મુકેશ અંબાણીનું ૧૨,૦૦૦ કરોડનું ભવ્ય એન્ટેલિયા…જુઓ અંદરની તસ્વીરો

62

એશિયાના બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન એટલા ભવ્ય રીતે થયા હતા કે વિશ્વભરમાં તેની ચર્ચાઓ ચાલી રહી છે. અત્યારે સોશિયલ મીડિયા પર પણ ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામીલના ઘણા ફોટાઓ વાયરલ થયા છે. એમના આ ભવ્ય લગ્ન અંબાણીના ઘર એન્ટેલિયામાં કરવામાં આવ્યા હતા. જે વિશ્વના બીજા નંબરનું સૌંથી મોંઘુ ઘર છે. પણ તમે ક્યારેય આ ઘરને અંદરથી નહિ જોયું હોઈ, તો ચાલો આજે તમને આ આલીશાન ઘરની મુલાકાતે લઇ જઈ રહ્યા છીએ.

આ આલીશાન એન્ટેલિયા એન્ટેલિયા ૨ બિલિયન ડોલરનું છે. તેની કિંમત ભારતીય રૂપિયામાં ૧૪ હજાર કરોડ સુધી થાય છે. જે ૮૦ થી ૮૫ હજાર સ્કેવર ફૂટમાં પથરાયેલું છે.

૨૭ માળની છે આ ઇમારત. આ ઘરમાં મુકેશ અંબાણી પોતાની “મા” કોકિલાબેન, પત્ની નીતા અને બે દીકરા અનંત અને આકાશ અંબાણી રહે છે. એન્ટેલિયા મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું છે. જે મુંબઈનો સૌથી મોંઘો અને આલીશાન વિસ્તાર છે.

“Perkins and Will” નામની ફર્મ એ ડિઝાઇન કર્યું છે આ આલીશાન ઘરને. જે અમેરિકાની બેસ્ટ ડિઝાઈનીંગ કંપની છે. તેનું હેડકવાટર શિકાગોમાં છે. ભૂકંપ પણ આ ઘરને કોઈ જ નુકસાન પહોંચાડી શકતું નથી.

દરેક ફ્લોરની અલગ અલગ ડિઝાઇન અલગ અલગ અંદાજમાં બનેલા છે. દરેક ફ્લોરમાં મટીરીયલ પણ અલગ અલગ વાપરવામાં આવ્યું છે

આ આલીશાન ઘરમાં ગરમી ની અસર પણ નથી થતી. નહીતર મુંબઈમાં ખુબ જ ગરમી પડે છે, એને ધ્યાનમાં રાખીને જ એન્ટેલિયાને ખુબ ખાસ તરીકાથી ડિઝાઇન કરાવ્યું છે. એર કંડીશનરના સિવાય તેમાં એક આઈસ રૂમ ઉપલબ્ધ છે. ત્યાં આ અંબાણી પરિવાર ગરમીના દિવસોમાં બરફની મજા લે છે.

એન્ટેલિયામાં દરેક ચીજ જોવા મળશે. એન્ટેલિયા ઘર પોતાનામાં જ એક નગર સમાન છે. એટલે કે અહીં એક પ્રાઇવેટ થીએટર, એક ભવ્ય મંદિર, આઈસ્ક્રીમ પાર્લર, , યોગ સેન્ટર, ડાન્સ સ્ટુડિયો, હેલ્થ સ્પા અને સ્વીમિંગ પુલ પણ છે.

૯ એલીવેટર લાગેલા છે આ આલીશાન ઘરમાં. એન્ટેલિયા ઘરમાં જે સીઢીઓ લાગેલી છે તેવી એયરપોર્ટ કે મેટ્રો સ્ટેશન પર લાગેલી હોય છે. તે તેમણે આસાનીથી અલગ અલગ ફ્લોર સુધી પહોચાડવામાં મદદ થાય છે.

આ આલીશાન એન્ટેલિયા ઘરમાં ત્રણ હેલિપૈડ પણ છે. મુકેશ અંબાણીએ પોતાના ઘર પર ૩ હેલિપૈડ પણ બનાવી રાખ્યા છે. આ બિલ્ડીંગ પરથી સમુદ્ર અને મુંબઈનો કમાલનો નજારો આસાનીથી જોવા મળે છે.

આ આલીશાન એન્ટેલિયા ઘર માટે ૬૦૦ કર્મચારીઓ રાખેલા છે.

છઠ્ઠા ફ્લોર પર મુકેશ અંબાણીની ગાડી માટેનું ગેરેજ છે. તેમને ગાડીનો બહુ જ શોખ છે, અને તેમની પાસે ઘણી બધી મોંઘી ગાડીઓ છે. આ છઠ્ઠા ફ્લોર પર ગેરેજ છે તેમાં આશરે ૧૭૦ જેટલી ગાડીઓ આસાનીથી આવી શકે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment