ન થવા દો શરીરમાં વિટામિન ડીની ઉણપ, કરવો પડી શકે છે ગંભીર બીમારીઓનો સામનો…

10

માનવ શરીર માટે જરૂરી વિટામિન ડી ની ઉણપના કારણે તમને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વધતી ગરમીથી શરીરમાં પાણીની ઉણપ, તડકાનો ઘટાડો અને કેલ્શિયમની ઉણપ આ બધા વિટામિન ડી ની ઉણપના કારણ થઇ શકે છે. વિટામિન ડી શરીરમાં કેલ્શિયમ તથા ફોસ્ફેટના અવશોષણને વધારે છે. એના સિવાય આપણું ખાનપાન પણ એવું થઇ ગયું છે કે જરૂરી તત્વોની પૂર્તિ થઇ શકતી નથી. જેના કારણે આપણા શરીરમાં વિટામિન ડીની ઉણપ થઇ જાય છે. એવામાં તમને એ જાણકારી હોવી જરૂરી છે કે જો શરીરમાં વિટામિન ડીની ઉણપ થાય છે તો એની ઓળખ અને ઈલાજ શું છે?

વિટામિન ડીની ઉણપથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઇ જાય છે. કઈ કામ કર્યા વિના જ જલ્દી થાકી જવું, સાંધામાં દુખાવો, પગમાં સોજો, માંસપેશીઓમાં નબળાઈ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તપાસ પછી ખબર પડે છે કે આ લોકોમાં વિટામિન ડીની ઉણપ છે. તેમજ, ભારતમાં મહિલાઓમાં વિટામિન ડીની ઉણપ વધારે મળે છે. વિટામિન ડીની ઉણપથી મહિલાઓને ઓસ્ટીયોપોરોસિસ, ડાયાબીટીસ જેવી બીમારીઓનો જોખમ વધી રહ્યો છે.

વિશેષજ્ઞો અનુસાર રીફાઈન તેલોનો વધારે ઉપયોગ વિટામિન ડીની ઉણપની બાબતે સૌથી મોટું કારણ છે. રીફાઈન તેલોમાં ટ્રાન્સ ફૈટ હોય છે, જે શરીરમાં કોલેસ્ટ્રોલ મોલીક્યૂલના બનવાનું પ્રમાણને ઓછું કરી નાખે છે. કોલેસ્ટ્રોલ મોલીક્યૂલ શરીરમાં વિટામિન ડીના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે.

વિટામિન ડીની ઉણપના લક્ષણ.

હાઈ બ્લડ પ્રેશર થવું.

થકાવટનો અનુભવ કરવો.

હાડકાઓમાં દુઃખાવો થવો.

માંસપેશીઓમાં નબળાઈનો અનુભવ થવો.

તનાવમાં રહેવું.

વાળ ઉતરવા.

વારંવાર ઇન્ફેકશન થવું.

સ્વાસ લેવામાં તકલીફ થવી.

પોતાના ખાનપાનમાં લોકોને માછલી, અનાજ, મશરૂમ, ઈંડા, દૂધ, પનીર અને સંતરાનો રસ શામેલ કરવો જોઈએ.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment