નમક એટલે કે મીઠા વગર ફક્ત સ્વાદ જ નહિ પણ જીવન પણ નહિ

39

મીઠાને દરેક વ્યક્તિ ઓળખે છે, જાણે છે, પિછાણે છે. આમ જુઓ તો “મીઠું”સ્વાદે“ખારૂ” છે. આ મીઠું ફક્ત સ્વાદ માટે જ નથી પણ તે એક ઉત્તમ કુદરતી જીવન સંરક્ષક પણ છે, ખાંડની માફક. ત્યાં સુધી કે આયુર્વેદમાં તો અમુક મસાલાઓની મિલાવટ સાથે મીઠાને ઔષધી એટલે કે દવાની માફક ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.

નાનપણમાં નાનીમા (મમ્મીના મમ્મી) પાસેથી સાંભળેલી એક વાર્તામાં એક રાજકુમારી હતી. આ રાજકુમારીના પિતાએ એટલે કે મહારાજાએ એક વાર તેને પૂછ્યું કે આખા વિશ્વમાંથી તેને સૌથી વધુ પ્રિય કોણ છે? સીધી વાત છે કે મહારાજને રાજકુમારીના મુખેથી પોતાનું નામ સાંભળવાની ઈચ્છા હતી. પણ તેની લાડકી બેટી રાજકુમારીએ, કલ્પનામાં પણ ન હોય તેવું નામ આપ્યું નમક એટલે કે મીઠું. આ જવાબ સાંભળી રાજા નારાજ થઇ ગયા. અને તેની દીકરીને પોતાની નજરથી દૂર રહેવાનો હુકમ સંભળાવી દીધો. થોડા દિવસ પછી રાજના વૈદે રાજાને તેના સ્વાસ્થ્ય માટે મીઠા વગરનું ફીકું ખાવાની સુચના આપી. મીઠા વગરનું ફિક્કું ખાઈ ખાઈને દિવસ, મહિના, વર્ષ પસાર થતા ગયા. આમ વર્ષો વીત્યા બાદ વૈદના આદેશ અનુસાર ફિક્કું ખાઈ ખાઈને રાજા કંટાળ્યા ત્યારે તેને મીઠાનું મહત્વ સમજાણું, અને પોતાની કુંવરીની પસંદગી અને બુદ્ધિ ચાતુર્ય પર માન થયું. આમ જુઓ તો સામાન્ય બોલ ચાલની ભાષામાં પણ નમક હલાલ અને નમક હરામ જેવા મુહાવરા પણ ખાવા પીવાની બાબતમાં મીઠાનું મહત્વ બતાવે છે, અને તેનો સ્વીકાર કરે છે. મીઠાને વ્યક્તિના સૌંદર્ય સાથે ગાઢ – ઘનિષ્ઠ સંબંધ,તેનો ચહેરો નમકીન જેવો છે તેવા જાણીતા મુહાવરા પરથી પણ સ્પષ્ટ થાય છે. આવી જ રીતે મીઠાને લવણ અને લાવણ્ય જેવા શબ્દોથી પણ નવાજવામાં આવે છે.

૧.) જીવનમાં મીઠાનું મહત્વ.

મીઠું ફક્ત મૂળભૂત રીતે સ્વાદમાટે જ `નથી પણ તે દરેક વ્યક્તિના જીવિત રહેવા માટે પણ ખાસ જરૂરી છે. મીઠાનું રાસાયણિક નામ સોડીયમ ક્લોરાઇડ છે. જે તમારા મગજમાં અતિ સુક્ષ્મ વિદ્યુત ચુંબકીય પ્રક્રિયાઓનું સંચાલન કરે છે. આ સિવાય, તમારા શરીરમાં પાણીની માત્રાનું સંતુલન જાળવી રાખવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી પર જીવનનો પ્રારંભ મીઠા વાળા મહાસાગર માંથી થયો છે. અને એટલા માટે જ દરેક વ્યક્તિના જીવનનો મુખ્ય આધાર મીઠું છે. બાઈબલની એક સૂચક અને વિચાર પ્રેરકપંક્તિ છે, જો પૃથ્વી જ પોતાનું મીઠું ગુમાવી દયે તો પછી તેની પાછળ બાકી શું રહે? ઉનાળાની ઋતુમાં જયારે પરસેવાની સાથે તમારા શરીરમાંથી મીઠું પણ નીકળી જાય છે ત્યારે જીવન મુશ્કેલીમાં આવી પડે છે. આવી જ સ્થિતિ પેચીસ એટલે કે ડાયસેન્ટરીની બીમારીમાં પાણીના અભાવથી પણ ઉત્પન થાય છે.આ બીમારીના ઉપચારમાં સલાઈન એટલે કે મીઠાના પાણીનો બાટલો ચડાવીને કે ખાંડ મીઠાના પાણીનું દ્રાવણ બનાવીને ઓરલ ડીહાઈડ્રેશનથેરેપી મારફત તાત્કાલિક સારવાર કરવામાં આવે છે. ક્ષતિગ્રસ્ત કિડનીના કે બ્લડ પ્રેશરના દર્દીઓને મીઠાની પરેજી પાડવી પડે છે.એટલે કે મીઠાનો અને મીઠાવાળી ખાવાની ચીજનો ત્યાગ કરવો પડે છે. જો કે આનો વચલો રસ્તો એ પણ કાઢવામાં આવે છે કે ઓછા સોડીયમ વાળા ખાદ્ય પદાર્થનો ખાવામાં ઉપયોગનો નુસખો અપનાવવો.

મીઠું ફક્ત સ્વાદ માટે જ નથી પણ તે એક ઉત્તમ કુદરતી જીવન સંરક્ષક પણ છે. વિશ્વ ભરમાં હજારો સાલથી – પરા પૂર્વથી મનુષ્ય શાકભાજી સાથે જ નહિ પણ માંસ – માછલીને પણ મીઠા સાથે પકાવીને તેનો આનંદ લઇ રહ્યા છે. આ મીઠું દરિયાના, સાગરના, કે મહાસાગરના પાણીનું બાષ્પી ભવન થવાથી પ્રાપ્ત થાય છે. અને જ્યાં પત્થરકે ટેકરીઓને તોડીને મીઠાને કાઢવામાં આવે છે ત્યાં ભૂતકાળમાં ક્યારેક સમુદ્ર કેખારા પાણીનું મોટું તળાવ ચોક્કસ આવેલું હશે. પણ કોઈ કુદરતી આફતજેવી કે ધરતીકંપ કે જ્વાળામુખી જેવા કારણોથી તેનો નાશ થયો હશે. આમ જુઓ તો સદીઓથી મીઠાનો વેપાર આંતરરાષ્ટ્રીય વેપારને પ્રેરિત કરતો રહ્યો છે.

મીઠાનો ઉપયોગ ફક્ત સ્વાદને રુચિકર બનાવવા માટે જ થાય છે તેવું નથી પણ મીઠાનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. દર્દ પર મીઠું ભભરાવવાની કે છાંટવાની લોકવાણી તમે ચોક્કસ સાંભળી હશે તે બતાવે છે કે મીઠાના દુરઉપયોગનો પણ સંભવ છે. વ્રત, ઉપવાસના દિવસોમાં મીઠાની પરેજી પાળવાનો રીવાજ છે. પણ સિંધાલુણ નામનું મીઠું સમુદ્રના મીઠાથી જુદું પડે છે. તેથી આ સિંધાલુણ શાકાહારીઓ માટે અનુકુળ માનવામાં આવ્યું છે. ગંધકની ગંધવાળા કાળામીઠાનો ઉપયોગ તે લોકો પણ કોઇપણ જાતના ખચકાટ વિના કરે છે જે લોકો લસણને તામસી પદાર્થ ગણીને તેને વર્જ્ય માને છે.

આયુર્વેદમાં આયુર્વેદિક મસાલા મેળવીને તેનો ઔષધીય પ્રયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે લવણ ભાસ્કર જેવા પ્રયોગોમાં. દાડીમાષ્ટકઅને હિંગાષ્ટક જેવા ચૂર્ણ પણ મીઠા આધારિત છે. સામાન્ય માણસ માટે મીઠું ખુબજ મહત્વનું સમજીને ગાંધી બાપુએ અંગ્રેજો સામે અહિંસક રીતે લલકારીને મીઠાના સત્યાગ્રહની લડાઈ શરુ કરી હતી.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment