મિશ્ર ઋતુમાં તમારા શરીર સ્વાસ્થ્ય બાબતે કઈ કાળજી રાખવી ? જાણો વધુ…

18

અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે. આયુર્વેદ શાસ્ત્રમાં વસંતને ઋતુરાજ કહેવામાં આવે છે. ઋતુરાજ એટલે ઋતુઓનો રાજા. પરંતુ આ ઋતુઓનો રાજા વસંત ઋતુ આપણા પાચન તંત્ર માટે ક્યારેક જોખમી પણ બની શકે. છે જતાં જતાં શિયાળાની ઠંડી સાવ ઓછી હોય છે. પરંતુ તેની અસર ખૂબ મોટી હોય છે. કારણ કે ત્યારે મિશ્ર ઋતુ જોવા મળે છે. નહિ શિયાળો કે નહિ ઉનાળો તેવું વાતાવરણ જોવા મળે છે.આવા ઋતુ સંધિ કાળના સમયમાં એટલે કે મિશ્ર ઋતુના દિવસોમાં સામાન્ય રીતે કફ થઈ જવાની શક્યતા વધી જાય છે. અને કફના કારણે તમારા જઠરાગ્નિને મંદ પાડે છે. જેથી આવા મિશ્ર ઋતુના સંધીકાળના સમયમાં ખાવા-પીવામાં કેટલીક સાવચેતી અને તકેદારી રાખવી ખાસ અનિવાર્ય બને છે. તો ચાલો આજે અમે તમને મિશ્ર ઋતુમાં તમારા શરીર સ્વાસ્થ્ય બાબતે તમારે શું કાળજી રાખવી તે વિશે જણાવીએ.

૧.) હળદર, ચણા, મૂળા વગેરે આહારમાં લેવા જોઈએ.

આવા ઋતુ સંધિ કાળના સમયમાં એટલે કે મિશ્ર ઋતુના દિવસોમાં સામાન્ય રીતે પાચનશક્તિ પર થતી ખરાબ અસરથી બચવા માટે દરરોજના ખોરાકમાં શેકેલા ચણા, જુના ઘઉં, જવ અને આખા બાફેલા મગ નિયમિત રીતે આહારમાં જોઈએ. સવારના નાસ્તામાં ચણા અને મૂળા  લઈ શકાય..જયારે બપોરના જમવામાં કાચી હળદર અને આદુ નિયમિત રીતે લેવું જોઈએ. જૂના ઘઉં અને જવનો લોટ અથવા આખા ખાવાનું રાખવું જોઈએ. અને સાંજના જમવામાં  બાફેલા મગ લીંબુ સાથે ખાવા જોઈએ.

૨.) આહારમાં શેરડીનો રસ, દ્રાક્ષારીષ્ટ અને સરકો લેવો જોઈએ.

મિશ્ર ઋતુના દિવસોમાં કફ થવાના કારણે તમારો જઠરાગ્ની પ્રદીપ્ત થવાને બદલે મંદ પડી જાય છે. અને તેની સીધી કે આડકતરી અસર તમારા હૃદય પર થાય છે. જેથી આવા સમયે તમારા હૃદયને મજબુત રાખવા માટે નિયમિત આહાર સાથે શેરડીનો રસ, દ્રાક્ષારીષ્ટ અને સરકો પણ લેવો જોઈએ. એકી બેઠકે ભર પેટ ખાવાને બદલે ભલે થોડું થોડું પણ ત્રણથી ચાર કે ચારથી પાંચ વાર ખાવાનું ચાલુ રાખવું જોઈએ.

૩.) કફનો નાશ કરનાર ખોરાક ખાવો જોઈએ.

ઋતુ સંધિ કાળના સમયમાં એટલે કે મિશ્ર ઋતુના દિવસોમાં સામાન્ય રીતે કફ થઈ જવાની શક્યતા રહેલી હોવાથી કફનો નાશ કરનાર આહાર લેવો જોઈએ. આવી ઋતુમાં અડદની દાળ, મસૂરની દાળ, રિંગણા, પરવળ, કારેલા, તુરિયા, લીલા શાકભાજી, ખીરા કાકડી, નારંગી, શેતુર, હિંગ, મેથી, જીરૂ,હળદર, આમળા વગેરે આહારમાં ખાસ લેવા જોઈએ. એક વાત ખાસ યાદ રાખો કે આવી મિશ્ર ઋતુમાં હંમેશા પાણીને હુંફાળું કરી તેમાં સુંઠ નાખીને પીવું જોઈએ.

૪.) કડવા લીમડાની અકસીર કૂપળો.

શિયાળાની જાવક અને ઉનાળાની એવી મિશ્ર ઋતુના સમયે કડવા લીમડામાં મોલ, કે કુપળો આવતી હોય છે. આ મોલ, કે કુપણો અનેક ગુણોથી ભરપૂર હોય છે. આવી  10 થી 15 કુંપળ  લઈ તેને 3 કાળા મરી સાથે બરાબર ચાવીને ખાવાથી કફમાં ઘણી રાહત જોવા મળે છે. વસંત ઋતુના  પ્રારંભ સાથે  ૧૦ થી ૧૫ દિવસ સુધી આ પ્રયોગ કરવાથી કફનો નાશ થાય છે. સાથે સાથે ચામડીના વિકારો પણ દૂર થાય છે. લોહીનો બગાડ દૂર થાય છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તાવ આવવાની શક્યતા ઘટી જાય છે. કડવા લીમડા પર આ ઋતુમાં એક-બે અઠવાડિયામાં કુંપળો ફૂટ્યા બાદ ફૂલ બેસે છે. આ ફૂલનો રસ સતત પંદર દિવસ સુધી પીવાથી મેલેરિયા સામે રક્ષણ મળે છે.

૫.) તેલ માલિશ અને સૂર્યનો કૂણો તડકો.

આવી મિશ્ર ઋતુમાં વહેલી સવારે આખા શરીરે તેલ માલિશ કર્યા પછી આમળાનો પાવડર, ત્રિફળા ચૂર્ણ અને ચણાનો લોટ ભેગો કરી અને તેને શરીરે ઘસીને માલીશ કાર્ય પછી 10 મિનિટ સુધી રહેવા દેવું. પછી સાવ હુંફાળા ગરમ પાણીથી સ્નાન કરી લેવું. ત્યારબાદ વહેલી સવારના તાજા તાજા આવી રહેલા કુણા તડકામાં ઓછામાં ઓછું અડધો કલાક જેટલું બેસવું. આમ કરવાથી ચામડી સિલ્કી અને ચમકદાર થઇ જશે. અને સૂર્યના તાજા તડકાથી વિટામિન ડી પણ મળશે અને રોગપ્રતિકાર શક્તિમાં વધારો થશે.

6.) અમુક વસ્તુઓ ખાવા પર ખાસ ધ્યાન આપો.

આવી મિશ્ર ઋતુમાં સુકી, તીખી, તુરી અને કડવી વસ્તુઓ ખાવામાં રોજેરોજ ખાસ લેવી જોઈએ. સવારે નરણા કોઠે મોટી હરડેનું ચાર ગ્રામ જેટલું ચુર્ણ મધ સાથે રોજ લેવાનું રાખો. સતત પંદર દિવસ સુધી દૂધમાં ચોખ્ખું ઘી અને મધ નાંખીને ગરમા ગરમ પીવું જોઈએ. એક વર્ષ જુના ઘઉંના લોટમાંથી રોટલી બનાવીને ખાવાથી કફ નહી થાય. પાચનમાપણ  સુધારો થશે. આવી મિશ્ર ઋતુમાં ચોખા પણ એક વર્ષ જુના વાપરવા જોઈએ. વહેલી સવારે નિયમિત કસરત કરો છો તો યોગાસન કરો.

૭.) અમુક ચીજ વસ્તુઓ ખાવાનું બિલકુલ બંધ કરો.

ઠંડા, ચીકણા, ગરવાળા કે ખાટા-મીઠા પદાર્થો આવી મિશ્ર ઋતુમાં ખાવા જોઈએ નહીં. આ ઉપરાંત બટેટા,  ડુંગળી, નવો ગોળ અને ભેંસનું દૂધ ન લેવું જોઈએ. તાજા કે સૂકા શિંગોડા પણ ન ખાવા જોઈએ. મેંદામાંથી બનાવેલી વસ્તુઓ કે આથાવાળી વસ્તુઓ તથા આઈસ્ક્રીમ બિલકુલ ન ખાવા. તદઉપરાંત ભાત ખાવાનું પણ ઓછું કરવું જોઈએ અને શક્ય હોય તો ભાત સવારે ખાઈ લેવા પણ રાત્રે ભાત બિલકુલ ખાવા જોઈએ નહીં. સતત પ્રવૃત્તિમય રહો. અને હરતા ફરતા રહેશો તો તમારા શરીરનું આરોગ્ય સ્વસ્થ રહેશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment