ગાજરનો હલવો તો તમે બનાવતા જ હશો પણ આવી રીતે નહિ બનાવતા હોય, વાંચો અને જાણો..

92

સામગ્રી :

1) ૧ કિલો ગાજર, 2) ૨૦૦ ગ્રામ મોળો માવો, 3) ૧૫૦ ગ્રામ ખાંડ, 4) ૫૦૦ ગ્રામ ફૂલ ફેટનું દુધ, 5) ૧ નાની ચમચી ઈલાઈચી અને જાયફળનો પાવડર, 6) ૩ ચમચી સુકી દ્રાક્ષ, 7) ૫૦ ગ્રામ કાજુ અને બદામ, 8) ૨-૩ ચમચી ઘી, 9) ગાર્નીશિંગ માટે થોડી સમારેલી બદામ અને પીસ્તા

શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળતા હોય છે, તો આજે આપણે તેનાથી બનતી સ્વીટ માવા વાળો ગાજરનો હલવો બનાવીશું. આ સ્વીટ નાના અને મોટા દરેકને ખૂબ જ પસંદ હોય છે અને તે ગરમ અને ઠંડો બંને રીતે ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે, તો ચાલો આપણે તેને કેવી રીતે બનાવવો તે જોઈ લઈએ.

બનાવવાની સરળ રીત:

1) સૌથી પહેલા ગાજર ને ધોઈ છોલી અને છીણી લો.

2) મોળા માવા ને ધીમા ગેસ પર ૩-૪ મિનીટ શેકી લેવો

3) હવે કડાઈ માં ઘી મૂકી એ ગરમ થાય એટલે સુકી દ્રાક્ષ અને છીણેલા ગાજર ઉમેરો

4) હવે મીડીયમ ગેસ પર ગાજર ને ૭-૮ મિનીટ શેકી લો એને વચ્ચે વચ્ચે હલાવતા રહો

5) ગાજર ઘી માં સંતળાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરો અને તેને ઉકળવા દો

6) દૂધ અડધું બળે એટલે ગેસ મીડીયમ કરી દેવો

7) દૂધ બળી જાય એટલે એમાં ખાંડ ઉમેરો અને ગેસ ઉતાવળો કરી દો(વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવું જરૂરી છે)

8) ખાંડ નું પાણી બળવા આવે એટલે ઈલાઈચી અને જાયફળ નો પાવડર ઉમેરો

9) સમારેલા કાજુ અને બદામ ઉમેરો અને તેને સરસ રીતે મિક્ષ કરી દો

10) ખાંડ નું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દેવો

11) ગેસ બંધ કર્યા પછી પણ તેને સતત ૪-૫ મિનીટ હલાવતા રહેવું જેથી વરાળ નું પાણીના બને

12) ૧૦-૧૫ મિનીટ પછી હલવો નવશેકો હોય ત્યારે આપણે જે માવો શેકી ને રાખ્યો હતો તેને હાથ થી થોડો મસળી ને આમાં મિક્ષ કરી દઈશુ

13) હવે આ હલવા ને એક બાઉલ માં લઇ એના પર ગાર્નીશિંગ માટે સમારેલી બદામ અને પીસ્તા થી તેને ગાર્નીશ કરો

નોંધ: ગાજર સરસ લાલ અને મીઠા હોય તેવા પસંદ કરવા, બને ત્યાં સુધી હળવો નોન સ્ટીક ની અથવા તો જાડા તળિયા વાળી કડાઈ માં બનાવવો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment