ભારતની 8 સૌથી આલિશાન હોટેલ્સ, સામાન્ય લોકો માટે તો એક દિવસ રોકાવું પણ સપના જેવું…

158
most-popular-hotel-in-india

ભારતીયોને હવે વિદેશોમાં ફરવાનો ચસ્કો લાગ્યો છે. વેકેશન હોય કે, લગ્ન યોજવાની વાત હોય, લોકો વિદેશમાં જવાનું પસંદ કરે છે. પણ તેમને ખબર નથી હોતી કે ભારતમાં ભારતમાં એક એકથી ચઢિયાતીહોટલો છે, પરંતુ તેમા કેટલીક હોટલ્સ એવી છે, જેની સુંદરતા જોઈને તમે દંગ રહી જશો. આ હોટલોને જોઈને તમે પણ એવુવિચારશો, કે કાશ જિંદગીમા એકવાર અહી રહેવાનો મોકો મળે. વિદેશોમાં જઈને ડોલર્સમાં રૂપિયા ચૂકવવા કરતા તમે એકવાર આ હોટલમાં જઈને જરૂર રહેજો, તમને એક અલગ જ અહેસાસ થશે. જોકે, આ હોટલોનું ભાડું તેના સ્ટેટસ પ્રમાણે બહુ જ તોતિંગ છે.

આ હોટલોનું ભાડું પણ ચોંકાવી દે તેવુ છે. તો આજે અમે તમને આવી હોટલ્સ વિશે જણાવીશું.

હૈદરાબાદનો ફલકનુમા પેલેસ દેશના આલિશાન હોટલોમાંથી એક છે. ફલકનુમા પેલેસમાં સૌથી સસ્તા રૂમમાં રોકાવા માટે તેમને એક રાતના 33,000 રૂપિયા ચૂકવવા પડશે. તો રોયલ સ્યૂટનો ભાવ 1,95,000 રૂપિયા છે.

જયપુરનો રામબાગ પેલેસ દુનિયાની આલિશાન હોટલોમાંનો એક છે. અહીં લક્ઝરીસ્યુટનો એક રાતનો ભાવ 6 લાખ રૂપિયા છે.

ઉદયપુરનો તાજ લેક પેલેસ પણ ભારતી આલિશાન હોટલની કેટેગરીમા સામેલ છે. તેની સુંદરતા જોઈને તમને મન કરશે કે કાશ તમે એકવાર અહીં આવવાનો મોકો મળવો જ જોઈએ.

દિલ્હીની હોટલ લીલા તો અતિ સુંદર છે. તેના મહારાજા સ્યુટમાં રોકાવા માટે તમને એક રાત માટે અંદાજે 4 લાખનું ભાડું ચૂકવવા પડશે.

આગ્રાની હોટલ ધ ઓબેરોય અમલવિલાસ ભારતની સૌથી મોંઘી હોટલમાંની એક છે. તેના લક્ઝરી રૂમમાં રહેવા માટે એક રાતનુ ભાડુ દોઢ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

મુંબઈની હોટલ તાજ લૈન્ડ્સ હોટલ પણ તેની ભવ્યતા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીંના સૌથી સસ્તા રૂમનું ભાડું જ 23 હજાર રૂપિયા છે. જ્યારે કે ડિલક્સ રૂમનુ ભાડું દોઢ લાખ રૂપિયા છે.

જયપુરમાં સ્થિત ઓબેરોય ગ્રૂપની હોટલ ધ ઓબેરોય તાજ વિલાસ બહુ જ સુંદર અને આલિશાન છે. તેના સૌથી મોંઘા કોહિનૂર વિલામા રોકાવું એટલે એક સ્ટેટસ ગણાય છે. તેનું એક રાતનું ભાડું જ 2,30,000 જેટલું થાય છે.

મુંબઈની તાજ પેલેસ હોટલ દેશની સૌથી જૂની હોટલમાંની એક છે. જે પોતાની મહેમાનનવાજી માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment