મુંબઈની લાઈફલાઈન “લોકલ ટ્રેન” દ્વારા હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યું લિવર, જાણો વધુ…

16

દેશની આર્થિક રાજધાની મુંબઈથી એક વિચિત્ર વાત સામે આવી છે. અહિયાં ઓર્ગન્સને લઇ જવા માટે મુંબઈની લાઈફલાઈન કહેવામાં આવતી લોકલ ટ્રેનનો સહારો લેવામાં આવ્યો છે. રિપોર્ટસ મુજબ, થાણેના જ્યુપિટર હોસ્પિટલથી પરેલના ગ્લોબલ હોસ્પિટલ સુધી લિવરને લોકલ ટ્રેન પહોંચાડવામાં આવ્યું છે. આ મામલા પછી હવે ભવિષ્યમાં લોકલ ટ્રેનનો ઉપયોગ ઓર્ગન્સ લાવવા માટે પણ કરી શકાય છે.

માનવામાં આવી રહ્યું છે કે આ એવો પહેલો મામલો છે જ્યારે કોઈ લોકલ ટ્રેનથી લિવર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હોય. હકીકતમાં, થાણેમાં દુર્ઘટનાના શિકાર થયેલ એક વ્યક્તિએ ઈલાજ દરમ્યાન બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. જાણકારી પ્રમાણે એ માણસે પહેલાથી જ અંગદાન કરી રાખ્યું હતું.

આ કારણના લીધે લિવર દાનની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી. એના પછી ત્રણ વાગ્યે લોકલ ટ્રેન દ્વારા થાણે પહોંચાડવામાં આવ્યું. એના પછી ત્યાંથી ૩ વાગીને ૩૫ મિનિટ પર લિવર દાદર પહોંચ્યું. પછી સ્ટેશનથી એમ્બ્યુલન્સ દ્વારા થોડાક જ ક્ષણમાં ગ્લોબલ હોસ્પિટલ પહોંચી ગયું.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment