મીની ફ્રુટ ફેશિયલ કરો અને મેળવો ૩૦ મિનીટમાં જ સુંદર ચહેરો

48

જો તમે સ્કીનના રુખેપન અને દાગ ધબ્બાથી પરેશાનીમાં છો અને તહેવારના ખાસ અવસર પર ઘરમાંથી ભાર જવાનો સમજ નથી અથવા પછી તહેવારના દિવસોમાં પાર્લરની ભીડ જોઇને તમારું મન નથી થતું તો તમે જાતે જ ઘરે સરળતાથી ફેશિયલ કરી શકો છો. અમે તમને મીની ફ્રુટ ફેશિયલ કરવાનો સાચો ઉપાય કહી રહ્યા છીએ. સ્ટેપ બાય સ્ટેપ ઘરે જ તમે માત્ર અડધા કલાકમાં જ આ મીની  ફ્રુટ ફેશિયલ કરી શકશો. આ ફેશિયલ પછી તમારી ત્વચા પર નિખાર આવી જશે તમારી સ્કીન ગ્લો કરવા લાગશે.

ફેશિયલ કરવું બહુ મુશ્કેલ નથી પરંતુ તમને ફેશિયલ કરવાનો સાચો ઉપાય ખબર હોવી જોઈએ. જો તમે સરખી રીતે ફેશિયલ ન કરી શક્યા તો એનાથી તમારા મોઢા પર વધતી ઉમરની રેખાઓ ચુપ્વાને બદલે દેખાવાની શરુ થઇ જશે તો ચાલો તમને કહીએ કે તમારા ઘર પર જ સરળતાથી કેવી રીતે મીની ફ્રુટ ફેશિયલ કરી શકો છો.

મીની ફ્રુટ ફેશિયલનું સ્ટેપ ૧-ક્લીનસિંગ

મીની ફ્રુટ ફેશિયલમાં સૌથી પહેલા કલીન્જીંગ કરવામાં આવે છે. આના માટે પોતાના ચહેરાને કાચા દુધમાં પલાળેલ રૂથી સાફ કરી લો. એના પછી પોતાના ચહેરાને મીડીયમ પાણીથી ધોઈ લો. દુધથી ચહેરા પર રહેલ ગંદકી સાફ થશે. હવે તમારી સ્કીનને સ્ક્રબ કરવાની છે આનાથી ડેડ સ્કીન નીકળી જશે અને ત્વચાની ટેનિંગ પર દુર થાય છે. એના માટે તમે એક ચમચી ઓટનો લોટ અને એક ચમચી લીંબુની છાલનો પાઉડર લો પછી તેમાં ગુલાબ જળ મિક્સ કરી પેસ્ટ બનાવો અને આને ચહેરા પર ગોળ ગોળ રગડતા રગડતા મસાજ કરો. આ પેસ્ટને ગરદન પર પણ લગાવો. ૨-૫ મિનીટ પછી સ્ક્રબને હુંફાળા પાણીથી ધોઈ લો.

સ્કીનના કલરને લાઈટ કરવા તમે ચહેરા પર મધ લગાવો. મધ એક બ્લીચીંગ એજટની જેમ કામ કરે છે અને ખાલી ૧૦ મિનીટ લગાવી રાખવાથી જ બ્લીચીંગ જેવો નેચરલ નિખાર મળે છે.

મીની ફ્રુટ ફેશિયલનું સ્ટેપ ૨-ફેશ મસાજ

ફેશીયલની મસાજ શરુ કરો તે પહેલા, એક તપેલામાં પાણી ગરમ કરો આ પાણીમાં સ્વચ્છ ટુવાલ ડુબાડો અને પછી એ ટુવાલની વરાળથી પોતાના ચહેરાને સ્ટીમ કરો આનાથી તમારી સ્કીનમાં રહેલા છિદ્રો ખુલી જશે અને તમારી સ્કીન સારી રીતે અબ્જોબ્સ કરી શકશે.

મીની ફ્રુટ ફેશિયલ મસાજ માટે તમે એક પાકેલું ટમેટું લઈને એનો રસ કાઢી લો. એમાં લીંબુનો રસ નીચોડો. આ પેસ્ટમાં ૨૦-૩૦ મિનીટ માટે રાખો. પછી એમાં એક ચમચી રસ ભેળવી આને પોતાના ચહેરા પર અને ગરદન પર હળવા હાથે મસાજ કરો. ધ્યાન રાખવું કે ફેશિયલ મસાજ હમેશા નીચેથી ઉપરની બાજુ કરવાની હોય છે જેનાથી તમારી સ્કીન ટાઈટ થાય છે અને તમારી ઉંમરની રેખાઓ જલ્દી નથી પડતી. મસાજ કર્યા પછી ચહેરાને ૧૫ મિનીટ માટે આમ જ રહેવા દો અને પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો

મીની ફ્રુટ ફેશિયલનું સ્ટેપ ૩-ફેશ પેક

જો તમારી સ્કીન કાળી પડી રહી છે ત્વચામાં ફ્રેશનેશ લાવવા માટે એલોવેરાનું ફેશપેક લગાવો. પેસ્ટ બનાવવા માટે એક વાટકીમાં ૨ ચમચી ઓલીવ ઓઈલ અને એલોવેરા જેલ લો અને એમાં ઓટ્સની સરખી માત્રા ભેળવી પેસ્ટ બનાવી લો. અને લગભગ ૫ મિનીટ માટે હળવા હાથે ઘસો. પછી ૧૦ મિનીટ બાદ ચહેરાને ધોઈ લો. ડેડ સ્કીન કાઢનાર આ ખુબજ સારા સ્ક્રબના સ્વરૂપમાં કામ કરે છે.

જો તમે ટેનિંગની સમસ્યાથી પરેશાન છો તો લીંબુના રસમાં એલોવેરા મેળવીને ચહેરા પર લગાવાથી સ્કીન ટેનિંગ દુર થઇ જાય છે. એલોવેરા જેલમાં લીંબુના રસના થોડાક ટીપા મેળવો અને પોતાના ચહેરા અને ગળાના ભાગમાં લગાવો. ૧૫ મિનીટ પછી ચહેરાને નોર્મલ પાણીથી ધોઈ લો. આ પેક ટેનને હટાવીને ચહેરાને ગ્લોઈગ બનાવી દે છે.

તો આ રીતે તમે સરળતાથી પોતાના ઘરે જ ખાલી ૩ સરળ સ્ટેપથી મીની ફ્રુટ ફેશિયલ કરી શકો છો. આ ફેશિયલને ઘરે રહેલ વસ્તુઓ માંથી જ કરી શકાય છે. નેચરલ ગ્લો લાવનાર આ ફેશિયલની વસ્તુઓ પણ નેચરલ જ હોય છે તો તમે આ વર્ષે તહેવારમાં ફેશિયલ કરવાના છો તો આ રીતે ફેશિયલ કરો અને સ્કીનને ગ્લોઈગ બનાવી લો.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment