મીનીટોમાં જ ચહેરા પરની કરચલીઓ દુર કરી ચહેરાને ચમકાવી દેશે આ 5 રૂપિયાની વસ્તુ

48

ચહેરાનો રંગ નિખારવા અને વાળને તંદુરસ્ત બનાવવા માટે જુના સમયથી જ આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો હતો

ચહેરાની રંગત નિખારવી હોય, તવ્ચાને ચમકદાર બનાવવી હોય અથવા લહેરાતા તંદુરસ્ત વાળની દેખભાળ હોય આ બધા જ કામો માટે એક મુલ્તાની માટી જ બસ છે. મુલ્તાની માટી નેચરલ કંડીશનર અને બ્લીચ પણ છે. આ સૌંદર્ય નીખારવાનું સૌથી સસ્તું ઘરેલું નુસ્ખો છે. આવો આજે જાણીએ મુલ્તાની માટીના કઈક ખાસ બ્યુટી ટીપ્સ વિશે જે તમારી ખુબસુરતીને વધારે નીખારી દેશે.

અડધી ચમચી સંતરાનો રસ લઈને તેમાં ૪-૫ ટીપા લીંબુનો રસ, અડધી ચમચી મુલ્તાની માટી, અડધી ચમચી ચંદનનો પાવડર અને થોડા ગુલાબજળના ટીપા મેળવીને થોડીવાર માટે ફ્રીઝમાં રાખો. તેને ચહેરા ઉપર લગાવીને ૧૫ થી ૨૦ મીનીટ સુધી રાખો. ત્યાર બાદ તેને પાણીથી ધોઈ નાખો. આ તેલીય ત્વચાનો સૌથી સારો ઉપાય છે.

કરચલીની સમસ્યાથી પરેશાન લોકો માટે તો મુલ્તાની માટી જ સૌથી અસરકારક ઈલાજ છે. કારણ કે મુલ્તાની માટી ચહેરામાંથી તેલ સોશી લે છે, જેનાથી કરચલી સુકાય જાય છે.

જો તમારી તવ્ચા ડ્રાય છે તો કાજુને આખી રાત દૂધમાં પલાળી દો અને સવારે ઝીણું પીસીને આમાં મુલ્તાની માટી અને મધના થોડાક ટીપા મેળવી લો.

તેલીય ત્વચા માટે મુલ્તાની માટીમાં દહીં અને ફુદીનાના પાંદડાનો પાવડર મેળવીને તેને અડધી કલાક સુધી રાખવું, પછી સારી રીતે મેળવીને ચહેરા અને ગળા પર લગાવો. સુકાઈ જાય પછી હળવા ગરમ પાણીમાં ધોઈ લો. આ તેલીય ત્વચાને ચીકણાઈરહિત રાખવામાં અસરકારક ઉપાય છે.

મુલ્તાની માટીને એક કટોરી પાણીમાં પલાળી દો. ૨ કલાક પછી જયારે મુલ્તાની માટી સારી રીતે સુકાઈ જાય ત્યારે તેના પાવડરને હળવા હાથેથી વાળને મસાજ કરો. પાંચ મીનીટ સુધી આવું કરો. શિયાળામાં  હળવા ગરમ પાણીથી માથાને ધોઈ લો. વાળ મુલાયમ અને ચમકદાર બની જશે.

મુલ્તાની માટી અને મધથી બનેલું પેક ત્વચામાંથી તેલ ઓછુ કરવા અને ત્વચાને હળવી ટોન કરવામાં ઉતમ છે. આ પેકને બનાવવા માટે ૨ ચમચી મુલ્તાની માટી, ૨ ચમચી મધ અને ગુલાબજળના થોડા ટીપાં મેળવીને તેનું પેસ્ટ બનાવો. પછી તેને ૨૦ મિનીટ લગાવીને ધોઈ લો.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment