માસુમને મળ્યો બે ‘માતા’ ઓ નો પ્રેમ, મહેકી ઉઠી ‘મમતા’, જાણો આ ફોટા પાછળની કહાની…

14

સામાન્ય રીતે પોલીસનું નામ જીભ પર આવતા જ લોકોના મનમાં નકારાત્મક છબી ઉભરીને આવવા લાગે છે. પરંતુ આ બધાથી પર ખાખી વર્દીમાં એક માણસ જ હોય છે, જેની અંદર તે બધી જ ભાવનાઓ હોય છે, જે એક સામાન્ય માણસ મહેસુસ કરે છે. તેનું ઉદાહરણ છે ખાખી વર્દીમાં આ મમતામયી ફોટાઓ, જે સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. આ ફોટાઓની પાછળની કહાની સાંભળીને તમે ભાવુક થઇ જાસો અને આ ખાખીને તમે સલામ કરશો.

હકીકતમાં, એટામાં એક દારૂડિયા યુવકે પોતાના માસુમ દીકરા અને પત્નીને અધવચ્ચે રસ્તા પર છોડીને ચાલ્યો ગયો. પરેશાન મહિલા કોઈપણ પ્રકારે પોલીસ કાર્યાલય પર પહોચી ગઈ. જ્યાં રહેલી મહિલા પોલીસે તેના ભૂખ્યા માસુમને દુકાનેથી દૂધ ખરીદીને પીવડાવ્યું. સાથે તેને ઘર પહોચવા માટે તેને રૂપિયા પણ આપ્યા. મહિલા પોલીસની આ મમતામયી ફોટો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મથુરાના કોસીકલાં ઘંટાઘર નિવાસી વિનીતા પોતાના પતિ વિનોદ કુમારની સાથે સબંધીમાં જવા માટે એટા આવી હતી. અહિયાં તેના પતિએ દારૂ પી લીધો. તેને લઈને બને વચ્ચે બોલચાલ થવા લાગી. આ પર ગુસ્સે થયેલો પતિ તેને કચેરીમાં નવ મહિનાના માસુમ બાળકની સાથે છોડીને ચાલ્યો ગયો. રસ્તામાં અજાણ અને રૂપિયા પાસે ન હોવાના કારણે મજબુરીમાં મહિલા કોઈ પણ રીતે પોલીસ કાર્યાલય પહોચી ગઈ.

મહિલાએ પોલીસ કાર્યાલય પર રહેલા મહિલા પોલીસ વર્ષા પાલને આખી વાત જણાવી. આ પર મહિલા પોલીસે તેના ભૂખ્યા બાળક માટે દુકાનમાંથી દૂધ લઈને દીધું. સાથે મહિલાને નાસ્તો કરાવતા તેને ઘર સુધી પહોચવા માટે 200 રૂપિયા પણ આપ્યા. મહિલા પોલીસના આ નેક કામની સોશ્યલ મીડિયા ખુબ વખાણ થઇ રહ્યા છે.

લોકો આ મહિલા પોલીસના ફોટાઓ શેયર કરી રહ્યા છે, જેમાં લોકો પોલીસને બધી અને સલામ કરી રહ્યા છે. જણાવી દઈએ કે જનતાની વચ્ચે બનેલી યુપી પોલીસની નકારાત્મક છબીને સુધારવા માટે સતત પ્રયત્ન કરવમાં આવી રહ્યો છે. આ દિવસો દરમિયાના યુપી પોલીસની માનવીયતાના ફોટાઓ વાયરલ થઇ રહી છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment