મંગલે કર્યું રાશી પરિવર્તન 12 રાશી પર થશે તેની જુદી જુદી અસરો

68

8 ડીસેમ્બર 2018 ના રોજ મંગળે 9:37 મીનીટે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે અને બુધ્ધગ્રહે પણ અનુરાધા નક્ષત્રમાંથી નીકળીને જયેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. ગુરૂ ઉદય થવાના સમયે અનુરાધા નક્ષત્ર પર રાહુ પુનર્વસુ નક્ષત્ર પર રહેલો હતો. આવી રીતે ગ્રહોનું નક્ષત્રોમાં પરિવર્તન અને સૂર્યનું વૃશ્ચિક રાશિમાં જયેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ અત્યંત શુભ, આનંદમય અને સુખ સમૃદ્ધિનો લાભદાયક છે.

પાંચ ગ્રહ અને છ દિવસની કૃપા :

આ અઠવાડિયામાં ગ્રહોની આવી સ્થિતિ જ્યોતિષીઓના સિધ્ધાંત અનુસાર અત્યંત શુભ છે. વૃશ્ચિક રાશિમાં સૂર્યનું ભ્રમણ થઇ રહ્યું છે, જયારે મંગલ, બુધ, ગુરૂ અને રાહુનું પરિવર્તન એમ સમજો કે અમૃત વર્ષા લઈને આવશે. આમ થવાથી લોકોના કાર્યોમાં પ્રગતિ થશે. રોકાયેલા કાર્યો પૂરા થશે. અને ક્યાંક ને ક્યાંક શુભ માંગલિકકાર્યો થતા રહેશે.આ પ્રકારનો સમયગાળો હવે એક વર્ષમાં 14 જાન્યુઆરી પછી આવશે. માગસર મહિનાના શુક્લ પક્ષમાં સૂર્ય, ગૂરૂ અને બુધ્ધનું એક સાથે આવવું તેને એક અત્યંત શુભ સમય અવસર કહેવામાં આવે છે. જન્મ કુંડળીમાં આ ગ્રહની સ્થિતિનો વિશેષ પ્રભાવ રહેશે. આ સમયગાળા દરમિયાન એક ખાસ બાબત એ છે કે નકારાત્મક ગ્રહોનો પ્રભાવ ખુબજ ઓછો રહેશે. જેમના ઘરે માંગલિક પ્રસંગો હોય તેવી વ્યક્તિઓ આ સમયે અમુક ઉપાયો પણ કરી શકે છે. ક્યાંક ને ક્યાંક શની અને રાહુના કારણે માંગલિક કાર્યોમાં વિક્ષેપમાં ઘટાડો પણ થશે.

આના માટે ઉપાય શું કરવો ?

જો શુભ માંગલિક કાર્યોમાં વિઘ્નો આવતા હોય તો તેને અટકાવવા માટે દરરોજ ગંગા સ્નાન કરવું જોઈએ. ધાર્મિક સ્થળો પર જરૂરિયાત મંદ લોકોને ભોજન કરાવવું. વિવાહની ઈચ્છા રાખનાર લોકોએ જાસુસ ની માળા શ્રી અન્નપૂર્ણા દેવીને ચઢાવવી. અને કપૂરથી દેવતાઓની પૂજા અર્ચન, આરતી કરવી. આ સિવાય જો કોઈ વ્યક્તિને પોતાના લગ્નમાં કોઈ વિઘ્ન કે સમસ્યા આવતી હોય તો શનિવારના દિવસે નવા જુતાનું એટલે કે બુટ કે ચપ્પ્લનું દાન કરવું જોઈએ. આ સમયે પીપળાના વૃક્ષની નીચે 14 દીવાઓ પ્રગટાવવાથી પણ ખુબજ લાભ થાય છે.

હવે જોઈએ રાશિઓમાં થતી બદલાવની સ્થિતિ :

આ સમય દરમ્યાન 12 રાશિની સ્થિતિ કંઇક આવી રહેશે.

મેષ : મેષ રાશિના જાતક માટે સંપતિનો યોગ જણાય છે, માટે સમય ન ગુમાવવો.

વૃષભ : આ રાશિના લોકો માટે સમય જરા કષ્ટદાયક રહેશે. સંભાળીને રહેવું. પિતા તરફથી આશીર્વાદ મળશે.

મિથુન : ક, છ, ઘ અક્ષરથી શરૂ થતા નામ વાળી વ્યક્તિઓને માનસિક સમસ્યાઓ સંતાય વ્યગ્રતા ચિંતા રહે. આમાંથી રાહત મેળવવા માટે માના આશીર્વાદ મેળવવા. તે માટે માના શરણમાં રહેવું.

કર્ક : ઘણા લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ પરેશાની, મુશ્કેલીઓ દુર થવાની શક્યતાઓ રહેલી છે.

સિંહ : નિયંત્રણમાંરહેવું. આગળ પડતું ન થવું. જીવનમાં ઉતાર ચઢાવ આવવાની સ્થિતિની સંભાવના રહેલી છે.

કન્યા : દરેક કાર્યક્ષેત્રમાં ધીરજ અને સાવધાની રાખવાની ખાસ જરૂર છે. વાણી વિલાસ પર સંયમ રાખવો. સંભાળીને રહેવું.

તુલા : પૈસાને સંભાળીને રાખવા ખાસ જરૂરી છે. રોકાયેલા કાર્યોમાં સફળતા મળવાના પૂરા ચાન્સ છે.

વૃશ્ચિક : આવેલા કષ્ટ કે દુ:ખમાંથી મુક્તિ રાહત મળશે. નવા કામ કાજ, કાર્યોની શરૂઆત થાય.

ધન : સાવધાનીથી સાવચેતીથી સાંભળીને જિંદગી જીવવાની ખાસ જરૂરછે.

મકર : ખ,જ અક્ષરથી શરૂ થતા નામવાળી વ્યક્તિની આર્થિક નાણાકીય સ્થિતિ મજબુત થવાની પૂરેપૂરી સંભાવના છે. શુભ માંગલિક કાર્યોની શરૂઆત થઇ શકે છે.

કુંભ : કુંભ રાશિના જાતકોએ દરેકકાર્યક્ષેત્રમાં, કામકાજમાં વિશેષ સાવધાની રાખવાની ખાસ જરૂર છે. નહિતર ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલ થઇ જવાથી ભયંકર નુકશાની આવવાની શક્યતા રહે છે.

મીન : તમારા દરેક કાર્યક્ષેત્રમાં અચાનક પરિવર્તન આવશે. તમારી આર્થિક સ્થિતિ મજબુત થવાના ચાન્સ છે.

તો આ છે મંગળના રાશી પરિવર્તનનું ફળ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment