મંગળે કર્યું રાશી પરિવર્તન, જાણો આગળ ૪૫ દિવસ સુધી કઈ રાશી માટે આવશે સારા દિવસો

74

લગભગ ૪૫ દિવસ સુધી મીન રાશીમાં રહ્યા પછી મંગળે રાશી બદલી લીધી છે. મંગળ પોતાની રાશી મેષમાં ગોચર થઇ ગયા છે. જે આગલા ૪૫ દિવસ સુધી આ જ રાશીમાં રહેશે. મંગળનું આ પરિવહન ૫ ફેબ્રુઆરી રાત્રે ૧૧ વાગીને ૫૭ મિનિટે થયું. જ્યોતિષમાં મંગળ ગ્રહને પરાક્રમ અને ઉર્જાનું કારક માનવામાં આવે છે. મંગળના મેષ રાશીમાં આવવાથી બધી રાશીઓ પર આની શું અસર પડશે ચાલો જાણીએ.

મેષ રાશી

મેષ રાશીવાળા માટે મંગળનો રાશી પરિવર્તન શુભ રહેશે. મંગળના પોતાના રાશીમાં પરિવહનના કારણે વ્યક્તિનો આત્મવિશ્વાસ વધશે. માન સમ્માનમાં વધારો થશે. કાયદાકીય અને જમીન સાથે જોડાયેલ મામલામાં સફળતા પ્રાપ્ત થશે. પરંતુ થોડા દિવસો માટે સાવધાન રહેશો.

વૃષભ રાશી

ગયેલા ઘણા દિવસોથી જે અનાવશ્યક ખર્ચાઓમાં વધારો થઇ રહ્યો હતો તે હવે ઉભો રહી જશે. બગડેલા કામ બનશે. જીવન સાથીની સાથે સારો સમય વીતશે. ક્યાંકથી કોઈ એવો પ્રસ્તાવ આવશે જેને તમે ના નહિ પડી શકો.

મિથુન રાશી

મિથુન રાશી માટે મંગળનું પરિવહન ૧૧માં ભાવમાં હોવાથી આવકમાં વધારો થશે. જીવન સુખમય રહેશે. નોકરી કરતાં લોકો માટે આ રાશી પરિવર્તન શુભ રહેશે.

કર્ક રાશી

કર્ક રાશિના લોકો માટે મંગળનું મેષ રાશીમાં પરિવહન ઉતાર ચડાવ સાથે વીતશે. થોડા સમય માટે સમય સારો રહેશે. તેમજ થોડા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સિંહ રાશી

ભાગ્યનો સાથ મળશે. અધૂરા કામ પુરા થવા લાગશે. ફસાયેલા પૈસા પાછા મળશે. કરિયરના ક્ષેત્રમાં પ્રગતિ થવાનો સંકેત છે. વિદેશ યાત્રા પણ થઇ શકે છે. શક્તિશાળી લોકો સાથે સંપર્ક વધશે જેનાથી તમારા ઘણા પ્રકારના કામ પુરા થવાની આશા છે.

કન્યા રાશી

કન્યા રાશી પર મંગળના પરિવહનની સરખી અસર રહેશે. જ્યાં એક બાજુ મુશ્કેલીઓથી છુટકારો મળશે તેમજ અમુક નવી મુશ્કેલીઓ સામે આવી શકે છે, પરંતુ ડરવાની જરૂર નથી આ મુશ્કેલી અમુક સમય માટે જ રહેશે. પછી તમારું દરેક કામ મન મુતાબિક થવા લાગશે.

તુલા રાશી

તુલા રાશીવાળા લોકો માટે આ પરિવહન ખુબજ શુભ અને લાભદાયક રહેશે. ઘનલાભ અને નોકરીમાં પ્રગતિ મળશે. સંતાન અને જીવનસાથીનો ભરપૂર સહકાર પ્રાપ્ત થશે. ક્યાંકથી કોઈ પ્રસ્તાવ આવી શકે છે જેનાથી તમારી લાઈફ સ્ટાઈલ બદલી શકે છે.

વૃશ્ચિક રાશી

મંગળનો વૃશ્ચિક રાશીમાં પરિવહન છઠ્ઠા ભાવ થવાથી ફિજૂલખર્ચા ઘટશે. આવકમાં વધારો થવાનું શરૂ થઇ જશે. પરંતુ આ દરમ્યાન તમારા વિરોધી તમારા પર ભારે થવાની કોશિશ કરશે પરંતુ આ અડચણને દુર કરી નાખશો અને પ્રગતિ થશે.

ધન રાશી

મંગળ રાશીવાળા લોકો માટે મંગળનું પરિવહન કલ્યાણકારી અને શુભ ફળ આપનારું રહેશે. કાર્યોમાં સફળતા મળવાથી આર્થિક સંપન્નતામાં વૃદ્ધિ થશે. ધંધામાં નફો મળશે.

મકર રાશી

મંગળનું તમારી રાશીમાં ૪થા ઘરમાં પ્રવેશ કરવાથી વધારે કઈ ઉત્સાહજનક નથી. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ધન હાનિ સાથે તમારી સાથે કોઈ દુર્ઘટના ઘટી શકે છે. એટલા માટે સાવધાની વર્તો.

કુંભ રાશી

કુંભ રાશીના જાતકો માટે મંગળનો પ્રવેશ ત્રીજા ભાવમાં થઇ રહ્યો છે. આ દરમ્યાન નોકરીમાં તમારા પ્રમોશનની ખરી સંભાવના છે. વૈવાહિક જીવનમાં જીવનસાથી સાથે કોઈ વાત પર મતભેદ થઇ શકે છે. પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખજો અને ખોટી ચર્ચાથી દુર રહેજો.

મીન રાશી

મંગળ તમારી રાશીમાંથી જ મેષ રાશીમાં જઈ રહ્યો છે. જેના કારણે તમને સફળતા મળી શકે છે. જો વ્યવસાયમાં પૈસાની મુશ્કેલી સામે આવી રહી છે તો આ સમસ્યા દુર થઇ જશે. આ રાશીના જાતકો વિદેશી પ્રવાસ પણ કરી શકે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment