જૂની, ફાટેલી અને ગંદી થઇ ગયેલી નોટો બેંક બદલી આપશે પણ વાંચો શું ધ્યાનમાં રાખશો…

102
old-mutilated-and-dirty-notes-will-replace-the-bank

જો તમારી પાસે પણ વધુ રંગાયેલી કે ફાટેલી નોટ છે, તો તમે તેને આસાનીથી બેંકમાં જઈને બદલાવી શકો છો. કોઈ પણ બેંક આ નોટોને બદલવાનો ઈન્કાર નથી કરી શક્તા. જોકે, તમારી જૂની ફાટેલી નોટો બદલતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહિ તો તમારી નોટ રદ્દી થતા વાર નહિ લાગે.

તમને બતાવી દઈએ કે, આપણે નકલી નોટોની વાત નથી કરતા. તમારી પાસે રહેલી આ નોટો એકદમ નવી અને અસલી હશે. તેને ભારતીય રિઝર્વ બેંકે જ બનાવેલી હશે, પરતુ એક ભૂલ તેને રદ્દી બનાવી દે છે.

ભારતીય રિઝર્વ બેંકે ગત વર્ષે 3 જુલાઈના રોજ એક સરક્યુલર જાહેર કર્યું હતું. આ સરક્યુલર એ વિશે છે કે, કઈ બેંક કઈ નોટોનો સ્વીકાર કરી શકે છે, અને કઈ નોટો નથી સ્વીકારી શક્તી. જો તમારી પાસે આવેલી નોટ ગંદી થઈ ગઈ છે, અથવા તો ફાટી ગઈ છે, પરંતુ તેના પર તમામ જરૂરી માહિતીઓ નજર આવવી જોઈએ, તો કોઈ પણ બેંક તેને બદલવાનો ઈન્કાર નથી કરતી શક્તી.

આ નોટ માન્ય નથી

સરક્યુલરના મુજબ, જો કોઈ પણ નોટ પર કોઈ રાજનીતિક સ્લોગન લખાયેલુ છે, તો તે નોટ અસ્વીકાર્ય થશે. તેને કોઈ પણ બેંક માન્ય નહિ કરે. આરબીઆઈએ પોતાના સરક્યુલરમાં સાફ કહ્યું છે કે, આવી નોટ લિગલ ટેન્ડર નહિ રહે. તેનો મતલબ છે કે, આવા નીટો દેશની કોઈ પણ બેંક માન્ય નહિ કરે. તે પૂરી રીતે રદ્દી બની જશે. પછી ભલે તે કોઈ પણ વેલ્યૂની કેમ ન હોય.

રંગાયેલા નોટ

ગત વર્ષે માર્ચમાં વોટ્સએપ પર એક મેસેજ વાઈરલ થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સાર્વજનિક ક્ષેત્રના બેંક રંગ લાગેલી નોટો નથી લઈ રહી. જોકે ભારતીય રિઝર્વે બેંકે કહ્યુ હતું કે, કોઈ પણ બેંક આ નોટોને લેવાનો ઈન્કાર નથી કરી શક્તી. તેની સાથે જ લોકોને સૂચના આપવામાં આવી હતી કે, તેઓ આ નોટોને ખરાબ ન કરે.

જાણી જોઈને ફાડવામાં આવેલી નોટ

સરક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, બેંક એવી નોટોનો સ્વીકાર નહિ કરે, જેને જાણી જોઈને ફાડવામાં આવી છે. આરબીઆઈ કહે છે કે, આમ તો જાણી જોઈને ફાડવામાં આવેલી નોટોની ઓળખ કરવી મુશ્કેલ છે, પરંતુ જો ફાટેલી નોટોને ધ્યાનથી જોવામાં આવે તો તે પણ માલૂમ પડે છે.

સરક્યુલર મુજબ, બેંકોને એવી નોટો પણ બદલવાની રહેશે, જે બે ભાગમાં ફાટી ગઈ છે. પરંતુ નોટો પર જરૂરી જાણકારીઓ હોવી જોઈએ. બેંકોને એ નોટોનો પણ સ્વીકાર કરવાનો રહેશે, જે ચોંટી ગઈ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ fb.com/dealdilcom

www.dealdil.com પર મુકેલા GUJARATI BOOKS માંથી કોઈપણ GUJARATI BOOK ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર WhatsApp કરો અને સાથે તમારું પૂરું નામ,  સરનામું અને પીનકોડ સાથે ContactNumber અને Email Address અમને મોકલો અમે તે Gujarati Book / Gujarati Books તમને COD (Cash on Delivery) થી મોકલી આપીશું. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા WhatsApp કરો 08000057004 પર અમારા Customer Care. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક GUJARATI BOOKS પર Minimum 10% DISCOUNT અને બીજી ઘણી Offars પણ.

જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર.

GUJARATI BOOKS ડિસ્કાઉન્ટ સાથે ખરીદો આલિંકપર ક્લિક કરી http://www.dealdil.com

Leave a comment