શું છે આ નિપાહ વાઈરસ, જાણો કેમ અને કેવી રીતે ફેલાય છે આ ખતરનાક વાઈરસ ….

101
nipah-virus-everything-you-need-to-know

નિપાહ વાયરસની સંપૂર્ણ જાણકારી

છેલ્લા ચાર-પાંચ દીવસથી કેરાલામાં નીપાહ્ વાઇરસે જોર પકડ્યું છે. અત્યાર સુધીમાં દસથી વધારે જીવ આ વાયરસે લઈ લીધા  છે. WHO પ્રમાણે  નિપાહ વાઇરસ નવો જ પશુજન્ય રોગ છે, આ રોગ પ્રાણીમાંથી મનુષ્યમાં ફેલાય છે. આ વાયરસ નવી જાતિ કે જેને હેનીપાવાયરસ (સબફેમિલિ પેરામિક્સોવીરીનાઈ) કહેવાય છે તેનો છે.

કયું પ્રાણી આ રોગ ફેલાવી શકે છે ?

આ વાયરસનો પ્રાકૃતિક યજમાન ફ્રુટ બેટ્સ એટલે કે એક પ્રકારનું ચામાચીડીયું છે જે પેટેરોપોડીડે કુટુંબનું છે. વર્ષ 2004માં ફ્રૂટ બેટ્સથી ચેપગ્રસ્ત તાડની ખજૂર ખાવાથી લોકો તેનાથી ચેપગ્રસ્ત થયા હતા. ભુંડ પણ આ રોગને ફેલાવી શકે છે.

સૌ પ્રથમ નિપાહ વાયરસે ક્યારે દેખા દીધી હતી ?

1998માં મલેશિયાના કામપુન્ગ સુન્ગાઈ નિપાહ ગામમાં આ રોગે દેખા દીધી હતી. અને આ ગામ પરથી આ વાયરસને નામ આપવામાં આવ્યું છે. જોકે સિંગાપુરમાં પણ આ વાઇરસે તે જ સમયે દેખા દીધી હતી. તે શરૂઆતમાં ભુંડમાં ફેલાયો હતો અને ત્યાર બાદ તે થકી મનુષ્યમાં ફેલાયો હતો. તે વખતે નિપાહ વાઇરસથી 265 લોકો ચેપગ્રસ્ત થયા હતા જેમાંથી 40 ટકા ને ગહન સંભાળ હેઠળ રાખવામાં આવ્યા હતા કારણ કે તેમાનામાં તે વાઇરસ ખુબ જ ગંભીર રીતે ફેલાઈ ગયો હતો.

માણસોમાં  આ રોગના લક્ષણો શું હોય છે ?

નિષ્ણાતોનું એવું કહેવું છે કે નિપાહ વાઇરસ કંઈ હવાથી ફેલાતો રોગ નથી, તે માત્ર તે ચેપગ્રસ્ત શરીરના સીધા જ સંપર્કમાં આવવાથી ફેલાય છે.

નિપાહ વાઇરસના લક્ષણો ઇન્ફ્લુએન્ઝા જેવા જ હોય છેઃ તાવ, સ્નાયુઓમાં પીડા થવી, અને શ્વસનમાં તકલીફ થવી. આ રોગના એક લક્ષણમાં મગજમાં બળતરા ઉભી થાય છે જેના કારણે દિશાહીનતાની સમસ્યા પણ થાય છે. જો રોગ વધારે વકરે તો મસ્તિષ્કમાં સોજો પણ આવે છે. કેટલીકવાર વ્યક્તિને માત્ર અડવાથી પણ આ ચેપ લાગી શકે છે અને તે નિપાહનું વહન કરે છે અને તેના કોઈ લક્ષણ પણ તેમાં જોવા મળતા નથી. જો યોગ્ય સમયે યોગ્ય સંભાળ ન લેવામાં આવે તો માણસ 24થી 48 કલાક માટે કોમામાં પણ જઈ શકે છે. તેવા ઘણા દર્દીઓ છે જેમનામાં સ્નાયુ સંબંધી, શ્વસન સંબંધી અને ફેફસાં સંબંધી સમસ્યાઓ જોવા મળી છે. માટે તમારે તેવા કોઈ જ લક્ષણને અવગણવા જોઈએ નહીં.

નિપાહ વાઇરસના કેટલાક સામાન્ય લક્ષણોમાં તાવ, ઉબકા, ચક્કર આવવા, ઘેન ચડવું અને માનસિક સમસ્યા જેમ કે કંઈક મુંઝવણ અનુભવવી વિગેરેનો સમાવેશ થાય છે. આ લક્ષણો 7-10 દીવસ સુધી રહે છે. શરૂઆતના તબક્કામાં શ્વસનને  લગતી બિમારી પર પણ ધ્યાન રાખવું જરૂરી છે.

ડોક્ટર નિપાહ વાયરસનું નિદાન કેવી રીતે કરે છે ?

સેરોલોજી – બ્લડ ટેસ્ટ દ્વારા એન્ટીબોડીઝ જોવા

હિસ્ટોપેથોલોજી – પેશીઓનો માઇક્રોસ્કોપિક અભ્યાસ

પીસીઆર – પોલીમેરેઝ ચેઇન રિએક્શન ટેક્નિક દ્વારા વાઇરલ ડીએનએ શોધવા

વાયરસ આઇસોલેશન – વિષાણુ વિયોજન

નિર્ણાયક પરિક્ષણો

સિરમ ન્યુટ્રલાઇઝેશન ટેસ્ટ

ELISA

RT-PCR

નિપા વાઈરસને બાયોસિક્યુરીટી લેવલ (BSL) તરીકે વર્ગિકૃત કરવામાં આવે છે. તેનું પરીક્ષણ ખાસ પ્રયોગશાળામાં  કરવામાં આવે છે જેથી કરીને તેનો ફેલાવો ન થાય.  બે વ્યક્તિ કે જે કોઝીકોડે માં મૃત્યુ પામ્યા તેમના લોહી અને શરીરના તરલના નમૂનાઓનો પૂનાની નેશનલ વાઇરોલોજી ઇન્સ્ટીટ્યુશન ખાતેની ખાસ પ્રયોગશાળામાં અભ્યાસ કરવામાં આવ્યો  છે.

શું તે માટે કોઈ રસી (વેક્સિન) છે ?

હાલ તે માટે કોઈ પણ પ્રકારની રસી મનુષ્ય કે પ્રાણીઓ માટે નથી. નિપાહ વાયરસથી ગ્રસ્ત મનુષ્યેને સઘન સહાયક સંભાળ આપવામાં આવે છે.

નિવારણ અને ઉપચાર

ઉપર જણામવ્યા પ્રમાણે નિપાહ વાઇરસનો ઉપચાર કરવા માટે અત્યાર સુધી કોઈ જ રસ્સી  શોધાઈ નથી. તમે માત્ર દર્દીની સઘન સંભાળ દ્વારા જ આ વાઇરસનો ઉપચાર કરી સકો છો.

ચામાચીડીયા દ્વારા કતરેલા તાડના ખજુરનું પીણું પીવાથી નિપાહ વાયરસ ભૂતકાળમાં ફેલાયો હોવાથી તમારે અત્યારે પણ તે પ્રકારના ખોરાકથી દૂર રહેવું જોઈએ.

હોસ્તરપિટલે પણ નિપાહ વાઇરસના લક્ષણો વિષે જાગૃતિ ફેલાવવી જોઈએ. અને જે કોઈને પણ આ પ્રકારના લક્ષણો પોતાનામાં જોવા મળે તેમણે તરત જ તપાસ કરાવી લેવી જોઈએ.

આ ઉપરાંત ભૂંડ, ચામાચીડીયા અને મનુષ્ય કે જે આ વાઇરસથી ગ્રસ્ત હોય તેમના સીધા સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. જે હેલ્થ પ્રોફેશનલ આવા દર્દીઓની સંભાળ લેતા હોય તેમણે પણ સાવચેતીરૂપ પગલા લેવા જોઈએ જેમ કે માસ્ક અને ગ્લવ્સ પહેરવા. જો આ પ્રકારની  જગ્યાની મુલાકાત દરમિયાન તમને પણ અસુવિધાજનક લાગતું હોય,અથવા ઉપર જણાવેલા કોઈ પણ પ્રકારનું લક્ષણ તમારામાં જોવા મળે તો તમારે તરત જ તપાસ કરાવી લેવી જોઈએ.

WHO પ્રમાણે રિબાવેરીન ઉબકા, ઉલટી અને આંચકી જેવા લક્ષણો કે જે આ રોગ સાથે જોડાયેલા છે તેમાં ઘટાડો કરી શકે છે. જે વ્યક્તિ આ વાઇરસથી ઇનફેક્ટેડ હોય તેમને તરત જ હોસ્પિટેલમાં દાખલ કરવા જોઈએ અને અલગ રાખવા જોઈએ. મનુષ્યથી-મનુષ્યને લાગતા ચેપને  રોકવા માટે ખાસ સંભાળ લેવી જોઈએ. વાયરસને તરત જ પકડી પાડવા માટે એક સર્વેલન્સ સીસ્ટમની સ્થાપના કરવી જોઈએ અને સાથે સાથે તેને અંકુશમાં લાવવા માટે પણ યોગ્ય પગલાં લેવા જોઈએ.

લેખન.સંકલન : અશ્વિની ઠક્કર 

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom & fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment