પનીરની કોઈ પણ સબ્જી હોય ઘરમાં સૌની ફેવરીટ જ હોય છે , તો ચાલો આજે બનાવીએ “મેથી મલાઈ પનીર”

76
home-made-methi-malaai-paneer

મેથી મલાઈ પનીર

સામગ્રી

પંનીર 200 ગ્રામ ક્યૂબ્સ, લીલા મરચા 1, ડુંગળી 1, આદુ લસણની પેસ્ટ 1 ચમચી, ટામેટા 1, મેથી પત્તી 100 ગ્રામ, ધાણાજીરુ એક ચમચી, લાલ મરચાંનો પાવડર 1/2 ચમચી, હળદર પાવડર ચપટી, ગરમ મસાલો એક ચમચી,
દૂધ 2 ચમચી, તાજી ક્રીમ એક કપ, કાળા મરી 1 ચમચી, ઘી 1 ચમચી

રીત

એક પેનમાં ઘી ગરમ કરો અને તેમા પનીરના ક્યૂબ્સ નાખીને 2 મિનિટ સુધી ફ્રાઈ કરો. પનીરને નિતારી એક તરફ મુકી દો. હવે એ જ કઢાઈમાં થોડુ વધુ તેલ નાખીને તેમા સમારેલા મરચાં અને ડુંગળી નાખીને ફ્રાય કરો. ત્યારબાદ આદુ લસણનું પેસ્ટ નાખો અને 5 મિનિટ માટે થવા દો. ત્યારબાદ તેમાં સમારેલી મેથી નાખી દો. હવે તેમા બધા મસાલા જેમ કે લાલ મરચુ, ધાણાજીરુ, હળદર, ગરમ મસાલો નાખો અને 2 મિનિટ સુધી હલાવતા રહો. હવે આ ફ્રાય મસાલામાં દૂધ અને ક્રીમ નાખો અને થોડીવાર માટે થવા દો. હવે ગ્રેવીમાં કાળા મરીનો પાવડર અને તળેલા પનીરના ટુકડા નાખો તેમજ 2 મિનિટ સુધી થવા દો પછી ગેસ બંધ કરી દો. આ કરીને ભાત, રોટલી, નાન કે પછી પરાઠા સાથે ખાઈ શકો છો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment