20, 30 અને 40ની ઉંમરમાં લગ્ન કરવાના છે અલગ અલગ ફાયદા, શું તમે જાણો છો ???

47

લગ્ન કરવાની પરફેક્ટ ઊંમર શું હોય છે તે મોટો સવાલ હોય છે. પરંતુ આજ સુધી કોઈ પણ તેનો સાચો જવાબ આપી શક્યું નથી. આમ તો, સરવે મુજબ લગ્ન કરવાની પરફેક્ટ ઉંમર 29 વર્ષ હોય છે, પંરતુ પરફેક્શનથી અલગ થઈને રિયાલિટીની વાત કરીએ તો, લગ્ન કરવાની અલગ અલગ ઉંમર હોય છે. કેટલાક લોકો 20થી 30ની વચ્ચે લગ્ન કરી લે છે, તો કેટલાક લગ્ન 30થી 40ની વચ્ચે કરે છે. તો કેટલાક લોકો 40 વટાવ્યા બાદ લગ્ન કરે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે, જે મજબૂરીથી લગ્ન કરે છે. પણ શું તમે જાણો છો કે, દરેક ઉંમરમાં લગ્ન કરવાના ફાયદા અને નુકશાન હોય છે. તો આજે જાણીએ તેના વિશે

20થી 30ની વચ્ચે લગ્ન કરવાની ઉંમર

જો કોઈ વ્યક્તિના લગ્ન 20થી 30ની ઉંમરની વચ્ચે થાય છે, તો આ વિશે એક સૌથી સારી બાબત એ છે કે, બંનેને એકબીજાને સમજવા માટે બહુ જ સમય મળે છે. આ સમયે બંને માટે બહુ જ એનર્જેટિક હોય છે અને બંનેને પોતાના કરિયરને લઈને બહુ જ સપના હોય છે. જેમને બંનેને સાથે મળીને પૂરા કરવાના હોય છે. આ ઉપરાંત એક સારી બાબત એ પણ છે કે, આવામાં તમારી આવનારી જનરેશનને એટલે કે તમારા બાળકોને સાથે તમને મસ્તી કરવાનો પૂરો મોકો મળે છે. કેમ કે, તમારા બાળકોના લગ્નની ઊંમર સુઝી તમે 50ની આસપાસ રહી શકશો.

30-40ની ઉંમર

જો તમારા લગ્ન આ ઊંમરની વચ્ચે થાય છે, તો સૌથી સારી બાબત એ છે કે, તમારામાં સંબંધો અને દુનિયાને લઈને એક અલગ પ્રકારની સમજ ડેવલપ થઈ ચૂકી હોય છે. તેના બાદ તમારા દિલમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નથી રહેતું અને તમા બહુ જ સારી રીતે બધા સાથે મિક્સ થઈને, એકબીજાને કોમ્પ્લીમેન્ટ્સ કરતા આગળ વધી શકો છો. એક સરવે અનુસાર, આ ઉંમરમાં લગ્ન કરનારા લોકોની વચ્ચે તલાકની સંભાવના બહુ જ ઓછી હોય છે.

પરંતુ આ ઉંમરમાં લગ્ન કરવાનું એક નુકશાન એમ પણ છે કે, આ ઉંમરમાં લગ્ન કર્યા બાદ મહિલાઓની પ્રેગનેન્સી માટે બહુ જ તકલીફ થાય છે. સાથે જ માનસિક રીતે પણ થોડી તકલીફો રહે છે.

40ની ઉમરમાં લગ્ન

40 વર્ષની ઉંમરમાં જો તમે લગ્ન કરો છો, તો આ ઉંમરમાં લગ્ન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તમે ફાઈનાન્શિયલી એકદમ સેટલ્ડ થઈ ચૂક્યા હોવ છો અને સાથે જ સેલ્ફ ડિપેન્ડન્ટ પણ બનશો. પંરતુ આ ઉમરમાં લગ્ન કરવાની સૌથી મોટી તકલીફ એ છે કે, એક રિચર્સ અનુસાર, 40ની બાદ ગર્ભ ધારણ કરવા માટેની શક્યતાઓ માત્ર 33 ટકા જ રહેલી હોય છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment