“પરિવર્તન..” પત્નીનાં નિસ્વાર્થ પ્રેમથી તેનાં પતિના વિચારોમાં પરિવર્તન કરતી વાર્તા આજે જ વાંચો.

51

ધીમે ધીમે સુરજ પહાડોની વચ્ચે ડુબી રહ્યો છે. કુદરતી સંધ્યાનુ સ્વરૂપ ધરતી ઉપર પથરાઇ રહ્યુ છે. આખો દિવસ સુસવાટા અને જોર જોરથી ફુંકાઇ  ને થાકીને લોથપોથ થઇ ગયેલો પવન હવે ઠંડો અને ધીમી ગતીએ ફુકાઇ રહ્યો છે. આકાશમા ઉડી રહેલા પંખીઓ કલરવ કરતા કરતા, પોતાના રહેઠાણ માળા તરફ જઇ રહ્યા છે.ગાયોનુ ધણ વગડા માથી ગામ તરફ આવી રહ્યુ છે.મંદીરમા આરતી થઇ રહી છે. આખો દિવસ કામ કરીને ગામ માથી પસાર થઇ રહેલા લોકોના ચહેરા પર થાક જણાતો હતો.

મનુના વાળ વિખરાયેલા હતા.તેની આંખોમા લાલ રંગની સંગત જણાતી હતી.તેના મોઢા માથી થુકની લાળો પડી રહી છે.તેનુ પેઇન્ટ એક બાજુથી ફાટી ગયેલુ છે.તેનો ચહેરો લોહીથી ખરડાયેલો છે.તેનો બરડો ફાટેલા શટઁ માથી દેખાઇ રહ્યો છે.તેની આંખોને દેખાતુ ચિત્ર ઝાંખુ જણાતુ હતુ.તેના પગ લથડાતા લથડાતા ચાલી રહ્યા છે. તેની જીભ  કાનને સાંભળવા ન ગમે તેવા શબ્દો ઉચ્ચારી રહી છે.તેની આસપાસ માથી પસાર થતા લોકો ને,તેના બોલવાથી તેના મોઢાંમાથી આવી રહેલી દુગઁધથી પરેશાની થઇ રહી છે.

માયાબાઇનો નાનો છોકરો શ્યામ  ફળીયાની વચ્ચે રહેલા ધોડીયામા,બેઠો થઇને રમી રહ્યો છે.તેની ઉપર રહેલા આકાશમા ચાંદો ઉગી ગયો છે.આભમા ઉગેલા ચાંદાની આસપાસ તારલાઓ ટમટમી રહ્યા છે. ધરના ખુણામા રહેલા રસોડામા માયાબાઇ રસોઇ બનાવી રહી છે.લાકડાના ધુમાડાથી તેની આંખોમા આંસુ આવી  ગયા છે,સાથે સાથે ખાસી પણ આવતી જાય છે.ધોડીયામા બેઠેલા તેના છોકરા શ્યામની નજર આ બધુ જોઇ રહી છે.
“માયા…કયા મરી ગઇ તુ…”મનુએ તેના ધરના દરવાજાને જોરથી લાત મારતા બોલ્યો અને ધરની અંદર આવ્યો. દરવાજા પર પડેલી લાતના અવાજથી,ધોડીયામા રમી રહેલો શ્યામ એકાએક જોર જોરથી રડવા લાગ્યો.તેના શ્યામના રડવાનો અવાજ સાંભળીને માયાબાઇ રસોડા માથી ઉભી થઇને તેના છોકરાને તેડે છે અને તેને રડતો બંધ કરવા માટે લાડથી વ્હાલ કરે છે.

“પાણી આપ મને,તને ખબર નથી પડતી “થોડા અપશબ્દો ઉચ્ચારતા મનુએ તેની પત્ની માયા ઉપર ગુસ્સો ઠાલવતા કહ્યુ. માયાએ તેના છોકરા શ્યામને ધોડીયામા સુવડાવ્યો અને પાણી લેવા માટે પાણીના ગોળા તરફ ગઇ.
“લ્યો…આ પાણી પીવો,કેટલી કોથળી પીયને આવ્યા? “પાણીનો ગ્લાસ મનુને આપતા માયાએ પુછ્યુ.
“એ બધુ તારે શૂ કામ છે,તારું કામ કર “પાણીનો કોગળો માયાના મોઢાં પર ઓકતા અને પાણીનો ખાલી ગ્લાસ માયાના ચહેરા  ઉપર ફેકતા મનુ બોલ્યો.ગ્લાસ માયાની આંખ સાથે જોરથી અથડાયો.માયાનો ચહેરો  ગંધાતા પાણીથી ભીનો થઇ ગયો.માયાની એક આંખ સુજી ગઈ છે,તેની આંખો માથી આંસુ ટપકી રહ્યા છે.રડી રહેલી માયા તેના છોકરા શ્યામના ધોડીયાની દોરી ખેંચી રહી છે.દારુના નશામાં નાચી રહેલો મનુ માયા ઉપર અપશબ્દોનો વરસાદ વરસાવી રહ્યો છે. ગ્લાસના વાગવાથી માયાની આંખ સતત દુખી રહી છે.એકબાજુ રસોડામા રંધાઈ રહેલી ખીચડી ગંધાઇ રહી છે.આ ગંધથી માયાબાઇ રસોડા તરફ દોડે છે અને મનુની મગજમારીમા બળી ગયેલી ખીચડી ને તાપ ઉપરથી નીચે ઉતારે છે.
“મને ખાવાનુ આપ..ભુખ લાગી છે “માયાની પાછળ ઉભેલો મનુ બોલ્યો.

“તમે…શ્યામને હિંચકાવો,હુ હમણા તમારી માટે ખાવાનુ બનાવી આપુ છુ “માયાએ નવા લાકડા ચુલામા નાખતા કહ્યુ.
“હુ હિંચકો નહી નાખુ,તુ મને ખાવાનુ આપ “જોરથી મનુએ  માયાના ગાલ ઉપર બે ચાર થપ્પાડ મારતા કહ્યુ. માયાના ગોરા ગાલ પર,થપ્પાડની નિશાની ઉપસી આવી હતી.ગ્લાસ વાગેલી માયાની આંખ આસપાસ કાળા કુંડાળા પડી ગયા છે. માયાની આંખો માથી આંસુ ટપકી  રહ્યા છે.માયાએ રડતા રડતા રસોઇ બનાવી અને મનુને હાથ ધોવા કહ્યુ.
“ના…મારે નથી ધોવા હાથ…તુ જમવાનુ આપ મને”મનુએ   પાણીની ડોલ માયાના પગ ઉપર જોરથી  પચાડતા કહ્યુ.પગ પર ડોલ વાગવાથી ઉભી રહેલી માયા અચાનક પથ્થર ઉપર પડી ગઇ.પથ્થર ઉપર પડવાથી તેનુ માથુ ફુટી ગયુ અને  લોહી નીકળી રહ્યુ છે.તેની સફેદ સાડી આ લોહીથી લાલ થઇ રહી છે.હવે માયાના રડવાનો અવાજ તેના ધરની આસપાસ રહેલા લોકોના કાન સુધી પહોચે છે.તે બધા લોકો આ તમાચો ચુપ રહીને જોય રહ્યા છે. કેમ કે માયાબાઇ અને તેની ધરના આસપાસના લોકો માટે આ રોજ બનતી ભયાનક ધટના હતી.જેનુ સૌથી વધુ દુ:ખ માયાને થતું.તેના ધરની આસપાસ રહેલા લોકોને પણ માયાનુ આ દુઃખ જોયને તેના ઉપર દયા આવતી.પરંતુ મનુ તો દરરોજ આ રીતે દારુ પીયને માયા જોડે ધમાલ કરતો.એટલે લોકો પણ  આ રોજની મગજમારીથી કંટાળા હતા.

માયા એ પોતાના માથા ઉપર કપડુ બાધ્યુ અને મનુને જમવા આપ્યુ.મનુએ જમી લીધુ અને ઉભો થઇ ગયો.મનુએ પોતાના ખીસ્સામા  હાથ નાખ્યો.તો ખીસ્સુ ખાલી હતું.માયાબાઇ હાથ ધોઇને જમવા બેસતી હતી ત્યા મનુ બોલ્યો.
“પૈસા આપ મારે બહાર જવુ છે ”
“બહાર નથી જવાનુ,શાંતી થી સુઇ જાવ “માયા એ નશા થી થોડો હળવો થયેલા મનુને કહ્યુ.
“તને એક વાર કીધુને પૈસા આપ,એટલે આપી દેવાના…”મનુએ પોતાના ગુસ્સાની ગરમી બતાવતા માયાને  કહ્યુ.
“પૈસા હોય તો આપુ ને ,નથી તો હુ કયાથી લાવું “માયા એ આજીજી કરતા કહ્યુ.

“આખો દિવસ કામ કરવા જાય છે તેના પૈસા કયા નાખે છે. “મનુએ માયાના માથાના વાળ પોતાના હાથમા ખેંચીને પકડતા કહ્યુ.
“તમે બધા પૈસા પીવામા ઉડાડી નાખો છો,તમને ખબર તો છે “માયા એ મનુની આંખોમા આંખ પોરવતા કહ્યુ.
“મને ખબર છે,તારી પાસે પૈસા છે,મને આપ…મારે જોયે છે”મનુએ માયાને થપ્પાડ મારતા કહ્યુ.
“નથી પૈસા તો હુ કયાથી આપુ “રડતા રડતા માયા બોલી.
માયા અમુક પૈસા સંતાડીને રાખતી,આ સંતાડેલા પૈસાથી તેના દિકરા શ્યામ માટે દવા લાવતી અને ધરનો ખચઁ કાઢતી.
“પૈસા આપ…નહીતો હુ  તને સળગાવી દઇશ “સળગતુ લાકડું માયા પાસે રાખતા મનુ બોલ્યો. માયા રડી  રહી હતી અને  મનુ સામે હાથ ફેલાવીને દયાની ભીખ માગી રહી હતી.

“લાવ…પૈસા….આપ….”મનુએ માયાને ડામ દેતા કહ્યુ.માયાના ગળા માથી ભયાનક ચીસ નીકળી ગઈ.માયા એ તરતજ બચત કરેલા પૈસા મનુને આપ્યા.મનુએ ફરી કાશીને એક થપ્પાડ મારી અને પૈસા લઇને ધરની બહાર નીકળી ગયો.
માયા અને મનુની આ લડાઇ તેનો છોકરો શ્યામ  જોઇ રહ્યો હતો. તે પણ રડી રહ્યો હતો. ફળીયાની વચ્ચે બેસેલી માયા તેની દાઝી ગયેલી ચામડી ની પીડાને આંસુ સારીને ઓછી કરવાનો પ્રયાસ કરી રહી હતી.
અંધારુ વધી રહ્યુ હતુ.તેની આસપાસના લોકો તેના ધરની લાઇટ બંધ કરીને સુઇ જવાની તૈયારી કરી રહ્યા હતા.માયા એ દિવાલ ઉપર લટકાવેલી ધડીયાળમા સમય જોયો તો રાતના બાર વાગ્યા હતા.મનુ હજુ ધરે આવ્યો નહોતો .
“મંજુબા.. ઓ…મંજુબા…”માયા એ તેના ધરની સામેના ધરનુ બારણુ ખખડાવતા કહ્યુ.એક ઉમર લાયક ડોસીએ ધીરે રહીને બારણુ ખોલ્યુ.

“માયા…આ કેમ કરતા દાઝી?તારી આંખ કેમ સુજી ગઇ છે?તારુ માથુ કેવી રીતે ફુટી ગયુ?આ પગમા કેમ કરતા વાગ્યુ ?”મંજુબાએ માયાની ખરાબ હાલત પર પોતાની નજર ફેરવતા  પુછયુ.
“કંઇ નથી થયું,સારું થઇ જશે “માયાએ પોતાની આંખમા આવેલા આંસુને લુછતા કહ્યુ.
“મનુએ તારી આ હાલત કરીને ?”  મંજુબાએ માયાના માથા ઉપર,તેનો કોમળ હાથ ફેરવતા કહ્યુ. આ શબ્દો  સાંભળીને  માયા થી એક પણ શબ્દ બોલાયો નહી અને તે મંજુબાને વ્હાલથી ભેટી પડી.
“મંજુબા તમે મારા શ્યામનુ ધ્યાન રાખજો,હુ શ્યામના પિતાને ગામ માથી શોધીને ધરે લઇ આવુ “શ્યામને મંજુબાના ખોળામા બેસાડતા માયા બોલી.
“મરવા દે એને,રોજે માર ખાઇને દુઃખથી રીબાયા કરે છે તુ,જવા દે તેને “મંજુબાએ મનુ ઉપર પોતાનો ગુસ્સો ઠાલવતા માયાને કહ્યુ.

“ના…મારે તેને ધરે લાવવા જોઇએ,હુ જાવ છુ,હમણા આવી “માયા એ મંજુબાને જવાબ આપતા કહ્યુ અને તે મનુને શોધવા એકલી અડધી રાતે નીકળી ગઇ.અંધારાથી ગામની ગલીયો શોભી રહી છે.કુતરાઓ માયાને જોઇને ભસી રહ્યા છે.ઓછા અજવાળામાં મચ્છરો ગણગણાટ કરી રહ્યા છે.
માયાની આંખોને આ અંધારુ,તેની સામે ભસતા કુતરા અને મચ્છરોના ગણગણાટ દેખાઇ રહ્યા નહોતા તેની આંખોમા બસ તેનો પતિજ દેખાઇ રહ્યો હતો. તે બધીજ શેરીઑ ફરી રહી હતી પરંતુ તેની નજરમા તેનો પતિ દેખાતો નહોતો.જેના લીધે તેની ચિંતા વધી રહી હતી.તે ધીમે ધીમે ગામના પાદર તરફ આગળ વધી રહી હતી તેની સાથે રાતનુ અંધારુ પણ વધી રહ્યુ હતુ.

* * * * * * * * * * * * * * * * * * *

“પૈસા…પુરે પુરા કયારે આપીશ,પૈસા ન હોય તો તીન પતી  રમવા કેમ આવે છે “એક પુરુષે મનુના ફાટેલા શટઁનો કોલર પકડતા ઉંચા અવાજે કહ્યુ.
“તેની સાથે ભાઇબાપા કરવાથી મેળ નહી પડે આપડા પૈસાનો,મેથીપાક આપશુ ત્યારે આપડા પૈસા પતશે “બીજા પુરુષે મનુના બરડામા જોરથી લોખંડનો સળીયો મારતા કહ્યુ.
મનુ જમીન ઉપર ઢળી પડ્યો. પેલા બંન્ને પુરુષો જમીન ઉપર ઢળી પડેલા મનુને જોર જોરથી એકી ધારા લાતો મારી રહ્યા હતા.
“નહી…મને…મારો…મા…હુ તમારા પૈસા આપી દઇશ તમને,પણ તમે મને મારોમા….”મનુ ઉપર લાતોનો વરસાદ વરસી રહ્યો હતો જેના લીધે  મનુ આવી બુમો પાડી રહ્યો હતો.
“બસ…કર..મરી જશે “એક પુરુષે મનુને લાતો મારી રહેલા બીજા પુરુષને કહ્યુ.
“મરી જાય તો કયા આપણા બાપનો દિકરો છે “આવુ કહેતા તે પુરુષે મનુના માથા ઉપર જોરથી  લોખંડનો સળીયો મારો.

મનુ નુ માથુ ફુટી ગયુ.તેના પગ ધીમે ધીમે હલનચલન કરી રહ્યા હતા.તેને કંઇ દેખાતુ કે સમજાતુ નહોતુ.તે બેભાન અવસ્થામાં ગામના પાદરમા અડધી રાતે પડ્યો હતો.પેલા બંન્ને પુરુષો તેને છોડીને ભાગી ગયા.
માયા અડધી રાતે તેના પતિને શોધતી શોધતી ગામના પાદર તરફ આવી.તેને જોયુ કે કોઇ પુરુષ બેભાન અવસ્થામાં પડ્યો છે.તે તેની નજીક આવી અને જોયુ તો તે તેનો પતિ મનુ હતો.તેના માથા માથી લોહી નિકળી રહ્યુ હતુ.તેની આસપાસ માખીઓ અને મચ્છરો ઉડી રહ્યા હતા.તેના આખા શરીર ઉપર ધુળ ચોંટી હતી.માયાએ તેના પતિને બોલાવ્યો પરંતુ કોઇ જવાબ ન મળયો.તેને તેનો હાથ પોતાના પતિની છાતી ઉપર રાખ્યો પણ હૃદયના ધબકારાની ધ્રુજારી તેના હાથની નશો સાથે ન મળી તે ગભરાઇ ગઇ.તેને પોતાનો કાન તેના પતિની છાતી ઉપર રાખ્યો ત્યારે તેના હૃદયના ધબકારાનો ધીમો અવાજ સંભળાયો.

તેને પોતાના પતિને બે હાથ થી ઉઠાવ્યો અને પોતાના ખંભા ઉપર તેનો એક હાથ મુકીને તેની સાથે ઉભો રાખ્યો.તેની ધુળ ચોંટેલી આંખો ઉધડી.આ જોયને માયાની આંખના ખુણા લાગણીથી ભીંજાઇ ગયા.માયા ધીમે ધીમે ચાલીને તેના પતિને પોતાની બાહોમા લઇને તેના ધરે લાવી.માયાએ તેના પતિના ફુટેલા માથા ઉપર હળદર વાળા કપડાનો પાડો બાધ્યો.ઘવાયેલા શરીરના ધા ઉપર તેને હળદરનો લેપ લગાડ્યો.ત્યાર બાદ તેને તેના પતિને એક ખાટલા ઉપર સુવડાવ્યો અને તેને વિંજણાથી  પવન નાખવા લાગી.મનુ સુઇ ગયો હતો.માયાના હાથમા વિંજણો સ્થીર હતો .તે દિવાલના ટેકે આંખો બંધ કરીને સુઇ ગઇ હતી.

* * * *

ઉગતો સુરજ ધરતી પર તેના કિરણો પાથરતો હતો.
પંખીઓ કલરવ કરતા કરતા આકાશમા ઉડી રહ્યા હતા.માયાની આંખો આ પ્રકાશના કિરણોએ ખોલી.તેને પોતાના હાથમા રહેલો વિંજણો દિવાલ ઉપર રહેલી ખીલી ઉપર લટકાવ્યો.તેને જોયુ તો તેનો પતિ ધસધસાટ ઊંઘી રહ્યો હતો.પરંતુ સુરજનો પ્રકાશ તેના પતિની આંખો ઉપર પડી રહ્યૉ હતો.તેને પોતાની નવી સાડીને તેના પતિના ખાટલા પાસે રહેલી દોરી ઉપર નાખી અને એક પડદો બનાવ્યો. આ પડદો તેના પતિ ઉપર પડતા સુરજના પ્રકાશને રોકતો હતો.જેથી કરીને તેના પતિના આરામમા કોઇ ખલેલ ન પહોંચે.

માયાએ પોતાનુ ધર સાફ કરુ.સ્નાન કરીને તુલસીના છોડ ને સુરજની હાજરીમા પાણી ચડાવ્યું  અને તે પોતાના માટે ચા બનાવા લાગી .ત્યા મંજુબા તેના છોકરા શ્યામને લઇને આવ્યા.
“માયા….તુ તો રાતે આવીજ નહી,તારો છોકરો રડતો હતો તો મે તેને મારા ધરે સુવાડી દીધો “મંજુબાએ માયાને તેનો શ્યામ આપતા કહ્યુ.
“સારું…કરુ…બા…હુ  રાતે મોડી આવી હતી “મંજુબા સામે સ્મીત કરતા માયા બોલી.
“તારો ધરવાળો તને મળ્યો?”, મંજુબાએ થોડા ઉંચા અવાજે ફિકર કરતા માયાને પુછ્યુ.
“હા…ગામના પાદરથી મળ્યા મને “માયાએ રકાબીમા ચા ઠારતા કહ્યુ.
“એ  હુ કરતો હતો પાદરે? “મંજુબાએ રકાબી માથી ગરમ ચાનો ધુટડો ભરતા માયાને પુછ્યુ.
“લોહી…લુહાણ…બેભાન અવસ્થામાં પડ્યા હતા “માયાએ જવાબ આપ્યો.
“કોઇ એ તેને માર મારો કે શુ ?”મંજુબાએ ખાલી રકાબી જમીન ઉપર મુકતા ફરી માયાને પુછ્યુ.
“હા..ઢોર માર મારો છે,હુ સમયસર પહોંચી ન હોત તો તે આજે જીવતા ન હોત “માયાએ આંસુથી ભીની થયેલી આંખો ઉપર પોતાનો હાથ રાખતા કહ્યુ.

“મરી ગયો હોત તો સારુ હતુ,તને રોજે ઢોરની જેમ દારુ પીયને જુડે છે…નાલાયક “મંજુબાએ ગુસ્સો ઠાલવતા અને માયાની સુજી ગયેલી આંખ,અને ગાલ ઉપર થપ્પાડના નિશાન જોતા  માયાને કહ્યુ.
“ના…બા….એ મરવા ન જોઇએ….એ જીવવાજ જોયે “માયાએ પોતાના આંસુ લુછતા કહ્યુ.
“મરી જાય તો તારે તો શાંતી,રોજની માથાકુટ તો મટે “મંજુબાએ ફરી કડવા શબ્દો બોલતા કહ્યુ.
“જો એ મરી જશે તો હુ વિધવા થઇ જઇશ,મારા સૌભાગ્યનો સીંદુર કાયમ માટે ભુસાઇ જશે.મારો સુડલો કાયમ માટે નંદવાઇ જશે,મારુ મંગલસુત્ર કાયમ માટે અમંગલ થઇ જશે,મારો શ્યામ પિતાની છત્રછાયા કાયમ માટે ગુમાવી દેશે ,હુ અને મારો શ્યામ તેના પિતા વગર નિરાધાર થઇ જશુ.એટલે મારે તેના રોજ માર ખાઇને પણ તેને જીવતા રાખવાના છે”આટલુ બોલતા માયાની આંખો લાગણીના આંસુથી છલકાઇ આવી.
“વાત..તારી સાચી છે હો માયા,ભગવાન ને પ્રાથઁના કરુ કે બધુ તમારી વચ્ચે  સારુ થઇ જાય”લાગણીના આવેગમા રડી રહેલી માયાને પ્રેમથી ગળે ભેટી પડતા બોલ્યા.

“હા…બા…ભગવાન બધુજ સારુ કરી દેશે “માયાએ મંજુબાને જવાબ આપતા કહ્યુ.
“બા….હુ ડોક્ટરને બોલાવીને લાવુ,શ્યામ ના પિતાની સારવાર કરાવવી પડશે,તમે થોડી વાર માટે શ્યામનુ ધ્યાન રાખજો. “માયા મંજુબાને આટલુ કહીને ડોક્ટરને લેવા માટે ચાલી ગઇ.
સુરજનો પ્રકાશ રોકતા સાડીના એ પડદા પાછળ સુતેલો મનુ જાગીને ખાટલામા બેઠો હતો. માયા અને મંજુબાએ કરેલી વાત સાંભળતો હતો.તેની આંખોમા આવેલા આંસુના ઝળઝળીયા તેની પત્ની માયાની લાગણીને ઠેસ પહોંચાડ્યાની અનુભુતી કરાવી રહ્યા હતા.માયા અને મંજુબા વચ્ચે થયેલા તે સંવાદને સાંભળીને તેને એક તરફ પસ્તાવો થતો હતો તો બીજી તરફ  માયા પ્રત્યે લાગણી થતી હતી.ત્યાજ માયા ડોક્ટરને લઇને આવી.

“તમે જાગી ગયા,લ્યો આ ગરમ પાણી “પાણીનો લોટો તેના પતિને આપતા માયા બોલી.તેના પતિ મનુએ માયાના હાથ માથી પાણીનો લોટો લઇ લીધો અને માયાને પોતાની બાજુમા બેસાડી. મનુએ માયાના ચહેરા ઉપર તેનો હાથ અને આંખો  ફેરવી તો તેને સુજી ગયેલી આંખ,ગાલ ઉપર પડેલી થપ્પાડ ની ભાત,ફુટેલુ માથુ દેખાયુ.તેને માયાને આપેલુ આ દુ:ખ હવે રડાવી રહ્યુ હતુ.માયા એ તેની નફરત સામે જંગે ચડીને તેનામા પ્રેમ જગાડ્યો હતો.
“માયા.. મને માફ કરી દે…હુ તારી લાગણી ના સમજી શકયૉ તે માટે “બે હાથ જોડીને મનુ માયાની માફી માગી રહ્યો હતો.
“હુ માફ કરુ…પણ મારી અમુક શરત છે “માયાએ મનુના હાથ પોતાના હાથમા લેતા કહ્યુ.
“તારી બધીજ શરત મને મંજુર છે…બોલ….તુ “મનુએ તરતજ માયાને જવાબ આપતા કહ્યુ.

“રોજ મારી સાથે કામે આવાનુ,આજ થી દારુ અને જુગાર બંધ “માયાએ પોતાની શરતો તેના પતિની સામે મુકતા કહ્યુ .

“મંજુર છે…આજ થી  દારુ અને જુગાર બંધ “મનુએ માયાની શરતને મંજુર કરતા કહ્યુ.માયાએ મનુને માફી બક્ષી.
માયા અને મનુની આંખો એક બીજા ઉપર સ્થીર હતી.ત્યા માયાએ ફરી મનુને એક સવાલ કર્યો.
“તમે મારી શરત કેમ મંજુર કરી?”
“તે મને મરતા બચાવ્યો અને નવી જીંદગી જીવતા શીખવાડુ એટલે “મનુએ જવાબ આપ્યો. બન્ને  એકબીજા સામે જોઇને સ્મીત કરી રહ્યા હતા. તો બીજી બાજુ શ્યામ પણ હસી રહ્યો હતો. માયાની લાગણી એ મનુ ના હૃદયમા તેના માટે પ્રેમનુ પરિવર્તન પેદા કરી દીધુ. હવે માયા,મનુ અને શ્યામ ખુશીથી સાથે રહીને જીંદગી જીવી રહ્યા છે.

મિત્રો, આપણા દેશના ગામડાની ધણી પત્નીઓ તેના દારુડીયા પતિ સાથે રોજ મગજમારી કરીને પોતાની જીંદગીને રોજ નવા દુ:ખ સામે પોતાની જાતને ટકાવી રાખવા માટે રોજ નવી સહનશીલતા કેળવે છે અને પોતાની જીંદગી આગળ ધપાવે છે .આવી પત્નીઓને મારી સો સલામ.

* * * * * * * * *

લેખક : ખોડીફાડ મેહુલ (ગુરુ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment