જ્યાં સુધી પાણીમાં ઉતરશો નહિ ત્યાં સુધી ખબર કેવીરીતે પડશે કે પાણી કેટલું ઊંડું છે…

17

હુ શનિવારે બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન પર import-export નો સેમીનાર ભરવા ગયો હતો. સેમીનાર શરૂ થવાને અડધી કલાકની વાર હતી.મે બહાર ઉભેલા એક જુવાન છોકરાને પુછ્યુ,

કોઈ પબ્લીક આવી છે કે નહી ? ”

“બસ, સેમીનાર શરૂ થવાને હવે થોડીકજ વાર છે,એટલે હમણા પબ્લીક આવી જશે”.તે છોકરાએ મને જવાબ આપ્યો.પછી અમે બન્ને વાતો કરતા હતા, ત્યા તેને મને પુછ્યુ,

“તમે કેટલુ ભણ્યા? ”

“મે કોલેજ પુરી કરી “મે તે છોકરાને જવાબ આપતા કહ્યુ.

“તમે બરોડામા શું કામ કરો ?”તે છોકરાએ ફરી મને સવાલ કરતા પુછ્યુ.

“હુ કંપનીમા નોકરી કરુ છુ “મે જવાબ આપતા કહ્યુ.

“તમારી કંપની શું બનાવે છે?”તે છોકરાએ મારો જવાબ સાંભળીને ફરી મને એક સવાલ કરો.”અમારી કંપની માણસની દવા બનાવે છે “મે તે છોકરાને જવાબ આપ્યો.

“તુ શુ કરે છે…..”મે તે છોકરાને પુછ્યુ.

“હુ મારા પપ્પાની લાઇટની દુકાન ચલાવું છુ”તે છોકરાએ જવાબ આપ્યો.

“તુ કેટલું ભણ્યો “મે તે છોકરાને પુછ્યુ.”મે બે વર્ષ કોલેજ કરીને ભણવાનુ છોડી દીધું “તે છોકરાએ મને જવાબ આપ્યો.

“તુ કયાથી આવે છે “મે તે છોકરાને ફરી એક સવાલ કરો.”હુ ધંધુકાથી આવ્યો છુ “તે છોકરાએ મને જવાબ આપ્યો.
“છેક..ધંધુકા થી અહી આ સેમીનાર ભરવા આવ્યો છે,સરસ……”મે તે છોકરાને કહ્યુ.પછી અમે બન્ને સેમીનાર હોલમા ગયા અને ત્યા ખુરશી પર બેઠા.

“તને આ સેમીનાર ની જાણકારી કંઈ રીતે મળી?”મે તેને પુછ્યુ.

“મને ફેસબુકમા જે એડ આવે છે,તેના પરથી આ સેમીનારની ખબર પડી “તેને મને જવાબ આપ્યો.
“ગુડ…..”મે તે છોકરાને કહ્યુ.

અમે જયા બેઠા હતા ત્યા,તે સેમીનાર નો એક માણસ આવ્યો અને સેમીનારને લગતા થોડા પેમપ‌‌લેટો અમને આપ્યા.હુ મને આપેલુ પેમપલેટ વાંચી રહ્યો હતો. પેલો મારી સાથે બેઠેલો છોકરો પણ પેમપલેટ વાંચી રહ્યો હતો.થોડીવાર પછી,તે છોકરો ઉભો થયો અને મને કહ્યુ, “ચાલ..ભાઈ..મને લાગે છે કે આમા મને કંઈ સમજ નહી પડે,હુ જાવ છુ….”

“અરે…..એવુ ના હોય,હજુતો સેમીનાર શરૂ પણ નથી થયો અને તુ કહે છે કે,મને સમજણ નહીં પડે….એવુ થોડી હોય “મે તે છોકરાને સમજાવતા કહ્યુ.

“ના…યાર…મારે જવું છે,મને ઈંગ્લીશ બોલતા નથી આવડતુ એટલે “તે છોકરાએ મને કહ્યુ.
“તુ ખાલી ખોટો મુંઝાઈશ નહી, ઈંગ્લીશ બોલતા તો મને પણ નથી આવડતુ “મે તે છોકરાને કહ્યુ અને ખરેખર મને ઈંગ્લીશ બોલતા નથી આવડતુ.

“ચાલ… મિત્ર…મળીશુ ક્યારેક “તેને મારી સાથે હાથ મિલાવતા કહ્યુ.”અરે…તારે કંઈ જવાની જરૂર નથી,તુ સેમીનાર તો ભર,તો તને થોડુધણુ સાચુ ખોટુ સમજાશે નહીતો નહી સમજાય “મે તે છોકરાને ફરી સમજાવાની કોશિશ કરતા કહ્યુ.

“મને આ બધું જોતાં એવું લાગે છે કે મને નહીજ સમજાય….એટલે મારે જવુ છે “તે છોકરાએ સેમીનારના પેમ્પલેટના પાના ઉથલાવતા મને જવાબ આપ્યો.

“તુ છેક….ધંધુકાથી સ્પેશીયલ આ સેમીનાર ભરવા આવ્યો છે,તો પછી તારે આ રીતે સેમીનાર ભર્યા વગર ન જવુ જોયે “મે તે છોકરાને કહ્યું.મે તેને સમજાવાની કોશિશ કરી પણ તેને મારી વાત ન માની અને તે સીમીનાર ભર્યા વગર ત્યાથી ચાલ્યો ગયો.

અંતે સેમીનાર શરૂ થયો.સૌથી પહેલા સેમીનારના સ્પીકર વ્યક્તિએ તેની ઓળખાણ આપી અને તેને સેમીનારના ટોપીકો પર બોલવાનુ શરૂ કરુ.આખો સેમીનાર હતો ઈંગ્લીશમા પરંતુ તે સ્પીકરે ગુજરાતી ભાષામા અમને બધાને સમજાવ્યો.સેમીનાર બે કલાક પછી પુરો થયો અને હુ ધરે આવવા માટે નિકળ્યો, ત્યારે મેં જોયું તો પેલો સેમીનાર છોડીને આવેલો છોકરો તે બિલ્ડીંગ નીચે રહેલા બાકડા પર બેઠો હતો અને મોબાઇલ મન્ત્રી રહ્યો હતો.મને આવતો જોયને તે ઉભો થયો અને મને પુછ્યુ, “કેવો રહ્યો સેમીનાર ? ”

“મસ્ત…તુ ખાલી ખોટો ભાગી ગયો “મે તે છોકરાને કહ્યુ

“કેમ….?”તે છોકરાએ મને જવાબ આપતા કહ્યુ.

“આખો સેમીનાર ગુજરાતીમા અમને બધાને સમજાવ્યો “મે તે છોકરાને જવાબ આપતા કહ્યુ.

“શુ વાત કરે છે…ના હોય યાર…”તે છોકરાએ મને કહ્યુ.

“સાચે….ખોટુ નહી બોલતો “મે તે છોકરાને જવાબ આપતા કહ્યુ.

“હુ ફરી પાછો સેમીનાર ભરવા નીચેથી ઉપર આવેલો,પણ સેમીનાર શરૂ થઈ ગયો હતો એટલે ફરી પાછો નીચે આવી ગયો “તે છોકરાએ મારી સામે જોતા તેનુ માથુ ખંજવાળતા મને કહ્યુ.

“એમા શું…આવી જવુ હતુંને “મે તે છોકરાને કહ્યુ.”હા..યાર…વાત તો તારી સાચી છે,પણ પછી મને એમ થયું કે હવે સેમીનાર શરૂ થઈ ગયો છે….એમા જઈને હવે શું કરુ “તે છોકરાએ ફરી તેનુ માથુ ખંજવાળતા મને જવાબ આપ્યો.
“સારુ…ચાલ…મળીશુ ક્યારેક “તે છોકરાને હાથ મીલાવી હુ ત્યાથી નિકળી ગયો અને હુ રીક્ષામા બેસીને મારા ધર તરફ આવવા નિકળ્યો.હુ રિક્ષામા બેસીને મારા ધર તરફ આવતો હતો ત્યારે મારું મગજ સતત આ ધટનાની ધટમાળાઓમા ફરતુ હતુ.તે છોકરાના મનની મક્કમતા મજબુત નહોતી,એટલે તે પોતાનાથી આ નહી સમજાય એવુ માનીને અજાણ્યો બનીને, નિર્બળ બનીને ચાલ્યો ગયો.

માણસ એ આ પૃથ્વી પર નું સૌથી સમજદાર પ્રાણી છે,તે સારી રીતે બોલી શકે છે,તે સારી રીતે સાંભળી શકે છે તો પણ તે ધણીવાર શક્યતાઓ બહારનુ વિચારીને સામે ચાલીને પોતાની અનિશ્ચિતતા વધારે છે,જેના હિસાબે તે સફળ નથી થતો.કોઈ પણ કામમા કાયમી કામીયાબી મેળવવા માટે,સતત તે કામની ખોટી વ્યાથી દુર રહીને તેને વ્હાલુ કરી વાસ્તવિકત થઈ ને વ્યસ્ત રહેવુ પડે છે,જો આવુ થાય તોજ તે કામની કામીયાબી આપણી પાસે કાયમ સ્થિર રહે છે.

આપણે આ દુનિયામા,આપણા નામથી કંઈ નવુ નિર્માણ કરવું હશે તો સૌથી પહેલા આપણે મનને મજબુત બનાવુ પડશે.મજબુત મનોબળજ માણસના મનની નિર્બળતાને દુર કરે છે.

લેખક:-ખોડીફાડ મેહુલ(ગુરુ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment