પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ પરિવારે યુવાન પુત્રના ભોગે બચાવી અનાથ બાળકની જીંદગી

62
muslims-in-bharuch-saved-a-life-of-hindu-orphan-child

એવું કહેવાય છે જેનું કોઈ ના હોય તેનો ભગવાન હોય છે. આ વાક્યને સાબિત કરી બતાવ્યું છે એક મુસ્લિમ પરીવારે. પવિત્ર રમજાન મહિનામાં મુસ્લિમ પરિવારનો એક્સિડન્ટ થયો હતો જેમાં તેમના પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. પોતાનો દિકરો ગુમાવનાર આ પરિવારે ઈબાદતના મહિનામાં એક એવું કાર્ય કર્યું જેને સાંભળીને તમારા રુંવાડા ઉભા થઈ જશે અને આંખમાં આસુ આવી જશે. આ મુસ્લિમ પરિવારે પોતાના દિકરાના મૃત્યુના દુઃખની વચ્ચે એક અનાથ બાળકનો જીવ બચાવી લીધો. તેને મોતના મુખમાંથી બહાર લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા આખરે તેમને અનાથ છોકરાની જીંદગી બચાવી લીધી જે ખરેખર ગર્વની વાત છે.

હકીકત કંઈક એવી છે કે, ભરૂચમાં જબુંસર નજીક થયેલા એક્સિડન્ટમાં બાઈક પર બેસેલો મુસ્લિમ યુવાન ઝુબેર (34)ને ગંભીર ઈજા થઈ હોવાને લીધે આ ગોઝારા અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત થયુ હતું. જો કે બાઈક પર તેની પાછળ બેઠેલા એક અનાથ બાળક રાજેશ(12) ગંભીર ઈજાઓ થઈ હતી. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ મુસ્લિમ પરિવારે પોતાના દિકરાના મોતના માતમની વચ્ચે કોઈ પણ ભોગે આ અનાથ બાળકનો જીવ બચાવ્યો હતો.

અત્યારે પવિત્ર રમજા માસ ચાલી રહ્યો છે અને એકબાજુ કાળઝાળ ગરમી પડી રહી છે. તેમ છતાં પોતાના યુવાન પુત્રની લાશ વચ્ચે પણ આ મુસ્લિમ પરિવારે અનાજ બાળકની સારવાર માટે કોઈ કમી નહતી રાખી. ઘણા બધા પ્રયત્નો પછી અનાથ બાળકનો જીવ બચી ગયો. પણ પોતાના એકના એક દિકરાના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો, ઝુબેર બાયપાસ રોડ પરથી જઈ રહ્યો હતો. ત્યારે તેને એક અનાથ બાળકને ક્ંયાક જવું હોવાથી તેને પોતાની બાઈક પાછળ બેસાડ્યો હતો. પરંતુ ભગવાનને તો કંઈક અલગ જ મંજૂર હતું. રાજેશ પોતાની જગ્યાએ પહોંચે તે પહેલાં જ રસ્તામાં અકસ્માત થતા ઝુબેર ત્યાંના ત્યાં મરી ગયો હતો જ્યારે રાજેશને ગંભીર ઈજા થઈ હતી. પરંતુ રાજેશના શ્વાસ ચાલું હોવાથી તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ખરેખર સલામ છે આ પરિવારને જેમને પોતાના યુવાન છોકરાના મોતની વચ્ચે પણ અનાજ બાળકનો જીવ બચાવીને માનવતાનું ઉમદા ઉદાહરણ આપ્યું છે. ખરેખર તેમને રમજાન માસમાં ખુદાની ઈબાદત કરી છે. જીવ બચાવા માટે ધર્મની ક્યારે નડતો નથી. હિન્દુ અનાથ બાળકનો જીવ મુસ્લિમ પરિવારે ખરેખર ઉત્તમ કાર્ય કર્યું છે. જ્યારે આજે પણ એવા ઘણા લોકો છે જે ઘર્મના નામે લડતા હોય છે તેમના માટે આ કિસ્સો ઉદાહરણ છે. નાની બાબતોમાં એકબીજાને મારવા ધર્મના નામે લોકોના જીવ લેવામાં આવે છે. ત્યારે આ મુ્સ્લિમ પરિવારે ખરેખર એક અનાથ બાળકનો જીવ બચાવ્યો જેને તેઓ ઓળખતા પણ નથી તેમ છતાં તેનો જીવ બચાવા માટે બહુ પ્રયાસ કર્યા હતા અને રાજેશનો જીવ બચાવીને એક ઉમદા કાર્ય કર્યું.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment