મુંબઈમાં ખાલી પડ્યા છે 4000 કરોડના લક્ઝરી મકાન, નથી મળતા ખરીદાર. જાણો તેની પાછળનું કારણ…

30

લગભગ એક દશક પહેલા આવેલ મંદી પછીથી જ રીયલ એસ્ટેટની સ્થિતિમાં કઈ ખાસ સુધાર થઇ રહ્યો નથી. હાલત એ છે કે મુંબઈના ઘણા પ્રોજેક્ટમાં લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયાના લક્ઝરી મકાન બનીને તૈયાર ઉભા છે, પરંતુ એના ખરીદાર મળતા નથી.

નિવાસી પ્રોજેક્ટોને સમય પર પુરા કરવાની બિલ્ડરોના પ્રયત્નોમાં તેજી વચ્ચે મુંબઈ મહાનગરના દક્ષિણી અને દક્ષિણી મધ્ય વિસ્તારોમાં કુલ ૪૦૦૦ કરોડ રૂપિયાની કિંમતના શાનદાર મકાન બિલકુલ તૈયાર સ્થિતિમાં વેચવા ઉભા છે. સમાચાર પત્રો અનુસાર, ગયા વર્ષે આ જ રીતના તૈયાર ઉભેલા મકાનોનો સ્ટોક લગભગ ૨૮૦૦ કરોડ રૂપિયાની કિંમતના હતા.

પ્રોપર્ટીના વિશેષજ્ઞો અનુસાર ઘણા કારણોના લીધે લગભગ ૭૫૦૦૦ કરોડ રૂપિયાના લક્ઝરી રહેઠાણ પ્રોજેક્ટ સાત વર્ષ મોડા ચાલી રહ્યા છે. એમાં સમય પર પરમીશન ન મળનારા પ્રોજેક્ટ પણ શામેલ છે. એવામાં મહારાષ્ટ્ર રેરામાં ડેવલપરોએ માર્ચના અંતમાં આ પ્રોજેક્ટ પુરા થવાની નવી છેલ્લી ડેટ બહાર પાડી છે.

એનારોક પ્રોપર્ટી કન્સલ્ટન્ટના નિર્દેશક આશુતોષ લિમાઈએ પીટીઆઈને કહ્યું, ‘રોકડની કમી, પરમીશન મળવામાં મોડું, વિવાદ અને કુપ્રબંધન જેવા વિવિધ કારણોના લીધે નિર્માણમાં મોડું થાય છે. રેરાના નિયમોના લીધે ડેવલપર પણ પ્રોજેક્ટ પુરા થવાની અવધિ વાસ્વિકથી વધારે કહે છે. એમાંથી અમુક હજીપણ પ્રોજેક્ટ પર કબજો આપવામાં સક્ષમ નથી. આંકડાઓ અનુસાર માર્ચ ૨૦૧૮ સુધી ૨૫૦૦થી ૨૮૦૦ કરોડ રૂપિયાની સંપતી વેચવા તૈયાર હતી, જે માર્ચ ૨૦૧૯,એ વધીને ૪૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ.

રીયલ એસ્ટેટ માટે ગયું વર્ષ સારું તો હતું, પરંતુ વેચાણ એટલું ન વધ્યું. માંગ અને આપૂર્તિ બંને આ સેક્ટરમાં દબાવની સ્થિતિ બનાવી લીધી છે. ડેવલપર્સએ મકાન બનાવીને તૈયાર કરી દીધા છે, પરંતુ માર્કેટમાં ખરીદનાર નથી. એટલે કે, મકાનોની આપૂર્તિ તો છે પરંતુ એની માંગમાં વધારો નથી. એવામાં સરકાર આ સેક્ટરને સતત રાહત આપવાનો પ્રયત્ન કરી રહી છે. આ વખતે બજેટ ભલે જ અંતરિમ હતું, પરંતુ રીયલ એસ્ટેટ માટે ખુશીનું પોટલું આ વખતેના બજેટમાં સૌથી ભારે હતું. ઘર ખરીદનારો અને ઘર વેચનારોને વિત્ત મંત્રીએ દિલાસો આપવાનું જાહેર કર્યું, સાથે જ ડેવલપર્સની ઘણી જૂની માંગો એક જટકામાં માની લેવામાં આવી.

હાલમાં જ જીએસટી પરિષદએ સસ્તન હાઉસિંગ પ્રોપર્ટીઝમાં જીએસટી દરને ૮ ટકાથી ઘટાડીને ૧ ટકા કરી દીધો અને અન્ય અંડર કન્સ્ટ્રકશન પ્રોપર્ટીઝ બિન પોષણક્ષમ સેગ્મેન્ટ માટે આને ૧૨ ટકાથી ૫ ટકા કરી દેવામાં આવ્યો છે. જો કે નવા દરોનો અર્થ છે કે ડેવલપર્સ હવે ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લઇ શકશે નહિ. એમાં એવા પ્રોજેક્ટ શામેલ છે જેની બુકિંગ ૧ એપ્રિલ, ૨૦૧૯થી પહેલા થઇ ગઈ હોય. ૧ એપ્રિલ, ૨૦૧૯થી શરૂ થનાર નવા પ્રોજેક્ટ માટે અનિવાર્ય રૂપથી નવા દરો લાગૂ થશે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment