દરરોજ એક સફરજન ખાઓ બીમારી તમારાથી દુર રહેશે

29

એમ કહેવાય છે કે દરરોજ એક સફરજન ખાઓ અને ડોક્ટરને ભૂલી જાઓ. મતલબ કે તમારું આરોગ્ય, તંદુરસ્તી સારી રાખો, જેથી તમારે ડોક્ટર પાસે જવું ન પડે. સફરજન દરેક આવશ્યક જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. સફરજનમાં પ્રોટીન, ખનીજ તત્વો, કાર્બોહાઈડ્રેટ, ચરબી, ફાઈબર એટલે કે રેસા વગેરે હોય છે. આ ઉપરાંત સફરજનમાં વિટામીન A અને C ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય વિટામીન B કોમ્પ્લેક્ષ, વિટામીન E, કેલ્શ્યમ અને ફોસ્ફરસ પણ સફરજનમાં હોય છે. આ બધા તત્વો તમારા શરીરને તંદુરસ્ત રાખવા માટે ખાસ જરૂરી છે.

નિયમિત રોજ સવારે એક સફરજન ખાવાથી કેન્સર, ડાયાબીટીસ, અલ્જાઈમર, પાર્કીસન જેવી બીમારીથી તે તમને બચાવે છે. સફરજન એન્ટી ઓક્સીડેન્ટ રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થવાથી સામાન્ય બીમારી થવાનો સંભવ રહેતો નથી.

સફરજન ખાવાથી થતા અન્ય ફાયદાઓ :

૧.) દિવસમાં એક વાર સફરજન ખાવાથી ટાઈપ 2 ડાયાબીટીસના ખતરાને લગભગ 28 % જેટલો ઘટાડે છે.

૨.) સફરજન કોલેસ્ટ્રોલની સાથે સાથે તમારા શરીરના વજનના વધારાને પણ કંટ્રોલ કરે છે.

૩.) સફરજન પિત્તાશયમાં થતી પથરીને પણ અટકાવે છે. સફરજનના રેસા (ફાઈબર) ઇનડાઈજેશન અને ડાયેરિયામાં લાભદાયક અને ફાયદાકારક સાબિત થાય છે.

૪.) સફરજનના રસમાં મિશ્રી મેળવીને લેવાથી ઉધરસ દુર થાય છે.

૫.) સફરજનનો રસ આંતરડામાં થયેલ ઈજાને પણ સારી રીતે મટાડે છે.

૬.) સફરજન પર સિંધાલુણ મીઠ્ઠું લગાવીને આશરે બે અઠવાડિયા સુધી ખાવાથી માથાનો દુ:ખાવો દુર થાય છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ  & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment