વિશ્વની મહાસત્તાએ પીએમ નરેન્દ્ર મોદીને મનાવા માટે ધમ-પછાડા કર્યા, મોદી એકના બે ન થયા

509
narendra-modi-and-barack-obama-meeting-in-paris-summit-2015-the-world-at-it-is-the-memoir-of-the-obama-white-house-book-excerpt

જોવા જઈએ તો એવી ધારણા હતી કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા હતા, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીની સાથે તેમને સારી એવી મિત્રતા હતી. એટલે સુધી કે જ્યારે બરાક ઓબામા પહેલી વખત ગણતંત્ર દિવસે મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા ત્યારે પીએમ મોદીએ તેમને બરાક કહીને સંબોધિત કર્યા હતા. પરંતુ કૂટનીતિની આ દુનિયામાં રાષ્ટ્ર હિત સર્વોપરી હોય છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પેરિસ સમજૂતી મામલે બરાક ઓબામાએ કેવી રીતે મનાવ્યા હતા તેનો ખુલાસો હવે થયો છે. 2015માં પીએમ નરેન્દ્ર મોદીએ પેરિસ સમજૂતી દરમિયાન બરાક ઓબાનાએ તેમની સાથે વાતચીત કરી હતી. આવો દાવો બરાક ઓબામાના ટોચના ફોરેન પોલિસી અને નેશનલ સિક્યુરિટી એડવાઈઝર રહી ચૂકેલા રોડ્સે પોતાની બુક બુક ધ વર્લ્ડ એટ ઈટ ઈજઃ એ મેનોઈર ઓફ ધ ઓબામા વ્હાઈટ હાઉસમાં કર્યો છે. આ બુક 6 જૂને માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.

ભારતને મનાવું બહુ મુશ્કેલ હતું-

2015માં પેરિસ ક્લાઈમેંટ એગ્રીમેન્ટ દરમિયાન રોડ્સે દાવો કર્યો કે જ્યારે તે પેરિસ ગયા તો ભારતને મનાવું બહુ મુશ્કેલ હતું. તેમજ રોડ્સ તે સમયે ઓબામાના ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર ફોર સ્ટ્રેટજિક કોમ્યૂનિકેશન હતા. તેમને પોતાની બુકમાં ખુલાસો કર્યો કે, એક સમયે એવો આવી ગયો હતો કે ભારતને મનાવા માટે ખુદ ઓબામાએ ભારતના બે અધિકારી સાથે વાતચીત કરી હતી. જેથી કરીને તેઓ ભારતને સમજાવી શકે કે આ સમજૂતીમાં સામેલ થવું ભારતમાં કેટલું જરૂરી છે. પરંતુ તેમાં પણ તેમને નિષ્ફળતા મળી.

પીએમ મોદી- બરાક ઓબામાની મુલાકાત

રોડ્સે પોતાની બુકમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, લગભગ એક કલાક સુધી પીએસ મોદી એ તથ્ય પર ભાર આપતા હતા કે તેમના ત્યાં 30 કરોડ લોકોની પાસે વીજળી નથી અને ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ માટે કોલસો સૌથી સસ્તુ માધ્યમ છે. તેમને પર્યાવરણની પણ ચિંતા છે, પરંતુ તેમને ગરીબીનો સામનો કરી રહેલા લોકોની પણ ચિંતા છે. ઓબામાએ તેમને સૌર ઉર્જા ક્ષેત્રમાં લેવામાં આવેલા પગલા, માર્કેટમાં ફેરફારના કારણે સ્વચ્છ ઉર્જાને લીધે ખર્ચામાં ઘટાડો થયો હતો એવી દલીલ આપી હતી.

બુકના અનુસાર, પરંતુ અત્યાર સુધી તેમને આ ભેદભાવ વિશે કઈ કહ્યું હતું નહીં કે અમેરિકા જેવા દેશોએ પણ પોતાનો વિકાસ કોલસાથી કર્યે છે અને હવે તે ભારત પાસેથી આવું નહી કરવાની માંગની કરી રહ્યા છે. બરાક ઓબામાએ અંતમાં કહ્યું કે, મને ખબર છે કે આ યોગ્ય નથી. હું આફ્રિકન અને અમેરિકન છું. મોદી જાણી જોઈને હસવા લાગ્યા અને પોતાના હાથ તરફ જોવા લાગ્યા. તેઓ બહુ દુખી દેખાય રહ્યા હતા.

ઓબામાએ કહ્યું કે, હું જાણું એક અન્નયાયપૂર્ણ સિસ્ટમમાં રહેવું કેવું હોય છે. તેમજ હું એ પણ જાણું છું કે મોડાથી શરૂઆત કરવી કેટલી મુશ્કેલી હોય છે. અને પોતાના હિસ્સા કરતા પણ વધારે મહેનત કરીને પણ એવું બતાવાનું કે કંઈ થયું જ નથી તેવું વર્તન કરવું પડે ત્યારે કેવું થાય છે તે હું બહુ સારી રીતે જાણું છું. રોડ્સે કહ્યું કે. તેમને ક્યારે ઓબામાને કોઈ પણ નેતા સાથે આ રીતે વાત કરતા ક્યારેય નથી સાંભળ્યા. એવું લાગી કે મોદીએ તેમની આ વાતોથી પ્રભાવિત થયા હતા અને તેમને ઉપરની તરફ જોઈને અને હા કરતા માથું હલાવ્યું હતું અને મંજરૂ આપી હતી.

તેના પહેલાના ઘટનાક્રમ વિશે લખે છે, અમારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળવાનો ક્રાર્યક્રમ હતો. ઓબામા અને અમે લોકો બેઠક રૂમની બહાર રાહ જોઈ રહ્યા હતા. ત્યારે મોદી કરતા પહેલા ભારતીય પ્રતિનિધિમંડળ ત્યાં પહોંચ્યું હતું. વાસ્તવમાં ભારતીય અધિકારીઓને મનાવા બહુ મુશ્કેલીનું કામ હતું.

રોડ્સે લખ્યું કે, ઓબામાએ તેમની સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, તેમની વચ્ચે 20 મીનિટ સુધી વાત કરી હતી. ઓબામા ગેલેરીમાં ઉભા રહેલા બંને ભારતીય ઓધિકારી સાથે વાતચીત કરતા હતા. હું બાજુમાં ઉભો રહીને પોતાનો મોબાઈલ ફોન જોઈ રહ્યો હતો, જ્યારે ઓબામા સૌર ઉર્જાની વાત કરી રહ્યા હતા, તો તે અભૂતપૂર્વ હતી, તે પ્રોટોકલનો હિસ્સો ન હતો.

લેખન સંકલન-પ્રિયંકા પંચાલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment