ભાગ્યવાન હોય છે આ લક્ષણ ધરાવતી સ્ત્રીઓ… જાણવાનું ચુકતા નહી…

233

આપણા શાસ્ત્રોમાં સ્ત્રીને લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવી છે. પુરાણો અનુસાર કોઈપણ સ્ત્રી પોતાના ગુણ અને ભાગ્યથી તેના પતિ અને પરીવારનો ભાગ્યોદય કરી શકે છે. ઘર-પરિવારનું નસીબ બદલી શકે તેવી સ્ત્રીનું વર્ણન સામુદ્રિક શાસ્ત્રમાં પણ કરવામાં આવ્યું છે. જે મુજબ સ્ત્રીઓમાં જન્મથી જ કેટલાક લક્ષણો હોય છે જે તેના ભાગ્યની ચાળી ખાય છે એટલે કે આ પ્રકારના લક્ષણો ધરાવતી સ્ત્રીઓ પતિને કરોડપતિ બનાવી શકે છે. કયા કયા છે આ લક્ષણો ચાલો જાણીએ આજે…

આંખ

આંખ કોઈપણ વ્યક્તિના ચહેરાનું મુખ્ય આકર્ષણ હોય છે. તેમાં પણ સ્ત્રીના સૌંદર્યમાં તો આંખને અનેરું સ્થાન પ્રાપ્ત થયું છે. જે સ્ત્રીની આંખનો આકાર હરણની આંખ જેવો અણીયારો હોય તે ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રી તેના જીવનમાં સુખ-સમૃદ્ધિ ભોગવે છે.

હોઠ

જે સ્ત્રીના હોઠનો રંગ કુદરતી રીતે ગુલાબી હોય અને તેની વાણીમાં મધુરતા હોય તે પણ ભાગ્યવાન હોય છે. અન્ય સાથે પ્રમથી વાત કરનાર અને અપશબ્દો ન બોલતી સ્ત્રીઓ પોતાના પતિ અને સાસરી પક્ષ માટે ભાગ્યશાળી ગણાય છે. આવી સ્ત્રીના ઘરમાં પગલાં પડે ત્યારથી સુખ-સમૃદ્ધિનો વાસ ઘરમાં થાય છે.

નાભિ

નાભિ શરીરનું કેન્દ્ર બિંદૂ હોય છે. શાસ્ત્રોનુસાર જે મહિલાઓની નાભિ ગોળ હોય છે તે ભાગ્યશાળી ગણાય છે. આવી સ્ત્રીઓ સ્વભાવની દયાળુ અને બુદ્ધિશાળી પણ હોય છે. આવી સ્ત્રીઓનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

તલ

જે સ્ત્રીના નાકના આગળના ભાગ પર તલ હોય તે પોતાના જીવનમાં તમામ પ્રકારના સુખ ભોગવે છે. જીવન સમૃદ્ધિમાં પસાર થાય છે અને સમાજમાં માન-સન્માન પણ પ્રાપ્ત થાય છે. આવી સ્ત્રી સર્વગુણ સમ્પન્ન હોય છે. તેના ઘરમાં આગમનથી પતિનો ભાગ્યોદય થઈ જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment