ઓછા બાળકો પેદા કરવાથી નુકશાન પણ થઇ શકે છે વાંચો આ પોસ્ટ

47

એમ કહેવામાં આવે છે કે બાળકો દેશનું ભવિષ્ય છે. પણ જો બાળકો જ ન હોય તો કોઈ પણ દેશનું ભવિષ્ય ખતરામાં પડી શકે છે. દેશ મુશ્કેલીમાં આવી જાય છે. આ ખતરા તરફ ઈશારો કરતી અને આંગળી ચીંધતી એક શોધ સામે આવી છે. જે અનુસાર મહિલાઓની પ્રજનન ક્ષમતામાં ઘટાડો આવ્યો છે. સંશોધન કર્તાઓના કહેવા મુજબ આ શોધનું પરિણામ આશ્ચર્યજનક છે. અને તેનું ગંભીર પરિણામ પણ સમાજ પર પડી થઇ છે. એટલે કે જ્યાં બાળકો કરતા દાદા દાદી વધારે બનવાના છે.

સંશોધન કર્તાના રીપોર્ટ અનુસાર મહિલાની પ્રજનન ક્ષમતાનો દર ઓછો હોવાનો મતલબ એ છે કે વિશ્વના અર્ધાથી પણ વધારે દેશોમાં જન્મ દરનું પ્રમાણ અસ્થાઈ રૂપે ઓછું હોવું. તેનો મતલબ એ કે છે કે તે દેશોમાં તેની આબાદીનો વિસ્તાર એટલે કે વસ્તીની મર્યાદા જાળવી રાખવા માટે પૂરતા બાળકો નથી.

“ધ લાન્સેટ” માં છપાએલ આ રીપોર્ટમાં દરેક દેશમાં 1950 થી 2017 સુધીના વર્ષમાં આ ટ્રેન્ડ પર નજર રાખવામાં આવી હતી.1950 ના વર્ષમાં મહિલાઓ તેમના સંપૂર્ણ જીવન દરમ્યાન સરેરાશ 4.7 બાળકોને જન્મ આપે છે. પણ ગયા વર્ષ સુધી આ પ્રજનન દર અર્ધો થઈને સરેરાસ 4.2 બાળકોના જન્મ પર આવી ગયો છે.

તેમ છતાં જુદા જુદા દેશો અનુસાર તેમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. નાઈજીરિયા અને પશ્ચિમ આફ્રિકામાં પ્રજનન દર 7.1 છે. જ્યારે સાઇપ્રસના ભૂમધ્ય દ્વીપની મહિલાઓ સરેરાસ 1 બાળકને જન્મ આપે છે. જયારે કોઈપણ દેશમાં મહિલાઓનો પ્રજનન દર 2.1 થી નીચો આવતો હોય તો તે દેશની વસ્તીની આબાદીનું સંકોચન શરૂ થઇ જાય છે. ખાસ કરીને તેવા દેશોમાં કે જ્યાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધારે છે.

1950 માં જ્યારે આ અધ્યયન અભ્યાસ શરૂ કરવામાં આવેલ ત્યારે કોઇપણ દેશ આ શ્રેણીમાં આવતો નહોતો. યુનીવર્સીટી ઓફ વોશિંગટનમાં ઇન્સ્ટીટયુટ ફોર હેલ્થ મેટ્રીક્સ એન્ડ ઇવૈલ્યું એશનના ડાયરેક્ટર પ્રોફેસર ક્રિસ્ટોફરમુરૈએ કહે છે કે, “આપણે એવી સ્થિતિમાં પહોંચી ગયા છીએ કે મહિલાઓનો પ્રજનનદર રિપ્લેસમેન્ટ લેવલની પણ નીચે છે.” એટલે આ બાબતમાં કંઈ પણ નહિ કરવામાં આવે તો તે દેશોમાં વસ્તીની આબાદી ઓછી થઇ જશે. અને આજ એક મોટો બદલાવ છે.

આર્થીકરૂપથી વિકસિત દેશો જેમ કે, યુરોપ, અમેરિકા, દક્ષીણ કોરિયા, ઓસ્ટ્રેલીયા વગેરે દેશોમાં પ્રજનન દર ઓછો છે. પણ તેનો અર્થ એવો નથી કે આ દેશોમાં રહેલા લોકોની આબાદી ઓછી થઇ રહી છે. ઓછામાં ઓછા હજુ સુધી તો એવું નથી જ. કારણ કે અહિયાં વસ્તીની આબાદીનું કદ પ્રજનન દર, મ્રત્યુ દર, અને લોકોના સ્થળાંતરના મિશ્રણ પર આધાર રાખે છે.

તેમ છતાં હાલ પૂરતી મહિલાઓના પ્રજનન દરમાં ઘટાડાની અસર અત્યારે તો વધારે નહિ થાય. પણ તેના માટે ઘણી પેઢીઓ સુધી સતત પરિવર્તનની જરૂર રહેશે. જો કે પ્રોફેસર મુરૈ કહે છે કે, “આપણે ઝડપથી એ સ્થિતિમાં પહોંચી જઈશું કે જ્યાં સમાજ વસ્તીની આબાદીમાં જન સંખ્યાના ઘટાડા સામે સામનો કરી રહ્યો હશે.”

વિશ્વના અર્ધાથી વધારે દેશોમાં જરૂરી માત્રામાં બાળકોના જન્મ થઇ રહ્યા છે. પરંતુ દેશ જેટલી ઝડપથી આર્થિક વૃદ્ધિ ગતી કરી કરે છે તેટલી જ પ્રજનન દરની ક્ષમતા ઘટતી રહી છે. હકીકતમાં પ્રજનન દર ઘટવાનું કારણ સ્પર્મ કાઉન્ટ ઓછા હોવાનું કે પછી કોઈપણ એવી સામાન્ય બાબત નથી કે જેનો વિચાર મગજમાં સૌથી પહેલા આવે. પણ આમ જુઓ તો તેના મુખ્ય ત્રણ કારણો છે. પહેલું કારણ એ છે કે, બાળ મરણ ઓછું હોવાનો મતલબ છે મહિલાઓને ઓછા બાળકો પેદા થવા. બીજું કારણ એ છે કે ગર્ભ નિરોધક સાધનોનો વધારે પડતો ઉપયોગ. અને ત્રીજું કારણ છે અભ્યાસ ક્ષેત્રે અને જાહેર કે ખાનગી ક્ષેત્રમાં નોકરીમાં મહિલાઓની સંખ્યામા વધારો. જો કે પ્રજનન દર ઘટવાના કેટલાય કારણોને અમુક રીતે સફળતા પણ કહેવામાં આવે છે.

રીપોર્ટ અનુસાર આ બાબતથી પ્રભાવિત દેશોએ પ્રવાસન વધારવાનો વિચાર કરવાની ખાસ આવશ્યકતા છે. જો કે તેમને તેમની પોતાની સમસ્યાઓ પણ હોઈ શકે છે. આ સિવાય તેઓએ મહિલાઓ વધારે બાળકોને જન્મ આપે તે માટે તેને સમજાવીને પ્રેરિત કરવા જાગૃત કરવા જોઈએ.

આ રીપોર્ટના લેખક પ્રોફેસર મુરૈ કહે છે કે, “વર્તમાન સમયમાં અત્યારના વલણો અનુસાર, દેશોમાં ખૂબ ઓછા બાળકો હશે અને જન સંખ્યામાં 65 વર્ષથી ઓછી ઉમરના લોકો વધારે સંખ્યામાં જોવા મળશે. તેનાથી વૈશ્વિક સમાજને જાળવી રાખવો ખુબજ મુશ્કેલ રહેશે. આવા સમાજના ગંભીર , ઊંડા અને લાંબા ગાળાના સામાજિક અને આર્થિક પરિણામની બાબતમાં વિચારો કે જ્યાં બાળકોની સંખ્યા ઓછી અને દાદા દાદીની સંખ્યા વધારે હશે.”

પ્રોફેસર મુરૈનું કહેવું છે કે જાપાન આ બાબતમાં વધારે જાગૃત છે. તેના દેશની વસ્તીની આબાદીની જન સંખ્યા ઓછી થઇ રહી છે તેમ છતાં મને (પ્રોફેસર મુરૈને) એમ નથી લાગતું કે પશ્ચિમી દેશ આનાથી વધારે પ્રભાવિત થશે. કારણ કે પ્રજનન દરની ઘટ પ્રવાસન મારફત ભરપાઈ થઇ જશે. જો કે માનવ જાતિને તેનાથી ફાયદો થશે કે નુકશાન જશે તે તો સમય જ  કહેશે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment