મંત્રનો જાપ કરતાં પહેલા અર્થ સમજવો છે જરૂરી, સમજ્યા વિના કરેલા મંત્રજાપ વ્યર્થ છે…

26

કોઈપણ વ્યક્તિ ભગવાનની પૂજા કર્યા વિના રહી શકતી નથી. સંસારમાં જન્મે છે તે દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા અને શક્તિ અનુસાર ભગવાનની ભક્તિ કરે જ છે. જાતક જો વેદ મંત્રના ભાવાર્થ સાથે ઈશ્વરની ઉપાસના કરે છે તો તેનાથી ઉત્તમ કંઈ જ હોય ન શકે. આ સાધનાનું ફળ ભગવાન અચૂક આપે છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ સાધકને મંત્ર કંઠસ્ત ન હોય તો તે મંત્રનો પોતાની ભાષામાં અનુવાદ કરીને પણ પૂજા કરે તો પણ તેને લાભ થાય છે. ઈશ્વરની પૂજા શ્રદ્ધાથી થવી જોઈએ તે જરૂરી છે.

જ્યારે ભગવાનની પૂજા કરવા બેસવાનું થાય ત્યારે મનને ઉપાસના કે મંત્રના જાપમાં જ કેન્દ્રિત કરવું. ધ્યાન રાખવું કે મન આસાપાસની સ્થિતીમાં ન જાય. મંત્રોને અને તેના અર્થને સમજીને તેનો જાપ કરશો તો પૂજામાં ધ્યાન કેન્દ્રીત કરવું સરળ બની જાશે.

ભગવાનની મંત્રો વડે સાધના કરવી હોય ત્યારે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જાતક જ્યાં સુધી મંત્રનો અર્થ ન જાણતો હોય ત્યાં સુધી તેણે કરેલી પૂજાનું ફળ મળતું નથી. વ્યક્તિ આવી સ્થિતીમાં કલાકો સુધી પૂજામાં બેસી રહે તો પણ તેને ફળ મળતું નથી અને જો જાતક મંત્રના અર્થને સમજી તેનો ઉચ્ચાર એકવાર પણ કરે તો પણ તે પ્રભુ સુધી પહોંચી જાય છે. એટલે જ જે પણ મંત્રનો જાપ કરો તેનો અર્થ સમજવો જરૂરી છે. જો જરૂર જણાય તો મંત્રનો અનુવાદ પોતાની ભાષામાં પણ કરી લેવો જેથી તમને ખ્યાલ રહે કે તમે ભગવાન સમક્ષ શું બોલી રહ્યા છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment