મુકેશ અંબાણી હોય કે અનીલ અંબાણી, કોઈએ આપ્યું ગીફ્ટમાં જેટ વિમાન કે કોઈએ આપ્યો આઇસલેન્ડ

46

તો ચાલો આજે અમે તમને આ પોસ્ટ દ્વારા જણાવીએ એવા લોકોની બાબતમાં કે જેઓએ પોતાની પત્નીને સૌથી મોંઘી ગીફ્ટ આપી છે. આ ગીફટની કિંમત લાખો રૂપીયામાં નહિ પણ કરોડો અને અબજો રૂપિયામાં થાય છે.

જો પોતાની પત્નીને કોઈ ગીફ્ટ આપવાની વાત આવે તો કેટલા રૂપિયાનું બજેટ રાખવામાં આવે ? હજાર રૂપિયા, દસ હજાર રૂપિયા, પચાસ હજાર કે પછી લાખ રૂપિયા કે દસ લાખ રૂપિયા ! સામાન્ય માણસ માટે તો પોતાની પત્નીને ગીફ્ટ આપવા માટે છેલ્લી રકમોનું સ્વપ્ન પણ ન આવી શકે, જ્યારે આજે અમે તમને એવા લોકો વિશે જણાવીએ છીએ કે જેમણે પોતાની પત્નીને સૌથી મોંઘી ગીફ્ટ આપી છે. જેની કિંમત લાખો રૂપીયામાં નહિ પણ કરોડો અને અબજો રૂપિયામાં છે.

૧.) મુકેશ અંબાણી અને તેની પત્ની નીતા અંબાણી.

જ્યારે કરોડો રૂપિયાની વાત આવતી હોય તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના હાલના સર્વે સર્વાં ચેરમેન મુકેશ અંબાણીએ પોતાની પત્ની નીતા અંબાણીને તેના 44 માં જન્મ દિવસ પર સરપ્રાઈઝ ગીફ્ટમાં એક લકઝરી જેટ વિમાન આપ્યું. આ લકઝરીયસ જેટમાં બાર, ગેમિંગ, મ્યુઝીક સીસ્ટમ, શાનદાર બાથરૂમ અને માસ્ટર બેડરૂમ બધ્ધુજ આમાં સામેલ છે. આ જેટની કિંમત છે લગભગ 250 કરોડ રૂપિયા.

૨.) અનીલ અંબાણી અને તેની પત્ની ટીના અંબાણી.

અંબાણી પરિવારના જ એક સદસ્ય અને રિલાયન્સ ગ્રુપના સર્વે સર્વાં ચેરમેન અનીલ અંબાણીએ તેની પત્ની ટીના અંબાણીને તેના જન્મ દિવસ પર એક લકઝરીયસ સ્ટીમર ભેટ આપી. તેની કિંમત છે લગભગ 400 કરોડ રૂપિયા. આમાં એક ખાસ વાત એ છે કે આ લકઝરીયસ સ્ટીમરનું નામ tina ના પહેલા બે અક્ષર Ti અને     Anil ના પહેલા બે અક્ષર an લઇ Tian નામ રાખવામાં આવ્યું છે.

૩.) ડેવિડ બેકહમ અને તેની પત્ની વિક્ટોરિયા.

યુકેના સ્ટાર ફૂટબોલ પ્લેયર ડેવિડ બેકહમેં તેની પત્ની વિક્ટોરિયાના જન્મ દિવસ પર વિક્ટોરિયાને નાપા વેલીમાં એક ખુબજ મોટું વાઈનનું ખેતર ગીફ્ટ આપ્યું. જેની કિંમત લગભગ કરોડો રૂપિયામાં થાય છે.

૪.) પ્રખ્યાત રૈપર જે. જે. અને તેની પત્ની બિયોન્સ.

પ્રખ્યાત રૈપર જે. જે.એ તેની સિંગર પત્ની બિયોન્સને તેના 29 મા જન્મ દિવસ પર ફ્લોરીડામાં 12.5 એકરનો એક આઈસલેન્ડ ભેટ આપ્યો. તેની કિંમત લગભગ 4 મીલીયન યુરો ડોલર એટલે કે લગભગ 27 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. જો કે બિયોન્સે રીટર્ન ગીફ્ટમાં તેના પતી જે.જે.ને પણ એક જેટ (Bombardier Challenger 850 jet) ગીફ્ટમાં આપ્યું. જેની કિંમત કરોડ નહિ પણ 2.7 બિલીયન છે. આ jetમાં લીવીંગ રૂમ, કિચન, બાથરૂમ, અને બેડરૂમ પણ હાજર છે.

૫.) રાજ કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટી.

રાજ કુન્દ્રાએ તેની પત્ની શિલ્પા શેટ્ટીને તેના જન્મ દિવસ પર એક ફ્લેટ ગીફ્ટમાં આપ્યો. (વાચક દ્વારા: બસ, રાજ કુન્દ્રાએ શિલ્પાને આપી આપીને માત્ર એક ફ્લેટ જ આપ્યો) અરે ભાઈ, જરા ધીરજ તો રાખો. આ ફ્લેટ કોઈ મામુલી ફ્લેટ નથી મારા ભાઈ (કે બહેન) પણ આ ફ્લેટ અત્યારની વિશ્વની સૌથી ઉંચી ઈમારત (હાલમાં ભારતમાં બની રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી – સરદાર પટેલ પ્રતિમા બન્યા પહેલાની) દુબઈની બુર્જ ખલીફામાં આવેલો આ ફ્લેટ છે. 19 માં માળ પર આવેલો આ ફ્લેટ રાજ કુન્દ્રાએ તેની પત્ની શિલ્પા શેટ્ટીને પહેલી એનીવર્સરી પર ગીફ્ટમાં આપ્યો હતો. આની કિંમત પણ લાખોમાં નહિ પણ કરોડોમાં છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment