મોટી ઉંમરમાં ઓછા વજનથી તમારા હાડકાને નુકશાન થવાની શક્યતા રહેલી છે એક અભ્યાસમાં થયો આ ચોંકાવનારો ખુલાસો

18

સામાન્ય રીતે લોકો એમ માનતા હોય છે કે શરીરનું વજન જેમ ઓછું હોય તેમ વધારે સારું, પણ આ માન્યતા ખોટી છે. મોટી ઉંમરમાં જરૂરિયાત કરતા ઓછા વજનથી તમારા હાડકાને નુકશાન થવાની શક્યતાના એક અભ્યાસમાં તેના સંશોધકોએ ચોંકાવનારા ખુલાસામાં દાવો કર્યો છે કે જો જરૂરિયાત કરતા વજન વધારે ઓછુ હોય તો તેનાથી વૃધ્ધોમાં તેના હાડકાની સઘનતા, તેનું બંધારણ અને હાડકાની મજબુતાઈમાં ખામી સર્જાઈ શકે છે.

એક સંશોધનના અભ્યાસ મુજબ હાડકામાં એક ભાગરૂપે પરિવર્તન મહત્વપૂર્ણ હતું. અને 40 વર્ષની ઉમરથી વધુ ઉંમરના લોકોએ 5% કે તેનાથી વધારે વજન ઓછું કર્યું હોય તેવા લોકોમાં હાડકાના ફેકચરના જોખમમાં લગભગ ત્રણ ગણો વધારો જોવા મળ્યો હતો. વૃધ્ધોમાં લાંબા ગાળાના કે થોડા સમય માટે વજન ઓછું કરવા શરીરના બંધારણના મૂળ ઘટક તત્વનું ઘનત્વ અને સ્થૂળતા વધારે પ્રમાણમાં ઘટાડવી એ જોખમકારક બાબત છે.

અમેરિકાની એજિંગ રીસર્ચની હિબ્રુ સીનીયર લાઈફ ઇન્સ્ટીટયુટના મુખ્ય સંશોધન કર્તા ડગ્લાસ પી.કિલ એ જણાવ્યું કે, “અમને અમારી શોધના અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે ચારથી છ વર્ષના ઓછા સમય માટે વજન ઘટાડવાવાળા પૂરૂષો અને સ્ત્રીઓ તથા 40 વર્ષથી વધારે ઉંમર પછી વજન ઘટાડવા વાળા પૂરૂષો અને સ્ત્રીઓના હાડકાને ઝીણવટથી તપાસ કરવામાં આવી તો તેમના હાડકાની સુક્ષ્મ બનાવટમાં ઉણપ જોવામાં આવી હતી. જ્યારે જે લોકોએ વજન ઘટાડ્યું નહોતું તે વ્યક્તિઓમાં આ પ્રકારની ઉણપ કે ખામી જોવામાં આવી નહોતી.

આ અભ્યાસની માહિતીને જર્નલ ઓફ બોન એન્ડ મિનરલ રીસર્ચમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ અભ્યાસમાં 70 વર્ષની ઉંમરના સરેરાશ 595 પૂરૂષો અને 796 સ્ત્રીઓએ ભાગ લીધો હતો. ત્યાર બાદ તેમનામાં આવેલા બદલાવને જાણવા માટે લગભગ દર વખતે ચારથી છ વર્ષના સમય ગાળામાં આવેલ વજનના બદલાવને કે તફાવતને માપવામાં આવ્યું અને લાંબા ગાળા માટે 40 વર્ષથી વધુ ઉંમરના લોકોના વજનના બદલાવને કે તફાવતને પણ માપવામાં આવ્યું હતું. જેમાં ઉપર મુજબની બાબત ધ્યાન પર જોવામાં આવી હતી. જેથી 40 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ, ખાસ કરીને સ્ત્રીઓએ હાડકાના બંધારણને લગતો મેડીકલી લેબોરેટરી ટેસ્ટ અવશ્ય કરાવવો જોઈએ. જેથી તમારા શરીરમાં રહેલ હાડકાની નબળાઈ કે હાડકામાં રહેલી ઉણપ કે ખામીને તમે જાણી શકો અને તેનો તાત્કાલિક ઉપચાર કરી તમારા હાડકાની મજબૂતાઈ વધારી શકો.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment