અંતરીક્ષને નરી આંખે જોવા માંગો છો તો આ હકીકત થઇ શકે છે, જાણો કેટલો ખર્ચ થશે..

23

જ્યારે પણ અંતરિક્ષના મુસાફરીના સમાચાર વાંચો છો, તેના વિશે સાંભળતા હશો કે, તેના વિશે કોઈ ફિલ્મમાં જોતા હશો, તો તમને પણ અંતરિક્ષમાં જવાનું બહુ જ મન થતું હશે. તમે વિચારતા હશો કે કાશ મારુ સપનુ સાચુ પડી જાય. તમારુ આ સપનુ હવે સાકાર થઈ શકે છે, પરંતુ તેના માટે તમારે કરોડો રૂપિયા ખર્ચવા પડશે. લોકો હવે સામાન્ય ટુરિસ્ટ ડેસ્ટીનેશનમાંથી બહાર નીકળીને એડવેન્ટર ટુર કરવાનું પસંદ કરે છે, જે માટે તેઓ ગમે તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર થાય છે. ત્યારે કરોડો રૂપિયા ખર્ચીને તમે પૃથ્વીની બહારની દુનિયા એટલે કે, અંતરિક્ષને સ્પષ્ટ નજરોથી જોઈ શકો છો. આ માટે તમારે એક જ કંપનીને સંપર્ક કરવાનો રહેશે.

આ કંપની આપી રહી છે તક
હવે એક્સિઓમ સ્પેસ (Axiom Space) નામની નવી કંપની ઢગલાબંધ રૂપિયા ખર્ચ કરી શકનારા અને એડવેન્ચર પસંદ કરનારા લોકોને 8 દિવસની અંતરિક્ષની મુસાફરીની વ્યવસ્થા કરાવી આપે છે. જે પૂરી રીતે કમ્ફર્ટેબલ હોય છે, તેમ જ ઠાઠબાઠથી ભરપૂર હોય છે, જેમા નાસાની પણ ચમક જોવા મળશે.

આવી હશે સ્પેસ કેબિન

Axiom એક બિલ્ડિંગની જેમ હશે, જેમાં ફ્યુઝન બુટિક હોટલ, એડલ્ટ સ્પેસ કેમ્પ અને નાસા ગ્રેડ રિસર્ચ ફેસિલિટી હશે, અને તે એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે, તે પૃથ્વીથી 402 કિલોમીટર ઉપર ફરતુ રહેશે.

આ સ્પેસ સ્ટેશનના કેબિન્સના ઈન્ટીરિયરને ડિઝાઈન કરવા માટે Axiomએ એક ફ્રેન્ચ ડિઝાઈનર ફિલીપ સ્ટાર્કને હાયર કર્યું છે. જેમણે હાઈ-એન્ડ હોટલ્સથી લઈને બેબી મોનિટર્સ સુધી વિવિધ ડિઝાઈન કરી છે. સ્ટાર્કે કેબિનની દિવાલોને ક્રીમ કલરના પૈડેડ અને સ્વેડ જેવા ફેબરીકથી બનાવી છે, જ્યારે કે કેબિનની અંદર સેંકડો એલઈડી લાઈટ્સ લગાવાવમાં આવી છે. જેની અલગ અલગ રંગોની ચમક આ વાત પર નિર્ભર કરશે કે, સ્પેસ સ્ટેશન દિવસના સમયે ક્યાંથી પસાર થઈ રહ્યું છે.

હશે આ સ્પેશિયલ સુવિધા
આ સ્પેસ સ્ટેશનને 2022માં શરૂ કરવાનું હતું, પણ Axiomનું કહેવું છે કે તે 2020 સુધી ઓર્બિટમાં જવા માટે ઉત્સુક મુસાફરોને મોકલવાનું શરૂ કરી દેશે. Axiom સ્ટેશનમાં સપોર્ટ માટે હેન્ડ હોલ્ડ હશે, જેને સોનું અથવા બેટરી લેધરમાં રેપ કરવામાં આવશે. આ ઉપરાંત Axiomના પ્રાઈવેટ કેબિન્સમાં નેટફ્લિક્સની વ્યવસ્થા પણ હશે. આમ આ રીતની મુસાફરીનો અનુભવ મેળવવા માટે તમારે કરોડો રૂપિયા ખર્ચવા પડશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment