પ્રેમની ડાયરી ભાગ – 2 , વીતેલી ક્ષણોની યાદો તાજી કરી આવનારી જિંદગી માટે સ્વપ્નાઓ ઝંખતી ગજબ પ્રેમ કહાની ….

86
navalika-premni-dayari-part-2

પ્રેમની ડાયરી ભાગ – ૨

(આગળ જોયુ કે વિર અને વાસુનો પ્રેમ- બન્નેના પરિવારજનો અસ્વી કાર કરે છે- વાસુનો પરિવાર રાતોરાત સ્નાનાંતર- વિર પર શહેર છોડી દે- પાંચ વર્ષ પછી અંધેરીના સ્ટેશન પર વાસુ હોવાનો ભાસ થાય છે- થોડી શોધખોળ પછી મરીન ડ્રાઇવ પર મળે છે. – પણ એ તેને ઓળખવાનો ઇન્કાર કરી દે છે.- હવે આગળ)

મને તો પહેલી વખત મારી ગાડી પાછળથી ઉતરી ત્યારે જેમ કોઇ પ્રતિભાવ આપ્યા વગર ચાલી ગઈ હતી એ જ યાદ આવ્યુ.મને પલકે શાત્વના આપી અને કહ્યુ દોસ્ત કોઇ બીજો પ્રોબ્લેમ છે એવુ લાગે છે. આપણી અડધી જીત તો થઈ છે. એ તો કન્ફર્મ છે કે એ વાસુ જ છે અને એ જ તારી પ્રેમિકા છે એ પણ એના પપ્પાના નામ પરથી કન્ફર્મ થઇ ગયુ. અને એના ઘરનુ એડ્રેસ પણ .છે હવે ત્યા જઈએ ત્યારે ખબર પડે.

એ મને હોટલમાં મુકિને ઘરે ગયો. મને તો હોટલની બાલ્કની બેઠા બેઠા અનેક વિચારો આવી રહ્યા હતા. આ વિચારોના વમળમાં ક્યારે ઉંઘ આવી ગઈ એ જ ખબર ન પડી. જ્યારે સવારે ચાર વાગ્યે હુ જાગ્યો તો ખુરશી પર જ હતો. ઉંઘ આવે ત્યારે આરામ કરી લઈશ એમ વિચારીને હુ મરીન ડ્રાઇવ પર ચાલવા ગયો. આમ પણ સવારનો માહોલ ખુબ જ સરસ હોય છે.

હુ મરીન ડ્રાઇવની એક પાળીએ બેઠો હતો. વાસુ પાછી મારી નજર સામેથી જ પસાર થઈ. એકવાર પણ મારી સામે જોવાની તસ્દી પણ ન લીધી.મને તો એવુ લાગતુ કે આ એ છે જ નહિ પણ પછી એમ થાય કે હજી કુદરત પરિક્ષા લેવા માંગે છે. દરીયાના મોજાની થપાટ પથ્થર પર લાગે અને મોજા પોતે વિખરાઇ જતા હતા. આ દ્રશ્ય મારી જાત સાથે સાર્થક લાગતુ હતુ. હે ઇશ્વર એટલી બધી પરિક્ષા ન લેતો કે તારા પરથી વિશ્વાસ જ ઉડી જાય.

હુ મારા રૂમમાં ગયો આખી રાતની અધુરી ઉંઘને કારણે મારી આંખ મિચાઇ ગઈ હતી. પલકે આવીને મને જગાડ્યો.
પલકે કહ્યુ કે મે તેના પપ્પાને મળી લીધુ છે. એ તને મળવા માંગે છે.

હુ પલકને ભેટી પડ્યો. મે કહ્યુ શુ સાચે જ ? તો ક્યા અને ક્યારે મળવુ છે બોલ?

પલક કહે મે આજે બપોરે જ અહી જ આપણા રેસ્ટોરામાં મળવા બોલાવ્યા છે.

બપોર સુધીનો સમય તો અનેક તર્ક અને વિતર્કના વિચારોમાં નિકળી ગયો. મયુર અંકલ આવ્યા એકદમ અપ ટુ ડેટ શુટ બુટ પહેરીને.

એ આવતા જ એને સન્માન આપવા હુ મારી ચેર પરથી ઉભો થઈ ગયો કહ્યુ આવો અંકલ
એમને ચેર પર બેસાડ્યા અને હુ મારી ચેર પર બેઠો. એની મુખમુદ્રા પર હજી તો કોઇ એવા ભાવ તો હતા જ નહિ કે જેના લીધે મને દુઃખ પહોચે.

મે કહ્યુ અંકલ કેમ છે તમારી તબિયત ?મયુર અંકલ – સારી છે બેટા ગોળ ગોળ વાત કરવા કરતા સીધો જ પોઇન્ટ પર આવી જઇશ. તારા પપ્પાએ મારા ઘરે આવીને ખુબ જ બબાલ કરેલી. ત્યા સુધી વાત પહોચી ગઈ હતી કે તારા પપ્પાએ મારા ગાલ પર બે તમાચા મારી દિધા અને અમને ધમકી દિધી કે તમે મકાન ખાલી કરીને નહિ જાઓ તો તમારા ખુબ જ ખરાબ હાલ કરીશ થોડો સમય અમારા સગા સંબંધીને ત્યા રહ્યા.સદભાગ્યે મને મુંબઇ ટ્રાન્સફર અને પ્રમોશન બન્ને મળ્યુ એટલે અમે અહિ આવી ગયા.આ સમય વાસુ માટે ખુબ જ અઘરો હતો. એના ઘાવ ભરાતા જ ન હતા. મારો મિત્ર અમેરીકા સર્જન હતો. એ મુંબઇમાં આવ્યો અને વાસુને જોઇ. મને કહ્યુ કે જન્મથી બોલી નથી શક્તિ મે કહ્યુ હા. એમણે કહ્યુ હુ તમારી દિકરીને ઠીક કરી શકુ પણ..
મે કહ્યુ પણ શુ કહો.

ડોક્ટરે કહ્યુ શરીરમાં બીજી કોઇ માઇનોર ખોટ આવી શકે.

મે કહ્યુ માઇનોર આવે તો ચાલસે પણ પોતે બોલી નથી શક્તિ એ વાતથી સૌથી વધુ દુઃખી અત્યારે જ છે.
થોડા દિવસોમાં અમે ઓપરેશન કર્યુ. થોડા દિવસમાં બધુ બરાબર થઈ ગયુ. એ બોલી પણ શક્તિ હતી. અમને પછી ખ્યાલ આવ્યો કે મેમરી લોસની અસર થઇ છે. ખુબ જ લાંબા સમયનુ એને યાદ કરાવીએ તો જ યાદ આવે છે. એની ટ્રીટમેન્ટ પણ શરુ છે. એમાં પણ એને સફળતા મળશે.

હુ અંકલની વાત સાંભળતો હતો. મારી આંખો વારંવાર ભરાઇ જતી હતી. મે કહ્યુ અંકલ તમે જ્યારથી ઘર છોડીને ગયા ત્યાર પછી મને મારુ ઘર પણ ગમતુ ન હતુ. હુ પણ પરિવાર અને શહેર બધુ છોડીને નીકળી ગયો. તમારો સંપર્ક કરવા ખુબ જ વિચાર કર્યો પણ તમારા ગુસ્સાને કારણે તમનેફોન કરવાની હિમ્મત સુધ્ધા હુ ન કરી શક્યો. મારા પપ્પાને આજે ખુબ પસ્તાવો છે. એ તો એમ પણ કહે છે એમને મે હેરાન કર્યા અપમાનિત કર્યા એટલે મારો દિકરો અને મારા પરિવારની સુખ શાંતિ ખોવાઇ ગઈ. આજ પણ મયુરભાઇ જ્યા મળે ત્યા એની માફી માંગવી છે. પછી ભલે એ મને અપમાનીત કરીને કાઢી મુકે.

મયુર અંકલ – તો તારો શુ વિચાર છે? તારા પપ્પા અપનાવે કે ન અપનાવે મને ચિંતા નથી. હુ તને જ પુછીશ.
હુ શુ કામ ના કહુ? મે કહ્યુ હા અંકલ હુ તમારી દિકરીને ખુશ રાખીશ. મે એની રાહમાં પાંચ વર્ષ સુધી લગ્ન નથી કર્યા અને હજી બીજા પાંચ વર્ષ રાહ જોવી પડે તો પણ જોઇશ.

મયુર અંકલ- જો બેટા મને તારી પ્રત્યે લાગણી એટલા માટે જ છે કે તે એ બોલી ન્હોતી શક્તિ છતા એની પસંદગી કરી. તમારો પ્રેમ સાચો છે એ જ્યારે અમે અહિ આવ્યા પછી તને ખુબ જ યાદ કરતી. ખુબ જ રડતી. ત્યારે મને લાગતુ કે કઈક ખોટુ થઇ રહ્યુ છે પણ પછી એમ થયુ કે તે બીજે પસંગી કરી લીધી હશે.એ દરમ્યાન ઓપરેશન કરાવ્યુ. ત્યા બાદ તને યાદ પણ નહોતી કરતી એટલે હુ સમજી ગયો કે એ મેમરી લોસમાં તને જ ભુલી ગઈ છે. યાદ કરાવવાનો વિચાર આવતો પણ ત્યારે એમ થતુ કે એ ઘાવ હવે તાજા કરીને શુ ફાયદો? એટલે જે છે એમ રહેવા દઈએ.
અંકલે મને પપ્પા સાથે વાત કરાવવા કહ્યુ પપ્પાએ કહ્યુ દોસ્ત હુ તારો અક્ષમ્ય અપરાધનો ગુનેગાર છુ. તુ જે સજા આપ એ મને મંજુર છે મારા ગુનાની સજા આપણા સંતાનો ન ભોગવે એવ અપેક્ષા છે.મયુર અંકલે તેના વિશાળ દિલનો પરિચય આપતા કહ્યુ એમ તો માફ નહિ કરુ. મુંબઇ આવો અને તમારી પુત્રવધુને લઈ જાઓ. તુ કેતો હતો કે તારી મુંગી દિકરી હવે તો એ બોલવા માંડી છે. જો કે તારા દિકરાને તો મુંગીમાં પણ કઇ વાંધો ન હતો.

પપ્પા કહે હવે હુ ખરેખર ખુશ છુ. અમે તુ કે એટલે આવી જ જઈએ. થોડીવાત કરીને ફોન મુકે છે.
થોડીવાર બેઠા ચા નાસ્તો લઇને અમે છુટા પડ્યા.
આજે હુ એટલો બધો ખુશ હતો કે ન પુછો વાત. પલકને તો આવતા જ તેડીને આખી હોટલમાં દોડ્યો. મે કહ્યુ સસરાજીને કન્વીસ્ડ કરી લીધા.

એ દિવસ તો ખુશખુશાલ ગયો. એ રાત્રે મરીન ડ્રાઇવ વોકિંગમાં આમ તો લટાર મારવા ગયો. જે વિચારતો હતો એ જ થયુ.

એ જ સ્ટાઇલમાં નાઇટ ડ્રેસ ઉપર જેકેટ પહેરેલુ, કાનમાં ઇઅરફોન અને ગણગણતી ત્યાથી પસાર થઇ. આજે રનિંગ દિવસ હતો એટલે પબ્લીકની અવર જવર નહિવત પ્રમાણમાં હતી.

પહેલા તો એમ થયુ કે બે દિવસ માટે કઇ બબાલ નથી કરવી પછી એમ થયુ કે પ્રેમની સામે ગમે તે બિમારીને જુકવુ પડે જ.

મે વાસુને બુમ મારી

વાસુ તરત જ મારી પાસે આવી બોલી હમણા પલક મારા ઘરે આવેલો તુ ન આવ્યો?

મે કહ્યુ હુ ત્યારે બહાર ગયો હતો એટલે ન આવ્યો.થોડી વાર શાંત હતા. એ પણ મારી પાસે આવીને બેસી ગઇ હતી.
મે બોલવાની શરુઆત હુ બોલ્યો વાસુ તને ચોકલેટ બહુ જ ભાવે છે ને? એ પણ સિલ્ક કેડબરી
વાસુ- હા બહુ જ ભાવે પણ તને કેમ ખબર?

મે કહ્યુ ઘણી બધી સિલ્ક સાથે ગુલાબ આપી કોઇ તને વેલેન્ટાઇન ડે ના દિવસે વિશ કરે તો?
વાસુ- વાહ પણ કોણ કરે વિશ? કદાચ

એટલુ બોલીને ઉંડા વિચારમાં પડી ગઈ. મારુ ધ્યાન ન હોઇ એમ મારી સામે થોડી થોડી વારે જોતી હતી.
મે કહ્યુ તને વિશ કોણ કરે? તારો બેસ્ટ ફ્રેન્ડ કે પછી તારો લવર કોઇ પણ……

વાસુ- હા એ જ યાદ કરે છે, જે મને ચાજે છે, પણ કોણ? એ નથી ખબર હુ ઘણીવાર ઘણુ બધુ વિચારવા પ્રયત્ન કરુ પણ, એ કોણ મને યાદ નથી આવતુ.

મે તેને એક બેન્ચ પર બેસાડી અને કહ્યુ જો મારી સામે આ ચહેરો તને યાદ આવે છે. આ ચહેરાને તુ જો.
મારી આંખો આંસુથી ભરેલી હતી. એ પણ અસમંજસમાં હતી. એ ધારતે તો મને છોડીને જઈ શક્તિ હતી પણ એને મારામાં રસ પડ્યો હતો.

એ બેન્ચ પરથી ઉભી થઇને કહેવા લાગી મને કઈ સમજાતુ નથી. હુ તને ઓળખતી પણ નથી પણ તારી સાથે વર્ષો જુનો સંબંધ હોય એવો અહેસાસ થાય છે. હુ તારુ નામ જાણી શકુ છુ?

મે કહ્યુ વિર

એણે કહ્યુ આ નામ સાથે પણ મને વર્ષો જુનો સંબંધ હોય એવુ લાગે છે પણ વિર આ શુ થઈ રહ્યુ છે એ મને કઈજ સમજાતુ નથી. હુ છેલ્લા ઘણા સમયથી કઇક યાદ કરવા પ્રયત્ન કરુ છુ પણ નિષ્ફળાતા જ મળે છે. આ શુ થઈ રહ્યુ છે મારી સાથે?

એ પણ રડવા લાગી હતી.

હુ એની એકદમ નજીક ગયો અને એના આંસુ લુછવા લાગ્યો. મારા સ્પર્શથી એ ઝબકી ગઈ હતી.મારા કોલરને બન્ને હાથે પકડીને મને કહ્યુ તુ કોણ છે? જે હોય તે મને જણાવ તુ મને કન્ફ્યુઝડ કરે છે. તુ મારી જિંદગીનો એવો હિસ્સો છે જેની વગર મને અધુરુ ફિલ થતુ હતુ. આજે તારી હાજરીથી એ જખમ રૂઝાઇ ગયા હોય એવુ લાગે છે. બોલ ને કોણ છે તુ?

મે એક કાગળમાં લખ્યુ મારી વાસુ મને તડપાવશે મારી વાસુ મારાથી અલગ થઈ જશે.

એ કાગળ એને આપ્યો એ વાંચીને કઈ ખ્યાલ તો ન્હોતો આવતો પણ મારા દર્દને સમજી શક્તિ હતી. મને કહેવા લાગી તે જે વાસુ લખ્યુ એ હુ જ છુ ને? મને ખબર છે મારી યાદમાં કોઇક તડપે છે પણ કોણ નથી ખબર? તુ કેને મને કોણ છે?
મે ફરી ડાયરીમાં એક રાઉન્ડ દોર્યો અને સ્માઇલનુ નિશાન બનાવ્યુ અને લખ્યુ માય નેમ ઇસ વિર નિકનેમ વીરુ
એ રડતી રડતી આ કાગળને પોતાના હાથમાં મુકિ મુઠ્ઠિ બંધ કરી દે છે.

મે કહ્યુ આપણી પ્રેમની ડાયરીના પેઇજ વિખરાઇ ગયા. વાસુ સાથે આપણે પણ વિખરાઇ ગયા. એ ખુબ જ ગુચવાયેલી હતી.

હુ આંસુ લુછીને દુર ગયો અને પાછળ ફરી મારા પર્સમાંથી એણે છેલ્લી વખત જે કાગળ મને લખીને આપેલો જેમા લખ્યુ હતુ કે “તારો પ્રેમ પવિત્ર છે, આપણે ફરી મળીશુ” એ કાગળ એને હાથમાં આપ્યો.

એ કાગળ વાંચીને જાણે એ પાંચ પહેલાની મારી વાસુ મને મળી ગઈ હોય એવુ લાગ્યુ.

કાગળ હાથમાં લઈને એને જાણે બધુ જ યાદ આવવા લાગ્યુ હોય આંખમાં આંસુઓની ધારાઓ વહિ રહી હતી. મારામાં એનો ચહેરો જોવાની તાકાત ન હતી હુ દરીયા તરફ મોં રાખીને એને અનુભવતો હતો. એ પાછળથી મને ભેટી ગઈ અને હવે ડુસકા ભરતી હોય એનો અવાજ પણ સંભળાતો હતો.

મે પાછળ ફરી એને બેન્ચ પર બેસાડી. એના આંસુ તો બંધ થતા જ ન હતા. થોડીવાર પછી એ નોર્મલ થઈ ગઈ.
વાસુ આપણા પ્રેમની પરિક્ષા આજે પુરી થઇ. હવે આપણને બન્ને ને કોઇ અલગ નહિ કરી શકે. એ શિયાળાની કડકડતી ઠંડીમાં વાસુએ અને મે મોડી રાત સુધી જે દરીયાને હુ મારી દર્દ ભરી કહાની સંભળાવતો હતો એ જ દરીયાની સાથે અમારી આવનારી જિંદગીના સ્વપ્ન શેર કર્યા.એ પણ મોજા ઉછાળીને મને હિમ્મત રાખવા સમજાવી રહ્યો હતો અને એ જ મોજા દ્વારા અમારી ઉપર અમી છાંટણા કરી શુભકામાનઓ આપી રહ્યો હતો.

લેખક : વિજય ખુંટ શૌર્ય

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment