પ્રેમની ડાયરી – બન્ને પ્રેમીનુ મિલન એ પણ મરીન ડ્રાઇવ જેવી રોમેન્ટીક જગ્યા પર…..

368
navalika-premni-dayari-part-1

પ્રેમની ડાયરી

અરે આ તો એ જ છે? પણ અહિ ક્યાથી હોય ? હુ હજુ તો દોડીને દરવાજા સુધી પહોચવા ગયો ત્યા તો મારુ સારુ મુંબઈને ટ્રેન ન જોઇ શકે એમ એક પળમાં ધીરેધીરે ચાલતી ટ્રેન સ્પીડ પકડી લીધી પણ એ જ્યા સુધી દેખાઇ ત્યા સુધી મે એને જોઇ.

હુ આમ તો મારુ કામ પુરુ કરીને જતો હતો. મુંબઇ સેન્ટ્રલ પર જ્યા મારી કંપનીનુ હેડ ક્વાર્ટર છે. હુ મુંબઇની બળબળતી ગરમી અને ટ્રાફિક સહન કરીને થાકી ગયો હતો એટલે દર વખતેની જેમ આ વખતે પણ ન્હાયને નાસ્તો કરીને મરીન ડ્રાઇવ પર ચાલવા નીકળી ગયો. મરીન ડ્રાઇવની શાંતિ અને દરીયા કિનારાનો ઠંડો પવન બધો જ થાક ઉતારવા પુરતો છે. મારી સૌથી પ્રિય જગ્યા છે એટલે હુ અહિ આવીને દરીયા કિનારે બેઠો. ક્યાંક ક્યાંક રોમાન્સ કરતા કપલ તો ક્યાયક પરિવાર સાથે ઉજાણી કરતા દ્રશ્ય, સાયકલમાં ચા નાસ્તા વાળા, મોંધી લક્સરીયસ ગાડીઓ સામે ઓબેરોય હોટલ આ બધુ એકબીજાને મેચ થતુ હોય એવુ લાગતુ હતુ.

બધા બિઝનેસના વિચારોના વમળમાંથી તો બહાર નિકળ્યો પણ ત્યા જ એ સ્ટેશનમાં જોઇ હતી એના વિચારો લાઇનમાં જ ઉભા હતા. એ ઘટના મારી આંખ સામે આવી ગઈ હતી. અમે સુરતમાં જ રહેતા હતા અમારી સામેના મકાનમાં એક પરિવાર રહેતો. બે જણ પોતે અને એમની એક છોકરી અને નાનો એક છોકરો.

સૌ પ્રથમ અમારા ઘરે સામાન આવ્યો અને બધી ચીજ વસ્તુ ગોઠવતા હતા.એ માસી બે પાણીની બોટલ લઈને આવ્યા અને કહ્યુ કે આજે તમે બધો સામાન વ્યવસ્થિત કરી દો. મારા ઘરે તમારી રસોઇ બનાવી નાખુ છુ. મારા મમ્મીએ કહ્યુ ના અમે પાંચ વ્યક્તિ છીએ. અહિ અમારા ઘરે જ બનાવી નાખીશુ,

એ માસીએ હસતા હસતા કહ્યુ બધુ ગોઠવાઇ જાય પછી અમને તમારી ઘરે જમવા બોલાવજો પણ અત્યારે મને ના કહો. તમે સામાન ગોઠવી આવી જાઓ.

મમ્મીએ હા કહ્યુ અમે બપોરે જમવા ગયા. મીના માસીનો નાનકડો પરિવાર હતો. મયુર અંકલ બેન્ક મેનેજર હતા. એક છોકરો ત્રણ વર્ષનો હતો અને એક છોકરી કોલેજમાં એફ.વાય.માં એટલે મારી ઉમરની હતી. એ છોકરીને પ્રથમવાર જોઇ એકદમ શ્વેત એમ થાય કે આંગળી અડાડશુ તો પણ લીસોટો પડિ જશે.લાંબા વાળ કાયમ છુટા જ રાખતી હશે. જ્યારે હસે ત્યારે ગાલમાં ખાડા પડી જાય. એ મારકણા સ્મીતથી પ્રથમ મુલાકાતમાં મને થોડુ આકર્ષણ થયુ હતુ. અમે જમીને ઘરે આવી ગયા.

 

પછી તો નિયમિત દિન ચર્યા હતી. એક દિવસ હુ કોલેજથી આવતો હતો. મે બે છોકરાઓને કોઇક છોકરીને છેડતી કરતા જોયા. અભદ્ર શબ્દ બોલતા જાય પાછા બેગ ખેચે તો સલવારનો છેડો ખેચે. મે ગાડી ધીમી કરી જોયુ કે પેલી સામે વાળી છોકરી જ હતી. મે તરત જ ગાડી ઉભી રાખી એ લોકો પાસે ગયો અનેએને જ કિધુ કઇ પ્રોબ્લેમ છે? હુ ઘરે જ જાવ છું, તને ઉતારી દઇશ? પેલા છોકરાઓ તરફ દોડ્યો પણ એને એમ થયુ કે આ કોઇ ઓળખીતા છે એટલે એ લોકો ત્યા ભાગવામાં ભલાઇ સમજી.

એને કહ્યુ એ તો મારી ગાડી પાછળ બેસી ગઈ પણ એકદમ કડક થઈને કઈ હલચલ નહિ ને કાઇ બોલવુ નહિ એમ જ.

મને એવુ લાગ્યુ કે બિચારી ડરી ગઈ હશે એટલે હુ પણ કઈ બોલ્યો જ નહિ. ઘર આવ્યુ એટલે એ ઉતરીને ચાલતી જ થઇ ગઇ. એક પણ વાર થેન્ક્સ બોલવા પાછળ પણ ન જોયુ કે આભાર વ્યક્ત કરતુ એક સ્માઇલ પણ ન આપ્યુ. મને તો થોડુ અજીબ લાગ્યુ.

આપણે શુ આપણે તો આપણી ફરજ બજાવી એમ વિચારીને મનને મનાવતો હુ તો મારા ઘરે આવી ગયો. થોડા દિવસ પછી બરાબર ચોમાસાની મોસમ હતી અને હુ કોલેજથી એક દોસ્તને ત્યા ગયો હતો અને ત્યાથી ઘરે પરત આવતો હતો. સાડા છ સાત થઈ ગયા હતા. એક તરફ અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. એક બસ સ્ટેન્ડ પર માત્ર એકલી જ છોકરી ઉભી હતી. ત્યારે પણ બે લફંગા એને જોઇ ને અભદ્ર ઇશારા કરતા હતા. એ ઉભી ઉભી રડતી હતી. હુ ત્યારે પણ ત્યા પહોચી ગયો.

મે કહ્યુ આર યુ ઓકે? ચાલ ઘરે જાવ છુ તને લેતો જાઉ.

ત્યા પેલા લફંગામાંથી એક બોલ્યો કેમ બહુ સમાજસેવા કરવાનો કિડો છે કે, આવીને આમ ઓફર કરે છે.

મે કહ્યુ એ અમારી પર્સનલ મેટર છે અને તારા ઘરેમાં બહેન નથી કે અહિ છેડતી કરવા આવ્યો છે.

મારી અને પેલા લોકો વચ્ચે થોડી ચડભડ થઈ. અમે હાથાપાઇ ઉપર આવી ગયા. મારે તો એમ પણ મારા માર્શલ આર્ટનો પરિચય આપવો હતો. જેમા મારો હાથ સાફ થઈ ગયો. મને હાથમાં એક વ્યક્તિએ છરી લઈને અટેક કરેલો એનો પ્રતિકાર કરતા મને પણ એક ઘાવ વાગ્યો હતો. પેલા લફંગા તો નિકળી ગયા હતા પણ મારા હાથમાં લોહિ બંધ નહોતુ થતુ.

મે મારા હાથ રુમાલ બાંધી કહ્યુ ચાલ હવે રડવાનુ બંધ કર આમ પણ ઘણૂ મોડુ થઈ ગયુ છે.

એ ફરીથી મારી બાઇક પાછળ ગોઠવાઇ આ વખતે કઈક તો બોલશે પણ વાતચીત તો શુ મારા કોઇ સવાલનો જવાબ નહિ. માત્ર રડવાના ડુસકા જ સંભળાતા હતા. આજ પણ મને ખબર તો હતી જ કે આ છોકરી મને થેન્ક્સ પણ નથી કહેવાની એટલે એ નીચે ઉતરી એટલે તરત જ મે તો ચાલતી જ પકડી.

પણ ઘરે જઈ જમીને હુ પથારીમાં પડખા જ ફરુ સતત એનો જ ચહેરો અને એના વિચારો આવતા ક્યારેક મન એમ કહેતુ કે તને એની સાથ પ્રેમ થઈ ગયો. પાછો એવો પણ વિચાર આવે કે જીવની બાજી લગાડી છતા એક વાર પણ વાત કરવાની તસ્દી ન લેતી હોય એની સાથે પ્રેમ ન થાય. મોડી રાત્રે ઉંઘ આવી ગઇ. સવારમાં કોલેજ જવા નિકળ્યો હતો. સાંજની મેમરી તો બધી રાતની ઉંઘની સાથે આછી થઈ ગઇ હતી. અમારી સોસાયટીના ગેટની બહાર નીકળતો હતો ત્યા જ એ જાણે મારી રાહ જોઇને ઉભી હોય એમ લિફ્ટ માગવા લંબાવ્યો. મે ગાડી ઉભી રાખી બેસાડી.

મને એમ થતુ હતુ કે એ પોતાનુ સ્ટેન્ડ ક્લીયર કરે તો સારુ આ વન સાઇડ લવ તો ખુબ વિચાર કરાવે છે પણ, આજ તો એને ગાડીએથી ઉતરતી વખતે વધુ ક્લીયર કરી જ લેવુ છે પણ ત્યા જ વચ્ચે એણે મારા ખંભે હાથ રાખીને ગાડી ઉભી રાખવા કહ્યુ મે ગાડી ઉભી રાખી તો મને ઇશારો કર્યો કે મારી સાથે ગાર્ડનમાં આવ. હુ તો અચરજ સાથે ગાર્ડનમાં ગયો. ત્યા એક બેન્ચ પર બેઠા હતા. એકદમ ઓછા લોકો હતા. એક બાજુ વાદળછાયુ વાતાવરણ અને વરસાદની ઠંડક સહયોગ આપતુ હતુ,બાંકડા પર બેઠા એટલે મે તરત જ ચાલુ કર્યુ બોલવાનુ કે, તારામાં સેન્સ જેવુ કઈ છે કે નહિ? કાલ તારા લીધે તો મને હાથમાં વાગ્યુ. તે એકપણ વાર થેન્ક્સ તો શુ પણ મારા પુછેલા સવાલનો જવાબ દેવાની તસ્દી પણ નથી લીધી અને આજે પાછી મારી રાહ જોવા ઉભી રહી ગઈ. આઇ એમ ટોટલ કન્ફ્યુઝડ

મને પછી એવુ લાગ્યુ કે કઈક વધારે બોલાઇ ગયુ હશે એટલે હુ અચાનક જ ચુપ થઇ ગયો.

એની આખો હવે આંસુથી ભરાઇ ગઇ હતી. એ રડતી ત્યારે એની આંખનો ઉપરનો ભાગ અને ગાલ લાલ થઇ ગયા હતા. જે આંખને ગમતુ હતુ પણ કોઇ રડે તો ન જ ગમે સ્વાભાવીક છે.

એણે એની બેગમાં એક ડાયરી કાઢી અને મને ત્યા જોવા ઇશારો કર્યો. એ બેન્ચ પર બેઠી હતી. હુ તેની પાસે નીચે બેસી ગયો. એને બુકમાં લખ્યુ હતુ. સોરી મને બોલવાની શક્તિ મને ઇશ્વરે નથી આપી.

હુ તો આ વાંચી અવાચક થઇ ગયો. મારી આંખોના બન્ને ખુણા ભીંજાઇ ગયા હતા.

હે કુદરત તે આવુ સુંદર સર્જન કરીને આવ્યો શ્રાપ કેમ આપ્યો? આ પારેવડી એની લાગણીઓ વ્યક્ત કરવા કેટલી તડપતી હશે? આ બધુ વિચારતા તો મારી આંખમાંથી આંસુ ગાલ પર ક્યારે આવી ગયા એનો ખ્યાલ જ ન રહ્યો.

એની કોમળ આંગળીઓનો સ્પર્શ મારા આંસુ લુછવા માટે થયો.

હુ બાજુમાં બેસી ગયો એ મને એની ડાયરીના પેજ પાછળ પલટાવી દેખાડતી હતી. એમા લખ્યુ હતુ કે મારી મદદ કરનારનો દિલથી આભાર. એ ખુબ સુંદર છે તો એનુ દિલ કેટલુ સુંદર હશે?

હુ તો એક પછી એક વાત વાંચતો જ ગયો. બસ ભગવાને જીભ નહોતી આપી પણ એના અક્ષર અને એની વાક્ય રચનાઓ અને પંક્તિ તો ખુબ અદભુત હતી. ખરેખર મને તો એની સાથે પ્રેમ થઈ ગયો હતો પણ હજી નામ તો ખબર જ ન હતુ. મે હાથ લંબાવતા કહ્યુ આઇ એમ વિર નિકનેમ વિરૂ

એણે એની ડાયરીમાં લખ્યુ આઇ એમ વાસુ એન્ડ નિકનેમ વાસુ

અંતે એક ગોળ રાઉન્ડ અને તેમા બે આંખો સાથે સ્માઇનુ સિમ્બોલ બનાવ્યુ. હુ પણ હસવા લાગ્યો. લવ એટ ફર્સ્ટ સાઇટ હતી. પછી તો અમે દરરોજ સાથે આવતા જતા હતા. એક બીજાને દિલથી ચાહતા હતા.

મને ઘણીવાર માત્ર મિત્રો મજાક મજાકમાં ટોણો પણ મારતા કે શુ કરે તારો સાયલેન્ટ લવ?

પણ હુ કાંઇ પણ બોલ્યા વગર હસવા લાગતો

તો કોઇ એમ પણ કહેતા કે તુ હેન્ડસમ છોકરો છે તને તો એકદમ ચકાચક છોકરી મળે.

હુ કહુ કે દોસ્ત પ્રેમમાં શારીરીક ક્ષમતા કરતા માનસીક સુંદરતા જોવામાં આવે તો એ પ્રેમ અને પ્રેમીઓ બન્ને દિર્ઘાયુ બને છે.

હુ કોઇ પણ હિસાબે મારા પ્રેમ પર બોલવા વાળાને બોલતા બંધ કરી દેતો હતો પણ અમારો દિર્ઘાયુ પ્રેમ અલ્પાયુ થઈ ગયો એમ મને ખ્યાલ પણ ન રહ્યો.

મારા પરિવાર વાળા મને છોકરી પસંદગી માટે દબાણ કરવા લાગ્યા હતા.

અંતે એક દિવસ મે જાહેરાત કરી દિધી કે હુ ને વાસુ એક બીજાને પ્રેમ કરીએ છીએ. પપ્પાએ તો કચકચાવીને એક તમાચો મારી દિધો અને કહેવા લાગ્યા તને ખબર છે ને એ મુંગી છે. તારામાં શુ ખોટ છે? મારા ઘરમાં એવી છોકરી જ ન જોઇએ.

હુ તો પપ્પાને સમજાવવા સમર્થ ન હતો કે પ્રેમ કોઇ શરીર નહિ મન જોઇને થાય છે પણ અધુરામાં પુરુ કે પપ્પા એના ઘરે ગયા અને કહેવા લાગ્યા કે તારી મુંગી છોકરી મારા છોકરાને ફસાવે છે.

ખુબ મોટી બબાલ થઈ ગઈ હતી. પપ્પા અને એના પપ્પા મારપીટ સુધી પહોચી ગયા હતા.

બીજે દિવસે સવારે બધુ સામાન્ય થઈ ગયુ હતુ. ઘરમાં તંગદિલી ભર્યુ વાતાવરણ હતુ. હુ સવારમાં ફ્રેશ થઈ નાસ્તો કર્યા વગર જ કોલેજ જવા નીકળી ગયો હતો. હુ ઘરની બહાર નીકળ્યો મને ખબર જ હતી જે આજે એ મારી રાહ જોઇ નહિ જ ઉભી હોઇ.

આગળના ચાર રસ્તા પર એ ઉભી હતી. મને જોઇ હાથ ઉચો કર્યો. મે તેને ગાડી પાછળ બેસાડી અને અમે જે ગાર્ડનમાં મળતા ત્યા ગયા. અમે ત્યા જઈ બેન્ચ પર બેઠા ત્યા સુધીમાં એના આંસુઓનો બંધ તો તુટી જ ગયો હતો. એ મને વારંવાર ડાયરીમાં લખી એમ કહેતી હતી કે તુ મને ભુલી જા. મારાથી સારી છોકરી તને મળી જશે. મારી પાછળ તુ મારી જીંદગી શુ કામ બગાડે છે?

મે કહ્યુ તુ પાગલ છે કે હુ તને પસંદ નથી, એ મને સ્પષ્ટ કરી દે એટલે મને ખબર પડે મારે શુ કરવુ?

એણે ડાયરીમાં લખ્યુ અને એ પેજ ફાડીને મને આપ્યુ. મને ખ્યાલ છે ત્યા સુધી આ ડાયરીને કોઇ અડકે તો શુ કોઇ એની ડાયરી સામે જોવે એ પણ એને નહોતુ ગમતુ એનુ પેજ ફાડિને મને આપ્યુ અને ત્યાથી ઉભી થઇ દોડતી ગાર્ડનની બહાર નીકળી ગઈ. એ પેઇજમાં એટલુ જ લખ્યુ હતુ કે તારો પ્રેમ પવિત્ર છે એટલે આપણે ફરી મળીશુ.

એ શુ કહેવા માંગતી હતી એની ગંભીરતા મે તરત જ લઈ લીધી હોત તો સારુ હોત

પણ હુ સાંજે જ્યારે ઘરે આવ્યો ત્યારે જોયુ તો ખબર પડી કે, એ લોકોએ મકાન ખાલી કરી નાખ્યુ છે. હવે તો મારી પર આભ તુટી પડ્યુ હતુ. મારી જિંદગી જ બદલાઇ ગઇ હતી.એની સાથે વિતાવેલી એ મસ્તી પળો જ્યારે મને યાદ આવતી ત્યારે ગમે ત્યા હોવ અચાનક આખો ભરાઇ આવતી હતી.અમે જે ગાર્ડનમાં બેસતા હતા એ બેન્ચ પર જઈને ક્યારેક ચોધાર આંસુએ રડતો હતો. ઘણા લોકો મને પાગલ પણ સમજતા હતા.

એની ડાયરીને હુ પ્રેમની ડાયરી કહેતો. કુદરતે એને એક અદ્ભુત શક્તિ આપી હતી.

એક વખત વેલેન્ટાઇન ડે હતો અને હુ એના માટે ગુલાબ અને સાથે ઘણી બધી ચોકલેટ લઇને ગયો. એ બધુ પ્રેમથી સ્વીકાર્યુ પણ ખરુ પછી મને એણે ડાયરીમાં આગળના પેઇજ પર લખેલુ વંચાવ્યુ કે કાલે વિર મને વેલેન્ટાઇન ડે ચોકલેટથી વિશ કરશે.

મારે એની સાથે મીઠો ઝઘડો થઈ જતો ત્યારે પણ હુ તેનાથી રિસાઇ જતો

ત્યારે મને એની ડાયરી અમે મળ્યા પછી ખોલી જ ન હોઇ પહેલા વાર ખોલે ત્યારે અને મને વંચાવે કે “આજ મારો મેઘ મને રડાવશે” એવુ દેખાડીને રડવા લાગે.

હુ એને મારી બાહોમાં સમાવી લેતો. એના આંસુઓ લુછતો હતો.

તો ક્યારેક વરસતા વરસાદમાં એ છત્રી લઇને આવતી. હુ એની સાથે વધુ પડતી મજાક કરૂ તો એ છત્રી ફેકી દે અને મને અને વરસાદને મન ભરી માણી લે.

આ બધા દ્રશ્યો આજ પણ હુ યાદ કરૂ છુ તો, એવુ લાગે કે કઈ બદલાયુ નથી. માત્ર અને માત્ર મારુ ભાગ્ય બદલાયુ છે. આ બધા દ્રશ્યો કાલે જ બન્યા હોય એટલુ દર્દ થતુ.

હુ જેટલી વાર એના ઘર આગળથી નીકળતો કે એ ગાર્ડનમાં જતો મને એ જખ્મો તાજા થતા. મે અંતે બીજા શહેરમાં નોકરી શોધી અને મારુ ઘર અને પરિવાર છોડી દિધુ.

પપ્પાને જ્યારે એની ભુલ સમજાઇ ત્યારે એમણે કહ્યુ કે તુ પાછો આવી જા. તુ જે કહે એમ કરી દઈશ.

મે કહ્યુ પપ્પા કોઇ પણ મા બાપ એના સંતાનોનુ ખરાબ તો ક્યારેય ન વિચારે. હુ ત્યા રહિશ તો મને પણ એ બધુ યાદ આવે એટલે હુ કામ પણ નથી કરી શક્તો. મારા મનમાં એવુ કઇ જ નથી. થોડો સમય જાય એટલે હુ આવી જઈશ.

આ વાતને આજ પાંચ વર્ષ વિતી ગયા હતા.હવે એને તો આ વિશાળ દુનિયામાં ક્યા શોધવી? પણ મનને મનાવીને હુ મારી કારકિર્દિ બનાવવા તરફ લાગી ગયો.

એના એ શબ્દો કે તારો પ્રેમ પવિત્ર છે, આપણે મળશુ એ સાર્થક થવા જઇ રહ્યા હતા. આજે એને જોઇ પણ રાષ્ટ્રની મહાધમની જેવા માયાવી મુંબઇ નગરીમાં તો એને કઈ રીતે શોધવી?

આ વિચારો કરતા કરતા હુ મારા ક્વાર્ટર તરફ જતો હતો. ત્યારે લગભગ રાતના ત્રણ વાગી ગયા હતા. મુંબઇ આમ તો ૨૪ કલાક ઓપન સીટી છે.

મારુ કામ પુરુ થઇ ગયુ હતુ એટલે મે મારી કંપનીમાં મેડિકલ લીવ મુકિ અને મુંબઇમાં જ રહિને એની શોધખોળ કરવાનુ વિચાર્યુ હતુ. મારા માટે મુંબઇ અજાણ્યુ સીટી અને એટલુ મોટુ સીટી કે સાંજે સાત વાગ્યે મુંબઇના રેલ્વે સ્ટેશન પર એટલુ બધુ પબ્લીક હોય કે આપણા નાના સીટીની કુલ વસ્તી પણ માંડ હશે.

બીજે દિવસે સવારમાં જે સ્ટેશન પર મે એને જોઇ હતી એ સ્ટેશન એટલે અંધેરી આવીને બેઠો. સવારના આઠ વાગ્યાના બધા પ્લેટ ફોર્મ પર જાઉ લગભગ બપોર સુધી મે એને મળતી હોઇ એવી દરેક છોકરીને જોઇ પણ એ તો મારો નિર્થક પ્રયાસ હતો. અંધેરી રેલ્વે સ્ટેશનના બાંકડા પર બેઠો હતો.થોડો નાસ્તો કરીને મારી ગઇ રાત્રીના ઉજાગરાને કારણે આંખો ભારે થવા લાગી હતી. જોખમ તો કઇ પણ સાથે હતુ નહિ એટલે થોડી વાર ઉંઘ ખેચી.

અડધા કલાક પછી આંખ ખુલી તો હુ કોઇના ખભે માથુ રાખીને સુતો હતો. મે જાગીને જોયુ મારા માટે આ એક સરપ્રાઇઝ હતુ. મારા ખભે હાથ રાખી કહેવા લાગ્યો કે કેમ દોસ્ત અચાનક જ અમને છોડીને ચાલ્યો ગયો. પાછો મળ્યો જ નહિ તે આજ મળ્યો.

મે જોયુ તો મારો એ મિત્ર પલક હતો. મે એને મારી હકિકત જણાવી. મને કહેવા લાગ્યો કે તારો દોસ્ત છે તારે જરાય પણ ચિંતા કરવાની જરુર નથી. મારે ખરેખર આ જ હુંફની જરૂર હતી અને ભગવાને એટલે જ આ દેવદુતને મારી મદદ કરવા મોકલ્યો હશે.

એની પોતાની હોટલ અને ટુરીઝમનો બિઝનસમાં મુંબઇમાં સારુ એવુ નામ હતુ.

મને કહ્યુ કે તારે હોટેલમાં રહેવુ હોય તો હોટેલમાં નહિ તો મારા ઘરે. મે હોટેલ જ પસંદ કરી. હવે ક્યારેક બાઇક લઈને તો ક્યારેક કાર લઈને શોધવા નિકળી જ પડીએ.

એક દિવસ અમે બન્ને મરીન ડ્રાઇવ પર બેઠા હતા. અચાનક જ ફોનમાં હેન્ડસ ફ્રી લગાવી ધીરે ધીરે ચાલતી ચાલતી એક છોકરી પસાર થઇ. હેન્ડસફ્રીમાં વાગતા ગીતો સાથે એ પણ ગણગણતી હતી. આમ તો મારો સ્વાભાવ એવો થઈ ગયો હતો કે કોઇ પણ છોકરી નિકળે એટલે એક વખત તો ધ્યાન જાય જ. આ વખતે પણ એવુ જ હતુ.

હુ તો ઉભો જ થઈ ગયો. અરે પલક આ એ જ છે પણ આ તો બોલી શકે છે. પાંચ વર્ષમાં તો ઘણૂ જ બદલાઇ ગયુ હતુ. એના ચહેરા પરની એ ચમક તો આ જ પણ યથાવત હતી.

મારી મોટી મુંજવણ એ હતી કે એને પુછુ કઈ રીતે?

મને પલકે કહ્યુ એ હિરો અમારા મુંબઈની છોકરીઓ શોર્ટ માઇન્ડ નથી. તુ કમ સે કમ પુછી તો શકે જ. ના હોય તો તને સજા નહિ આપે.

મે સાદ પાડ્યો વાસુ…એ વાસુ… બે વાર સાદ પાડ્યો ત્યા તો મારી આંખોમાં જળજળીયા આવી ગયા હતા.  એણે પાછળ ફરીને જોયુ તો ખરૂ? હુ દોડીને એની પાસે ગયો અને કહ્યુ તુ વાસુ છે ને ?

તેણે હા તો પાડી પણ એ જાણે મને ઓળખતી જ ન હોઇ એમ ઉભી રહિ.

સૌથી વધુ મુંઝવણ તો ત્યારે થઈ જ્યારે એણએ કહ્યુ હા બોલો શુ કામ છે? હુ જ વાસુ છુ.

મને તો કઈ સમજાતુ જ ન હતુ કે મારે શુ કરવુ? આટલા વર્ષ જે પ્રેમની પ્રતિક્ષા કરી એ પ્રેમ હવે અજાણ્યા વ્યક્તિની જેમ વાત કરવા લાગે છે.

મે હિમ્મત ભેગી કરીને તરત જ કહ્યુ તમે મયુર અંકલના ડોટર છો ને? એ અહિ ક્યા રહે છે? એ મારા સંબંધી થાય છે. તમને ન ખ્યાલ હોય પણ મે તો તમને પહેલા જોયા હતા એટલે ઓળખી ગયા. હુ પણ અહિ જ રહુ છુ.

તેણે અમને એડ્રેસ આપ્યુ અને પહેલાની જેમ નોર્મલ જ ચાલવા લાગી મારી સામે એ સ્માઇલ પણ ન આપી.

મને તો પહેલી વખત મારી ગાડી પાછળથી ઉતરી ત્યારે જેમ કોઇ પ્રતિભાવ આપ્યા વગર ચાલી ગઈ હતી એ જ યાદ આવ્યુ.

(શુ સાચે જ વાસુ વિરને ભુલી ગઈ કે પછી કોઇ મજબુરીને ખાતર જાણી જોઇને ના કહે છે?- જન્મથી બોલી નહોતી શક્તિ એ બોલે કઈ રીતે?- આ બધુ જ અને બન્ને પ્રેમીનુ મિલન એ પણ મરીન ડ્રાઇવ જેવી રોમેન્ટીક જગ્યા પર- વાંચકો પણ થઈ જશે લાગણી સભર – જુઓ કાલ બરાબર આ જ સમયે)

લેખક : વિજય ખુંટ શૌર્ય

 પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment