મે તો તેને પ્રેમ જ કર્યો હતો પણ તેણે મારા પર રેપ કર્યો ક્યારે શું બન્યું?

31

2003માં સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા બીજલ જોષી બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિત સજલ જૈનને પૂરતી સજા ભોગવી હોવાથી મુક્ત કરવા આદેશ આપ્યો છે. આ ઘટનાને દોઢ દાયકો થઇ ગયો છે, ત્યારે DivyaBhaskar.Com 31 ડિસેમ્બર 2003ની રાત્રે શું બન્યું અને ત્યાર બાદ કેવા કેવા વળાંકો આવ્યા તે અંગે જણાવી રહ્યું છે.

હોટલમાં બોલાવી સજલે તેમની પ્રેમિકા બીજલને :

૩૧ ડિસેમ્બર, ૨૦૦૩ ના રોજ અમદાવાદના શાહીબાગની અશોક પેલેસ હોટલમાં ન્યૂયર પાર્ટીનું સેલિબ્રેશન કરવા સજલ જૈન અમદાવાદ આવ્યો. તે બીજલ જોષીનો પ્રેમી હોવાથી તેણે તેણીને પણ પાર્ટીમાં બોલાવી હતી.

કોલ્ડડ્રીંકમાં કેફી પીણું પીવડાવી કર્યો બળાત્કાર :

અશોક હોટલમાં રોકાયો હતો સજલ અને બીજલ પણ પહોંચી ત્યાં રાત્રે. તે સમયે હોટલના માલિકના પુત્ર ચંદન અને મંદન જયસ્વાલ, ધર્મેન્દ્ર જૈન તથા ડ્રાઇવર સુગમ પણ ત્યાં પહોંચી ગયા હતા. પાર્ટીના નામે તે લોકો બીજલને રૂમ નંબર ૧૦૬ માં લઇ ગયા અને તે લોકોએ બીજલને કોલ્ડડ્રીંકમાં કેફી પીણું પીવડાવ્યું અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

અને તૈયાર પછી બીજલે લખી અંતિમ ચિઠ્ઠી અને પછી આત્મહત્યા કરી લીધી :

બીજા દિવસની સવારે તેણીને ડ્રાઇવર સુગમ ઘરે મૂકવા ગયો. જ્યાં આ ડ્રાઈવરે તેણી પર ફરી રેપ કર્યો. ફરિયાદ બાદ શરૂઆતમાં વગદાર આરોપીઓ સામે કોઇ પગલાં ન લેવાતાં પીડિતાએ ભારે દબાણમાં આવી ૭ જાન્યુઆરી ૨૦૦૪ ના રોજ નારણપુરા સ્થિત પોતાના ઘરે આપઘાત કરી લીધો. બીજલે અંતિમ ચિઠ્ઠીમાં કેફિયત લખી કે, ‘મેં તેને એટલે કે સજલને ખૂબ પ્રેમ કર્યો. પરંતુ તેણે મારા પ્રેમની સામે મારા પર રેપ કર્યો.’ પરિણામે સજલ જૈન, ધર્મેન્દ્ર જૈન, ચંદન અને મંદન જયસ્વાલ અને તેઓનો ડ્રાઇવર સુગમ સામે સામૂહિક બળાત્કાર અને આપઘાત માટે દુષ્પ્રેરણાનો કેસ કરવામાં આવ્યો.

સજલ અને સુગમે બંનેએ બીજલ સાથે જ દુષ્કર્મ કર્યું હતું :

શરૂઆતમાં ઢીલાશ રાખ્યા બાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા. પરંતુ આ કેસની તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, બીજલ સાથે સજલ અને સુગમે જ દુષ્કર્મ કર્યું હતું. આ ઉપરાંત તેનો જ એફ.એસ.એલ. રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આરોપીઓને નિર્દોષ છોડ્યા આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે :

જૂન ૨૦૦૮ માં સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં આત્મહત્યા માટે આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. પરંતુ બળાત્કાર કેસમાં પાંચેય આરોપીઓને આજીવન કેદની સજા આપી. આ ઉપરાંત કોર્ટે પણ માન્યુ હતું કે, સજલ અને સુગમનો ટેસ્ટ જ પોઝિટિવ આવ્યો છે, પરંતુ બીજા આરોપીઓએ સેફ સેક્સ કર્યું હતું.

આજીવન કેદની સજા ફટકારી સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે પણ સુપ્રીમે મુક્ત કર્યા :

સેશન્સ કોર્ટે સજા ફટકાર્યા બાદ વર્ષ ૨૦૧૨ માં હાઇકોર્ટે પણ નીચલી કોર્ટનો ચુકાદો જાળવી રાખ્યો હતો. ત્યાર બાદ ૨૦૧૫ માં આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. આ અપીલ ન ચાલતા સજલ સહિતના આરોપીઓને સુપ્રીમે ત્રણ મહિનાના જામીન આપ્યા હતા. 12 ડિસેમ્બરે આવેલા ચુકાદા બાદ તમામ દોષિતોની ૧૪ વર્ષે જેલ મુક્તિ થઇ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment