નીતિ મોહન હૈદરાબાદમાં દીપિકા પાદુકોણને ડેટ કરી ચુકેલા નિહાર પાંડયા સાથે કરશે લગ્ન…

31

સિંગર નીતિ મોહન એકટર નિહાર પાંડયા સાથે ૧૫ ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ‘ઈશ્ક વાલા લવ’ ની સિંગર નીતિ મોહન સાથે જોડાયેલ એક ખરીબી વ્યક્તિએ જણાવ્યું કે લગ્ન સમારોહ ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટેઈન ડેના દિવસે બપોરે મહેંદીની રસ્મથી શરૂ થશે અને એના પછી એ જ રાત્રે સંગીત અને સગાઈ હશે. નીતિ મોહન અને સેલિબ્રિટી નિહાર પાંડયાના લગ્ન તાજ ફલકનુમા પૈલેસમાં થશે જે હૈદરાબાદના નિજામનો એક મહેલ છે.

નીતિ મોહન અને સેલિબ્રિટી નિહાર પાંડયાના લગ્ન સમારોહમાં ગાયિકા હર્ષદીપ કૌર પ્રસ્તુતિ આપી શકે છે. સિંગર હર્ષદીપ કૌરએ ગયા વર્ષે ઇટલીના લેક કોમોમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન સમારોહમાં પ્રસ્તુતિ આપી હતી. નીતિ મોહન અને નિહાર પાંડયાની જોડી આ મહિનાના અંતમાં મુંબઈમાં ફિલ્મ બિરાદરી માટે એક રીસેપ્શન આપશે.

તેમજ, લગ્ન પહેલા નીતિ મોહન પોતાની બહેન શક્તિ, મુક્તિ, કૃતિ અને આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા ખુરાના સાથે ગોવામાં બેચલર પાર્ટીનો જશ્ન મનાવતી દેખાઈ હતી. તમને જણાવી દઈએ કે નિહાર પાંડયાએ હાલમાં જ રીલીઝ થયેલ બોલીવૂડ ફિલ્મ ‘મણીકર્ણિકા ધ કવીન ઓફ ઝાંસી’ માં પણ કામ કર્યું છે.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment