“મેંદુ વડા” કેવી રીતે બનાવશો?

99

મેંદુ વડા રેસિપી

મેંદુ વડા એક દક્ષિણી ભારતની વાનગી છે અને તેને નારયેલની ચટણી અને સાંભર સાથે ખાવામાં આવે છે. અને આ મેંદુ વડા દાલ અને મસાલાથી જેમ કે જીરું, મરી પાવડરથી બનતી આ વાનગી તમે અમારી આ પોસ્ટ વાસીને બનાવો તમારે હોટલ પર નહિ જાવું પડે. તમે ઘરે જ હોટેલ જેવા મેંદુ વડા બનાવી શકો છો. તો ચાલો અમે તમને એની રીત સમજાવીએ

સામગ્રી :

૧ કપ અડદ દાળ, ૧ નંગ ડુંગળી, ૧ ચમચી જીરું, ૧ ચમચી મરી પાવડર, ૫ થી ૭ કરીના પાન, ૨ લીલી મરચી, એક ચપટી હિંગ, ૩ ચમચી બારીક કાપેલી કોથમીર, તેલ તળવા માટે અને નમક સ્વાદ અનુસાર

વિધિ :

૧) એક તપેલામાં અડદની દાલ નાખો.

૨) હવે તેમાં પાણી નાખીને દાળને સારી રીતે ધોય લો પછી તે તપેલામાં ૧/૫ કપ જેટલું પાણી નાખીને તે દાળને પલાળી રાખો. અને તેને ૩ કલાક સુધી પલાળો.

૩) હવે ૩ કલાક પછી તે દાળને પાણીમાંથી કાઢીને પછી મિક્ષર કે બ્લેન્ડરથી સારી રીતે પીચી લો.

૪) દાળ બારીક થાય ત્યાં સુધી તેને પીચી અને સારી રીતે દાલ પીચવા માટે તેમાં થોડું ઠંડુ પાણી નાખો બહુ વધારે પાણી નાં નાખવું. બધી દાલ સારી રીતે પીચાય જાય પછી તે દાલના મિશ્રણને એક બાઉલમાં કાઢી લો.

૫) પછી તે મિશ્રણને બે મિનીટ સુધી તે બાઉલમાં હલાવો મિશ્રણ હલાવાથી ફાયદો એ થશે કે વડા એકદમ મુલાયમ બનશે. અને મિશ્રણ બરાબર બની ગયું છે એ જોવા પાણીમાં થોડું મિશ્રણ નાખો જો તે મિશ્રના પાણી પર તરશે તો મિશ્રણ બરાબર છે.

૬) પછી તે મિશ્રણમાં ૧ બારીક કાપેલી ડુંગળી, ૧ ચમચી જીરું, ૧/૨ ચમચી મરી પાવડર, ૫ થી ૭ કાપેલા કરીના પતા, ૨ લીલી મરચી બારીક કાપેલી, એક ચપટી હિંગ, ૩ ચમચી બારીક કાપેલી કોથમીર, અને સ્વાદ અનુસાર નમક.

૭) સારી રીતે મિક્ષ કરો.

૮) હવે એક કડાઈમાં તેલ નાખીને તેને ધીમા ગેસ પર ગરમ કરો. પછી થોડું પાણી હાથ પર લગાવીને તમારી હથેળીઓ ભીની કરો. અને લીંબુ જેટલો તે મિશ્રણ હાથમાં લઈને તેના ગોળ વડા બનાવો.

૯) હવે ગોળ વડા થાય પછી તમારા હાથના અંગુઠાથી વડાની અંદર હોલ કરો.

૧૦) પછી જયારે તેલ ગરમ થઇ જાય તો તેમાં એક પછી એક વડા મુકો. અને એક વારમાં ૩ કે ૪ વડા જ તળો. પછી તે વડા ને પલટાવીને બીજી બાજુ સારી રીતે તળો વડા ભૂરા રંગના અને કુરકુરા થઇ જાય ત્યાં સુધી તને તળો.

૧૧) હવે વડાને તેલમાંથી બહાર કાઢી એક પેપર નેપકીન પર મુકો અને હવે બીજા વડા પણ એવી જ રીતે તળી લો મેંદુ વડા ત્યાર છે ગરમ સાંભર સાથે તેને પીરચો.

સુસના : 

દાલ પીચાતી વખતે યાદ રાખો વધારે પાણી નાં નાખો પાણી વધારે હશે તો મિશ્રણ એકદમ ઢીલું થઇ જશે અને પછી તેના વડા બનાવામાં મુશ્કેલી પડશે. મિશ્રણ તૈયાર થઇ જાય પછી વધારે નાં પીચો જો એવું કરશો તો મિશ્રણ છીક્ણું થઇ જશે અને વડાનો ગોળ આકાર નહિ થઇ શકે. વડા તળતી વકહ્તે વધારે તેલ પીછે તો સમજી લેવાનું કે દાલ પીચતે ટાઇમ પાણી વધારે નાખ્યું હશે.  અને મિશ્રણ વધારે ઢીલું થાય તો તેમાં ૨ કે ૩ ચમચી જેટલો ચણાનો લોટ નાખવો. વડાને તમે હથેળીથી ગોળ આકાર નથી આપી શકતા તો તમે કેળાના પાનનો પણ ઉપયોગ કરી શકો છો. કેળાના પાન પર થોડું મિશ્રણ નાખીને તે પાનને ગોળ વળી લો એટલે વડાનો આકાર એકદમ ગોળ થઇ જશે. પછી તે પાનમાંથી વડાને ધીમા હાથે લઈને તેલમાં તળો. તેલને ધીમા ગેસ પર ગરમ કરો. તેલ વધારે આશ પર ગરમ થશે તો વડા એકદમ જલ્દી ભૂરા કલરના થઇ જશે અને તે અંદરથી કાચા હશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment