નારિયેળ તેલને લઈને આખા દેશમાં ચાલી રહી છે એક દલીલ…

151

હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસરે જ્યારથી નારિયેળ તેલને તમારા આરોગ્ય માટે ખુબજ ખતરનાક ગણાવ્યું છે ત્યારથી નારિયેળ તેલના ફાયદાઓ અને નુકશાનને લઈને દેશ ભરમાં ચર્ચા છેડાઈ ગઈ છે. ખાસ કરીને ભારતના દક્ષિણ ભારતના લોકોમાં, જ્યાં નારિયેળના તેલનો સૌથી વધારે પ્રમાણમાં ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો કે દક્ષિણ ભારતના લોકોનું કહેવાનું એમ છે કે અમે પેઢી દર પેઢીથી – વર્ષોથી નાળીયેર તેલનો ખાવામાં ઉપયોગ કરીએ છીએ, અને અમારા આરોગ્ય પર તેનાથી કોઈ નુકશાન થયું નથી. આ બાબતની દરેક વ્યક્તિએ પોત પોતાની કોમેન્ટ લોકોએ ટ્વીટર પર લખી છે. કેરળની મંજુલા નાયરે હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસરની મજાક કરતા ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યું કે, “મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ લગભગ 100 વર્ષ સુધી જીવ્યા હતા. તેઓ હમેશા પ્રોફેસરે જે નાળીયેર તેલને “ઝેર” ગણાવ્યું છે તે નાળીયેર તેલનો ખાવામાં ઉપયોગ કરતા હતા પણ હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર કહે છે તેવું તેમને કંઈપણ થયું નહોતું અને તેઓ 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવ્યા હતા.

જર્નાલિસ્ટ લીજ મેથ્યુએ એ વાતને ભારપૂર્વક કહ્યું છે કે કેરળના લોકોની સરેરાસ ઉંમરનો દર ઘણો જ વધારે છે. તો રોહિણી શશીધરનું કહેવું છે કે કર્ણાટકમાં તેમના ઘરે નારિયેળનું તેલ જ ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે. આમ લોકોની આવી પ્રતિક્રિયાઓને જોઇને એક વાત તો નિશ્ચિત છે કે હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસરે જ્યારથી નારિયેળ તેલને વ્યક્તિના આરોગ્ય માટે ખુબજ ખતરનાક ગણાવવાનો દાવો કર્યો છે ત્યારથી આ લોકોની ભાવનાઓને ઠેંસ પહોંચી છે.

ફક્ત ભારતમાં જ નહિ પણ વિશ્વના બીજા દેશોના લોકો પણ પ્રોફેસરની આ વાતને ખોટી ગણાવી રહ્યા છે. ઓરેગોનના ડોક્ટર એન ચાઈર્લડનું કહેવું એમ છે કે જો નાળીયેરનું તેલ ખરેખર ઝેર હોય તો ફિલિપિન્સમાં, હવાઈ ટાપુમાં અને થાઈલેન્ડમાં રહેતા લોકો વર્ષોના વર્ષોથી આ નાળીયેરના તેલનો ઉપયોગ પેઢી દર પેઢીથી ખાવાના ઉપયોગમાં કરતા આવ્યા છે તેમને આ તેલના ઝેરની અસર થવી જોઈએ અને તેઓ ક્યારના મરી ચુક્યા હોવા જોઈએ. ત્યાં સુધી કે ફિલીપીન્સમાં રહેતી જોજુ પાર્કર કહે છે કે તેમના હોમ ટાઉનના દરેક લોકોએ અત્યાર સુધીમાં મરી જવું જોઈએ, કારણ કે તે લોકો તો પોતાની ખાવાની લગભગ દરેક ડીશમાં, વાનગીમાં નાળીયેર તેલનો ઉપયોગ કરે છે.

જો કે અમુક ડોકટરો છે જે હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસરના દાવાનું સમર્થન કરી રહ્યા છે. તેઓનું કહેવાનું એમ છે કે નાળીયેરના તેલમાં ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે લો ડેન્સીટી લિપોપ્રોટીનનું એટલે કે LDLનું પ્રમાણ ખુબજ વધારે હોય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે લો ડેન્સીટી લિપોપ્રોટીન હૃદયની બીમારીઓમાં ખુબજ વધારો કરે છે. આ સાથે કોરટીસ સેન્ટર ફોર ડાયાબીટીસના અધ્યક્ષ ડોક્ટર અનુપ મિશ્રા કહે છે કે સાચી વાત એ છે કે 7 માંથી 6 રિસર્ચમાં એટલે કે અભ્યાસમાં એ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે નાળીયેરના તેલમાં ખુબજ નુકશાન કારક LDL કોલેસ્ટ્રોલ હોય છે. હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયના પ્રોફેસરે જયારે આ સાચી વાતને જરા મારી મચકોડીને વધારે ગંભીરતાથી લોકોની સામે રજુ કરી છે.

મેક્સ હોસ્પીટલના ઇન્ડોક્રાઈનોલોજીના પ્રોફેસર ડોક્ટર સુધીર ઝા એ પણ નાળીયેરના તેલમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) હોવાની વાતને સમર્થન આપ્યું છે.

ગયા વર્ષે અમેરિકન હાર્ટ એસોસીએશન એડવાઇઝરી જાહેર કરીને લોકોને નાળીયેરના તેલનો ખાવામાં ઉપયોગ ન કરવાનો અને તેનાથી દુર રહેવાની સલાહ આપવામાં આવી છે. એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે નાળીયેરના તેલ અને બીજા ખાદ્ય તેલની બાબતમાં અમે કોઈ સરખામણી કરતા નથી. પણ નાળીયેરના તેલમાં વધારે પ્રમાણમાં રહેલ LDL કોલેસ્ટ્રોલના કારણે લોકોને દિલની બીમારી થવાની શક્યતા ખુબજ વધી જાય છે. માટે નાળીયેર તેલના ખાવાના ઉપયોગથી દૂર રહેવામાં જ તેની સમજદારી અને ભલાઈ છે.

ન્યુટ્રીશનિસ્ટ ઇશી ખોસલાની પાસે લોકોના સવાલોનો જવાબ મળી ગયો છે. ઈશી ખોસલાનું કહેવું છે કે મને સમજમાં નથી આવતું કે હાર્વર્ડના એક પ્રોફેસરના દાવા પછી લોકો આવા પ્રકારના સવાલો શા માટે કરી રહ્યા છે. લોકોએ પોતાની કોમન સેન્સનો પણ ઉપયોગ કરવો જોઈએ. જો કોઈ જાની માની વ્યક્તિ ઓલીવ ઓઈલને નુકશાનકારક કહી દયે તો શું ઇટાલીના લોકો ઓલીવ ઓઈલને ખાવાનું બંધ કરી દેશે ? આપણે એ ન ભૂલવું જોઈએ કે જો નાળીયેરના તેલમાં LDL કોલેસ્ટ્રોલ હોય છે તો વધારે માત્રામાં HDL એટલે કે હાઈ ડેન્સીટી લીપોપ્રોટીન્સ પણ પેદા થાય છે. જેને સારું કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે. આ સિવાય નાળીયેરના તેલમાં પાચનતંત્રને  મજબુત કરવાની સાથે રોગ પ્રતિકારક શક્તિના તંત્રને પણ સુધારવાણી ક્ષમતા રહેલી છે.

એમ્સના ગેસ્ટ્રોએન્ટ્રોલોજી વિભાગના પ્રોફેસર ડોક્ટર ઉમેશ કપિલનું માનવું છે કે દરેક વ્યક્તિને દરરોજ સરેરાશ 2 હજાર કેલેરીની જરૂરિયાત હોય છે. જેમાંથી 20% જેટલી કેલેરી ચરબીને મળવી જોઈએ. એ માટે સારૂ કોલેસ્ટ્રોલ કે ખરાબ કોલેસ્ટ્રોલ એવું કોઈ ખાસ ભૂમિકા ભજવતું નથી. દરેક વ્યક્તિને જો ખાસ કઈપણ જરૂર હોય તો રોજનો ફક્ત પૌષ્ટિક આહાર લેવાની.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment