ઓફિસમાં કોઈપણ મહિલાને ખરાબ રીતે અડવા પર થશે ૫ વર્ષની જેલ

33

એક બાજુ જ્યાં આખા દેશમાં #metoo અભિયાનએ જોર પકડી રાખ્યું છે અને એવી મહિલાઓ જે આ બાબતે ચુપ હતી, એ હવે સામે આવી રહી છે અને પોતાની સાથે બનેલ સેક્સ્યુઅલ હેરસમેંટની ઘટનાઓ વિશે ખુલ્લીને જણાવી રહી છે. આવામાં અમે તમને જણાવી રહ્યા છીએ એ નિયમો અને કાયદો જેના લીધે ઓફીસ અને વર્કપ્લેસમાં કામ કરતી મહિલાઓની સુરક્ષિત બનાવી શકાય છે.

સેક્સ્યુઅલ હેરસમેંટ એટ વર્કપ્લેસ એક્ટ ૨૦૧૩ :

એવો જ એક કાયદો છે વિશાખા દિશા – નિર્દેશ જેને સુપ્રીમ કોર્ટે ૧૯૯૭માં લાગુ કર્યો. પરંતુ ડીસેમ્બર ૨૦૧૩માં જયારે સેક્સ્યુઅલ હેરસમેંટ ઓફ વુમેન એટ વર્કપ્લેસ કાયદો આવ્યો તો એમણે ૧૯૯૭ના વિશાખા દિશા – નિર્દેશને રિપ્લેસ કરી દીધો. આના પછી ક્રિમીનલ લો એકટ ૨૦૧૩ પણ પાસ કરવામાં આવ્યો હતો અને ઇન્ડિયન પેનલ કોડ IPCની ધારા ૩૫૪ પણ આમાં જોડી દેવામાં આવ્યો. આ કાયદામાં સેક્સ્યુઅલ હેરસમેંટને વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે અને અપરાધ કરવા પર શું દંડની પણ જોગવાઈ છે એ પણ જણાવામાં આવ્યું છે.

સેક્સ્યુઅલ હેરસમેંટના પ્રમાણે આવે છે આ વસ્તુઓ :

એ ખુબજ જરૂરી છે કે દરેક મહિલાને ખબર હોવી જોઈએ કે કઈ ઘટના સેક્સ્યુઅલ હેરસમેંટની હેઠળ આવે છે.

જો કોઈ વ્યક્તિ તમારી ઈચ્છા વગર તમને અડી રહ્યો છે અથવા તમારો ફાયદો ઉઠાવાની કોશિશ કરી રહ્યો છે.

સેક્સ્યુઅલ ફેવર માટે કોઈ પ્રકારની માંગ રાખવી.

એવી ટીપ્પણીઓ કરવી જેમાં સેકસુઅલ વાતો જોડાયેલ હોય.

પોર્ન વિડીયો મોકલે અથવા બતાવે.

કોઈપણ પ્રકારના ખરાબ ઈશારા કરે, પછી ભલે એ મોખિક હોય કે ફીઝીકલ.

ઉલ્લંઘન કરનારાઓ માટે શું સજા છે :

ક્રિમીનલ લો એકટ ૨૦૧૩ હેઠળ, ખોટી રીતે કોઈપણ મહિલાને અડવા પર ૧ થી ૫ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ પ્રમાણે કોઈપણ મહિલાને ધ્યાનથી જોવું, મહિલાની જાણકારી વિના એની ફોટો લેવી અને ફોટોને એની જાણકારી વગર વાઈરલ કરવું પણ અપરાધ છે અને આના માટે પણ ૧ થી ૭ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.

કોઈપણ મહિલાની ઈજ્જતને ઘટાડવાના હેતુથી ખરાબ શબ્દો બોલવા અથવા ઈશારા કરવા એપણ અપરાધ છે અને આના માટે કિમીનલ લો એક્ટ ૨૦૧૩ હેઠળ ૩ વર્ષ સુધીની જેલ અને દંડ થઇ શકે છે.

પોતાના હાથ નીચે કામ કરનારી મહિલા સાથે સંમતિથી સેક્સ કરવા પર પણ ક્રિમીનલ લો એક્ટ, ૨૦૧૩ હેઠળ ૫ થી ૧૦ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.

લેખન અને સંકલન : નયન પ્રજાપતિ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment