લાંબા નખ ગમે છે? પણ વારંવાર તૂટી જાય છે? ઘરે બનાવો આ સીરમ અને ઉપયોગ કરો…

59
nail-care-article

આજના આ સમયમાં દરેક છોકરીઓને નખ વધારવાની આદત હોય છે. નખ વધારીને તેઓ તેમની પર્સનાલિટીમાં વધારો કરવા ઇચ્છતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે, જો તમને નખ લાંબા કરવાનો શોખ હોય તો તમારે નખની કાળજી પણ એટલી જ રાખવી જોઇએ.જો કે ઘણી છોકરીઓને એવી આદત હોય છે કે, તેઓ નખ ફેશનને કારણે વધારે તો છે પરંતુ પછી તેઓ નખની પૂરતા પ્રમાણમાં કાળજી રાખી શકતી નથી. આમ, જો તમને પણ નખ વધારવાનો શોખ હોય તો તમારે પણ વધેલા નખની કેર કરવી ખૂબ જ જરૂરી છે.જો તમે વધેલા નખની પ્રોપર રીતે કેર નથી કરતા તો તમારા નખ પીળા પડી જાય છે અને પછી તે દેખાવમાં ખૂબ જ ગંદા લાગે છે.જો કે નખ લાંબા કર્યા પછી અનેક લોકોની એવી ફરિયાદ હોય છે કે, તેમના નખ ખૂબ જ જલદી તૂટી જાય છે અને સાથે ડ્રાય પણ થઇ જાય છે. આમ, જો તમે પણ આ સમસ્યાથી કંટાળી ગયા છો તો તમારે હવે વધારે ચિંતા કરવાની જરૂર નથી કારણકે આજે અમે તમને એક એવુ સીરમ બનાવતા શીખવાડીશું જેનો ઉપયોગ કરીને તમે તમારી નખની મજબૂતી પાછી લાવી શકશો અને તમારા નખ તૂટતા પણ બંધ થઇ જશે. આ હોમ મેડ સીરમમાં લીંબુ અને બદામનાં તેલનો ઉપયોગ થાય છે, જેનાથી તમારા નખનો રંગ એકદમ સાફ થઇ જશે અને સાથે-સાથે તમારા નખમાં ચમક પણ આવશે.

તો જાણી લો તમે પણ કેવી રીતે ઘરે બનાવશો આ સીરમ…

સામગ્રી

  • 1 ચમચી તાજો લીંબુનો રસ,
  • 1/2 ચમચી બદામનું તેલ,
  • થોડા સુગંધિત તેલના ટીપાં.

બનાવવાની રીતસૌ પ્રથમ એક નાનુ બાઉલ લો અને તેમાં લીંબુનો રસ અને બદામનું તેલ ભેળવીને 2 મિનીટ માટે ગરમકરી લો. ત્યારબાદ આ સીરમને રૂમ ટેમ્પરેચર પર થોડીવાર માટે ઠંડુ થવા દો. આમ, જ્યારે સીરમઠંડું થઇ જાય એટલે તેમાં સુગંધિત તેલ ભેળવો. હવે કોટન રૂનીમદદથી આ સીરમને તમારા નખ પર લગાવો. આ સીરમનો તમારે અઠવાડિયામાં ત્રણ વખતઉપયોગ કરવાનો રહેશે. આ સીરમને તમે કોઈ એર ટાઈટ બોટલમાં ભરીને તેને ઠંડી જગ્યાએ 10-15 દિવસ માટે રાખી પણ શકો છો.

નખ વધારતી વખતે હંમેશા રાખો આ બાબતોનું ખાસ ધ્યાન– જો તમને નખ પર વારંવાર નેઇલ પેઇન્ટ લગાવવાની આદત હોય તો આ આદત બદલી નાખો કારણકે, વારંવાર નેઇલ પેઇન્ટ લગાવવાથી નખ તેમજ તમારા હાથની સ્કિનને ખૂબ જ નુકશાન થાય છે. તમને જણાવી દઇએ કે, બહાર મળતા નેઇલ પેઇન્ટમાં અનેક પ્રકારના કેમિકલ્સ હોય છે જે તમારે નખને ડ્રાય અને પીળા પાડી દે છે. આ માટે બને ત્યાં સુધી પંદર દિવસે એકવાર નેઇલ પેઇન્ટ લગાવો.

– જો તમને નખ ચાવવાની આદત હોય તો તમારે આ આદત જલ્દી છોડવી પડશે.– હંમેશા પ્રોટીનયુક્ત આહાર ખાઓ કારણકે નખ પ્રોટીનથી બનેલા હોય છે.

લેખન સંકલન : નિયતી મોદી

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment