ઘરે બનાવો આ લિક્વિડ, અને 30 દિવસ સુધી મચ્છર રહેશે તમારા ઘરથી દુર અને ખર્ચ થશે માત્ર 3 રૂપિયા…

148

મચ્છરોના કારણે સૌથી વધુ જોખમ મેલેરિયાનો હોય છે. જો આનો સમય પર ટ્રીટમેન્ટ નહિ કરવામાં આવે તો મેલેરિયા જાનલેવા બની શકે છે. મેલેરિયાથી બચાવ જ આનો સૌથી સારો ઈલાજ છે. એવામાં મચ્છરોથી બચવા માટે મચ્છરદાની અને માસ્ક્યૂટો રેપેલેંટ જ બેસ્ટ રીત છે.

ઘરે કેવીરીતે બનાવીએ રિફિલનું લિક્વિડ:-

મચ્છરોને ભગાવવા માટે મોટાભાગે લોકો રિફિલનો ઉપયોગ કરે છે. રિફિલમાં લિક્વિડ ભરેલ રહે છે, જેને એક મશીનમાં ફિટ કરી શકાય છે. મશીન રિફિલના લિક્વિડને ગરમ કરે છે અને એ હવામાં ફેલવા લાગે છે, જેનાથી મચ્છર ભાગવા લાગે છે. રિફિલની અંદર ભરવામાં આવતું લિક્વિડ તમે ઘરે જ બનાવી શકો છો. એનો ખર્ચ માત્ર ૩ રૂપિયા પ્રતિ રિફિલ આવશે.

રિફિલ માટે આ વસ્તુઓની પડશે જરૂરિયાત:-

જો તમારી પાસે કોઈપણ કંપનીનું રિફિલ મશીન છે, તો એના લિક્વિડને તમે ઘરે જ બનાવી શકો છો. એટલા માટે, તમારે માત્ર કપૂર અને ટર્પેન્ટાઇન તેલની જરૂર પડશે. કપૂર કરિયાણા અને ટર્પેન્ટાઇન તેલ હાર્ડવેરની દુકાન પરથી ખરીદી શકાય છે. આ બંને વસ્તુઓ મોંઘી પણ નથી હોતી. એક લીટર ટર્પેન્ટાઇન અને એક પેકેટ કપૂરથી ૨ વર્ષ એટલે કે ૨૪ મહિના માટે તમે લિક્વિડ તૈયાર કરી શકો છો.

આઈઆઈટી રૂડકીથી પીએચડી કરી ચુકેલા જીવાજી યૂનિવર્સિટી ગ્વાલિયરના પ્રોફેસર ડીડી અગ્રવાલ જણાવે છે કે મચ્છરોને ભગાડવા માટે બે પ્રકારના રીપ્લેંટનો ઉપયોગ કરવામાં આવે છે. એક જેને સ્કીન પર લગાવામાં આવે છે. આ ઓઈલ સોલ્યુશન વાળું હોય છે. તેમજ, બીજા આલ્કોહોલના બનેલા હોય છે. આ તમારી આજુબાજુ એવી સ્મેલ ઉત્પન્ન કરી દે છે જેના કારણે મચ્છર પાસે આવતા નથી. જો મચ્છર પર કોઈ સ્મેલની અસર થઇ રહી નથી અને એ સ્કિન સુધી પહોંચી જાય, ત્યારે બટકું પણ ભરી લેશે. મચ્છર ભગાડવા માટે કપૂર અને ટર્પેન્ટાઇન તેલનું લિક્વિડ પણ કામ કરે છે.

આવી રીતે તૈયાર કરો ફોર્મ્યૂલા.

સૌથી પહેલા કપૂરની એક ટીક્કીને એકદમ જીણી પીસી લો. આ કોઈ ચૂર્ણની જેમ થઇ જવું જોઈએ. આમાં કોઈ મોટો ટુકડો ન હોવો જોઈએ. હવે જૂની રિફિલમાંથી સળીયો કાઢી એમાં પીસેલા કપૂરને નાખી દો. એના પછી એમાં ટર્પેન્ટાઇન તેલ નાખીને સળીયો લગાવી દો. રિફિલને બંધ કર્યા પછી રિફિલને ત્યાં સુધી હલાવો કે તેલમાં કપૂર સારી રીતે મિક્ષ ન થઇ જાય. આ બંને મિક્ષ થતા જ તમારું લિક્વિડ તૈયાર થઇ જશે.

નોંધ:-

કપૂરના એક પેકેટમાં ૨૪થી પણ વધારે ટીક્કી હોય છે. તેમજ, એક લીટર ટર્પેન્ટાઇનથી ૨૪થી પણ વધારે રિફિલ સરળતાથી ભરી શકાય છે. એટલે કે ૬૫ રૂપિયા ખર્ચ કરીને તમે ૨ વર્ષ માટે મચ્છર ભગાવનારી રિફિલ બનાવી શકો છો.

આવી રીતે થશે તમારી મોટી બચત:-

કપૂરના એક પેકેટની કિંમત લગભગ ૨૦ રૂપિયા.

એક લીટર ટર્પેન્ટાઇન તેલની કિંમત લગભગ ૪૫ રૂપિયા.

બંનેનો કુલ ખર્ચ ૬૫ રૂપિયા.

એટલે કે લગભગ ૬૫ રૂપિયામાં ૨ વર્ષ માટે રિફિલનું લિક્વિડ તૈયાર થઇ શકે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment