સેક્સ વર્કર બહેનો માટેની અયોધ્યામાં છે મોરારીબાપુની કથા…એવું તો શું હશે આ કથામાં ?

73

અત્યાર સુધીમાં મોરારીબાપુએ ૮૦૦ થી પણ વધારે રામકથાઓ કરી હશે. આપણા ભારત દેશમાં તુલસીદાસકૃત રામાયણને જાગતું કરી  છે એમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. પોતાની આંખેથી અવલોકાતી પરિસ્થિતીને તલગાજરડી વ્યાસપીઠ પરથી રજૂ કરીને બાપુ ભક્તોને અભિભૂત કરી રહ્યા છે. માત્ર ગુજરાત કે ભારત પુરતી જ નહિ પણ તેમની રામકથા વિશ્વના અનેક દેશોમાં રહેતા ભારતીયો માટે તેમણે કથાઓ કરી છે. 

૨૦૧૮ના અંતમાં ૨૨ ડિસેમ્બરના રોજ અયોધ્યામાં શરૂ થનારી તેમની આ કથા પોતાની બધી જ કરેલી કથાઓ કરતા વિશિષ્ટ છે. ભૂતકાળની અસ્મિતાને જાગૃત રાખીને તેના સીધા માર્ગે પર ચાલીને વર્તમાનમાં સુધારો લાવવાનો બાપુનો આ ઉદ્દેશ્ય બધાંને ખબર છે. બાપુ પોતાની કથામાં મુસ્લિમો અને દલિતને આમંત્રિત કરવા કે તેના ઘરે જઈ ભોજન કરવું વગેરે સત્યકામો બાપુ પહેલા કરી ચુક્યાં છે. કિન્નરો માટે પણ બાપુએ કથા કરેલી છે. એમ છતાં, ૨૨ થી ૨૮ ડિસેમ્બર સુધી અયોધ્યા ખાતે યોજાનારી કથા આપણા સમાજમાં નવો ચીલો પાડનારી સાબિત થશે.

અને આ એટલાં માટે કહ્યું કેમ કે, બાપુની આ કથા ગણિકાઓ અને સેક્સવર્કરો માટે યોજવામાં આવી છે. અત્યારે સમાજમાં જેમનું સ્થાન નીચ કક્ષાનું કહેવાય છે એ સ્ત્રીઓ માટેની આ કથા છે. પોતાના પેટ માટે મજબુરીથી વશ થઈને પોતાના દેહના છેડાં કરવા દેવા વિવશ થયેલી એ સ્ત્રીઓ માટેની આ કથા છે જેને અત્યારે સમાજમાં રહેતા લોકો તિરસ્કારની નજરે જુએ છે.

મુંબઈમાં રેડ લાઇટ જગ્યા ગણાતી કમાટીબાગમાં જઈને બાપુ પોતે બહેનોને કથા માટે આમંત્રણ આપી આવ્યાં છે. કથામાં ગણિકાબહેનોની રહેવા અને જમવાની વ્યવસ્થા પણ થવાની છે. બાપુની આ કથા સમાજ માટે નૂતન માર્ગ લાવશે.

‘રામચરિચમાનસ’ના રચિત એવા ગૌસ્વામી તુલસીદાસજીએ અયોધ્યામાં એક ગણિકાના વાંચીને કથા સંભળાવી હતી એ વાત ઘણી પ્રસિધ્ધ પણ છે. જાતે જ  જન્મારે અયોધ્યામાં આવીને તેણે જીવનભર દેહ વેપાર કર્યો હતો. તેની એક જ કામના હતી તુલસીદાસજી પાસેથી રામના બે બોલ સાંભળવા. અયોધ્યાની શેરીઓમાંથી પસાર થતા તુલસીદાસજીને કોઈ કહ્યું કે બાપુ એક ગણિકા દિવસ રાત તમારું નામ ઝપે છે ત્યાર પછી તુંલસીદાસજી વાસંતી પાસે ગયા ત્યાં વાસંતીએ પહેલા ચરણ સ્પર્શ કર્યા અને પછી તુલસીદાસજીના મુખેથી શ્રીરામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારૂણમ્ ની વાણી સાંભળી. વાસંતી ધન્ય ધન્ય બની ગઈ.

મોરારીબાપુની આ કથા પણ આ જ વાત પર આધારિત છે માટે કથાનું નામ માનસ ગણિકા રાખવામાં આવ્યું છે. અત્યારના સમાજમાં ગણિકાઓનું સ્થાન ભલે કોઈ ગણકારતું ના હોય પણ એક સમય એવો પણ હતો કે જ્યારે ગણિકાને એક ઉચ્ચ દરજ્જાની નાગરિક તરીકે ઓળખાતા. ભગવાન બુધ્ધના સમયમાં વૈશાલીની નગરવધૂ આમ્રપાલી ની વાત તો તમે બધાએ સાંભળી જ હશે. ત્યારે પણ ગણિકાઓનો સમાવેશ પોતાના સંઘમાં કરવામાં આવ્યો હતો. નગરવધૂના પુત્રોને પણ સારું શિક્ષણ માટે લાયક માનવામાં આવતા.

અને તમને એ પણ ખબર હશે કે સ્વામી વિવેકાનંદનો એક પ્રસંગ પણ બહુ જ પ્રખ્યાત છે જોધપુરમાં મહારાજાના મહેમાન બનીને સ્વામી વિવેકાનંદ આવેલા હતા ત્યારે રાજ દરબારમાં એક ગણિકાએ નૃત્ય કર્યું હતું તે જ સમયે સ્વામીજી ત્યાંથી ઉઠીને જતા રહ્યા હતા. એમ કહેવાય છે કે ગણિકાએ એક સૂરદાસજીનું કિર્તન ગાવાનું ચાલુ કર્યું હતું.

પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો
સમદર્શી હૈ નામ તિહારો ચાહે તો પાર કરો
પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો

સ્વામી વિવેકાનંદ ગણિકાને પગે પડી ગયેલા અને કહેવા લાગ્યા કે “મા” મારી ભૂલ થઈ ગઈ. તમે તો મારા અંતરમનના દ્રાર ખોલી નાખ્યાં

આમ ગણિકાઓ વિશે વિચારવાની અને એને જોવાની આપણી દ્રષ્ટી જ ફેરવવાની જરૂર છે. બાકી એ તો સમાજનો એ વખતથી જ હિસ્સો છે જ્યારે અન્ય સંસ્કૃતિએ હજી ધાવણ લેતાં નહોતી શીખી બાપુની આ કથા ચોક્કસપણે લોકોની નજર બદલશે એવી શુભેચ્છાઓ.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment