મૂળાનું સેવન કરવું આ ૪ બીમારીઓ માટે ખુબ જ ઉપયોગી થાય છે, જાણો કેટલી ખતરનાક છે આ બીમારીઓ…

21

આયુર્વેદ મુજબ મૂળા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. એમ તો મૂળાનો પ્રયોગ સલાડ, પરોઠા, આચાર અને શાકભાજી તરીકે કરવામાં આવે છે. મૂળામાં ફાઈટોકેમિકલ્સ એન્ડ એન્થોક્યાનીંસ નામનું તત્વ પ્રાપ્ત થાય છે. જે કેન્સરના જોખમને ઓછું કરે છે તેમજ તે શુગર લેવલ વધવાથી અટકાવે છે. ચાલો જાણીએ મૂળા ખાવાના બીજા ક્યાં ક્યાં ફાયદા છે.

રક્તપાત સારું રહે છે.

મૂળામાં હાઈપરટેન્સીવ ગુણ જોવા મળે છે. તેનાથી ઉચ્ચ રક્તપાત કંટ્રોલમાં રહે છે. મૂળામાં ભરપુર પ્રમાણમાં પોટેશિયમ પ્રાપ્ત થાય છે. જે શરીરમાં સોડીયમ પોટેશિયમના ગુણોત્તરને બેલેન્સ કરે છે અને રક્તપાતને વધવા દેતો નથી.

શરદી ખાસીમાં લાભદાયક.

મૂળામાં એંટી કોન્જેસ્ટીવ ગુણ જોવા મળે છે. એટલા માટે શરદી અને ખાસીની ફરિયાદ થવા પર પોતાના ડાયટમાં મૂળાને શામેલ કરો. તેનાથી કફ પણ મટી જાય છે.

મૂળામાં ફાઈબર તત્વ વધુ હોય છે જે કબજિયાત માટે ખુબ જ ફાયદાકારક છે. તે આતરડાને સ્વસ્થ રાખે છે. મૂળાનું સેવન કરવાથી પાચન ક્રિયા સારી રહે છે. તેના સિવાય મૂળા કીડની માટે ખુબ જ સારા છે. મૂળા શરીરમાંથી જેરીલા તત્વો બહાર કાઢવામાં ઉપયોગી થાય છે.

મૂળામાં પૂરતા પ્રમાણમાં ફાઈબર રહેલું હોય છે. મૂળામાં રહેલું તત્વ ઇન્સુલીનને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. મૂળાનું સેવન કરવાથી શુગર લેવલ નિયંત્રિત રહે છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment