મળેલી અમુક યુવતીની ઉંમર ૨૧ થી ૨૨ વર્ષ છે, પરંતુ તેમના ત્રણ ત્રણ છોકરા છે. એવું લાગે છે કે તેમના બાળલગ્ન થયા હશે. તેમજ નાના બાળકોને સાથે રાખીને તેમનો ઉપયોગ વધુ ભીખ માંગવા માટે કરવામાં આવતો હતો.

આ રીતે દેખાડવામાં આવે છે બીમાર.

જાણકારી મુજબ, ભિક્ષાવૃત્તિ કરનાર લોકો પોતાની સાથે બાળકોને રાખે કે અને તેને બીમાર દેખાડવા માટે અફીણ ચટાડે છે. એનાથી નશામાં બાળકની ડોક ઢળી પડે છે અને લાળ પડતી રહે છે અને બાળક બીમાર દેખાય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment