“કાજુ બટર મસાલા” સ્વામીનારાયણ સ્પેશીયલ

82

“કાજુ બટર મસાલા”
(ત્રણ વ્યક્તિઓ માટે)

સામગ્રી :

૧ કપ કાજુ, ૫ નંગ ટામેટાં, ૨ લીલાં મરચાં, ૩ લવીંગ, ૧ ટૂકડો તજ, ૨ ઇલાયચી, ૧ તમાલપત્ર, ૨ ટે સ્પૂન તેલ, ૨ ટે સ્પૂન બટર, ૨ ટે સ્પૂન કાજુની પેસ્ટ, ૧ ટે સ્પૂન. આદુની પેસ્ટ, ૧ ટી સ્પૂન કસૂરી મેથી, ૧/૨ ટી સ્પૂન શેકેલું જીરૂ પાવડર, હળદર, લાલ મરચું પાવડર, ૧/૨ ટી સ્પૂન કિચન કીંગ મસાલો, મીઠું

રીત :

ટામેટાં મીક્સરમાં ક્રશ કરી અલગ – અલગ રાખો. આદુની પેસ્ટ બનાવી લો. કાજુને તળી લો.
પેનમાં તેલ અને ૧ ટે. સ્પૂન બટર લઇ તજ, લવીંગ, તમાલપત્ર, આખી ઇલાયચી ઉમેરી ૧ ટી સ્પૂન આદુની પેસ્ટ એડ કરી ટોમેટો પ્યૂરી સાંતળો. પ્યૂરી બ્રાઉન થવા આવે અને તેલ છૂટુ પડે એટલે બાકીની આદુની પેસ્ટ ઉમેરી થોડી વાર સાંતળો. પછી તેમાં કસૂરી મેથી, શેકેલું જીરૂ પાવડર, લાલ મરચું પાવડર, હળદર ઉમેરી એકાદ મિનિટ સુધી સાંતળો.
હવે કાજુની પેસ્ટ (કાજુને દૂધમાં ક્રશ કરી પેસ્ટ બનાવવી.) અને મીઠું ઉમેરી જરૂર મૂજબ પાણી ઉમેરી તેલ છૂટુ પડે અને જોઈયે અવું થીક થાય ત્યાં સુધી કુક કરો. છેલ્લે ૧ ટે. સ્પૂન બટર ઉમેરવું.
સર્વ કરતી વખતે તળેલાં કાજુ ઉમેરી નાન, પરાઠા કે રોટી સાથે સર્વ કરો.
તૈયાર છે સ્વામિનારાયન સ્પેશીયલ કાજુ બટર મસાલા.

નોંધ :

કાજુના બદલે મગજતરી કે કાજુ મગજતરી મિક્સ કરીને પેસ્ટ લઇ શકાય.
સબ્જી બની જાય ત્યારે તેમાં તળેલાં કાજુ ઉમેરી મૂકી રાખવાથી કાજુ પોચા પડી જશે. એટલા માટે સર્વ કરતી વખતે ઉમેરવાં.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment