એક અભ્યાસના તારણ મુજબ ઓછી ઊંઘ લેનાર પુરૂષોમાં હૃદયરોગના હુમલાનો ખતરો ડબલ થઇ જાય છે

22

જો તમે રાતના ઓછી ઊંઘ કરતા હશો તો તે તમારા માટે ખતરાની ઘંટડી બની શકે છે. પાંચ કલાકથી ઓછી ઊંઘ કરનાર આધેડ ઉંમરના પુરૂષોમાં હૃદયરોગનો હુમલો કે સ્ટ્રોકનો હુમલો આવવાનો ખતરો ડબલ થઇ જાય છે. આ વખતના અભ્યાસમાં 50 વર્ષની ઉમરના પુરૂષો પર આ ખતરાનો અભ્યાસ કરતાએ વાતનો સ્પષ્ટ પુરાવો મળ્યો હતો કે ઓછી ઊંઘ લેનાર વ્યક્તિનો સંબંધ ભવિષ્યમાં દિલની બીમારી સાથે સંકળાયેલ છે.

૧.) ઓછામાં ઓછી 6 થી 7 કલાકની ઊંઘ લેવી ખાસ જરૂરી છે.

આમ જુઓ તો 6 થી 7 કલાકની ઊંઘ સ્ત્રી અને પુરૂષ બંને માટે ખુબજ જરૂરી છે. જો પુરતી માત્રામાં ઊંઘ લેવામાં ન આવે તો સ્ત્રી કે પુરૂષ બંનેના આરોગ્ય સાથે જોડાયેલ કેટલીક સમસ્યાઓનો તેમને સામનો કરવો પડે છે. પણ આ અભ્યાસમાં ખાસ કરીને એ વાતનો ખુલાસો થયો છે કે પુરૂષો પર ઓછી ઊંઘ લેવાથી શું અસર થાય છે.

૨.) દિલની બીમારીનો ખતરો.

સ્વીડનની યુનીવર્સીટી ઓફ ગોથેનબર્ગના પ્રોફેસર મોઆબેંગટસનના કહેવા મુજબ, “કામ – કાજમાં ખુબજ વ્યસ્ત રહેતા લોકોને એમ લાગે છે કે ઊંઘ કરવી એ સમયનો બગાડ કરવાની વાત છે. પરંતુ એક અભ્યાસ મુજબ ઓછી ઊંઘ લેનાર વ્યક્તિને ભવિષ્યમાં દિલની બીમારી થવાનો ખતરો થઇ શકે છે. 1993ના વર્ષમાં આ અભ્યાસમાં ભાગ લેવા માટે 1943માં જન્મેલ અને ગોથેનબર્ગમાં રહેતા પુરૂષોની 50% વસ્તીમાંથી આવા લોકોને રેન્ડમલી પસંદ કરવામાં આવ્યા હતા કે જેઓ જરૂરિયાત કરતા ઓછી ઊંઘ કરતા હતા.

૩.) ઓછી ઊંઘ લેવાથી બ્લડ પ્રેશરની તકલીફની શક્યતા.

એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે રાતના 5 કલાક કે તેથી પણ ઓછી કલાક ઊંઘ લેનાર પુરૂષોમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, જાડાપણું, શારીરિક કામ કરવાની ક્ષમતામાં ઘટાડો અને નિંદર ન આવવાની ફરિયાદ ધ્યાનમાં આવી છે. પ્રોફેસર મોઆબેંગટસનના કહેવા મુજબ આ અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે ઊંઘ દરેક વ્યક્તિ માટે ખાસ જરૂરી છે. જો જરૂરી માત્રામાં – પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવામાં ન આવે તો તેના માટે તે ખતરાની ઘંટડી થઇ શકે છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment