કેમ એક વ્યક્તિ 130 ફૂટ ઊંચી પહાડી પર રહે છે, કારણ છે રહસ્યમયી..

38

જ્યોર્જિયાનો 130 ફૂટ ઊંચો કાત્સખી પિલર એક અજાયબી જેવો છે. કારણ કે, આ પહાડ પર એક જ વ્યક્તિ રહે છે. મેક્જિમ કાવ્ટારઈડ્સ નામની આ વ્યક્તિ ક્રિશ્ચન મોન્ક છે. આ 130 ફૂટ ઊંચો અને એકદમ સરળ થાંભલા જેવો પહાડ છે. તેની ટોચ પર ઉપર રહેવાની કોઈ કલ્પના પણ ન કરે. પંરતુ 63 વર્ષના આ વ્યક્તિ લગભગ 25 વર્ષથી એકલા રહે છે. તેમનું માનવું છે કે, આ ખતરનાક દેખાનાર પહાડની ટોચ પર રહીને તેઓ ઈશ્વરની પાસે પહોંચી ગયા છે.મેક્જિમ 1993થી આ 130 ફૂટ ઊંચા કાત્સકી પિલર પર રહે છે. તે ત્યાં એકલા જ રહે છે અને સપ્તાહમાં બે વાર નીચે ઉતરે છે.નીચે ઉતરવા માટે 131 ફૂટ ઊંચી સીઢી બનાવવામાં આવી છે. જેમાં મેક્જિમને 20 મિનીટ સુધીનો સમય લાગે છે. ક્યારેક મેક્જિમને તેમના ફોલોઅર્સ તેમની જરૂરિયાતનો સામાન પહોંચાડે છે.થાંભલાની જેમ દેખાનાર આ પહાડની ટોચ પર એક નાનકડું કોટેજ છે. તેમાં એક પ્રાર્થના કક્ષ છે. કેટલાક યુવકો ત્યાં આવીને પ્રાર્થના કરે છે.મોન્ક બનતા પહેતા મેક્જિમ ક્રેન ઓપરેટરનું કામ કરતા હતા. તે જણાવે છે કે, યુવાવસ્થામાં તે દારુ અને ડ્રગ્સ લેતા હતા. પણ એકવાર જેલની હવા ખાધા બાદ તેમણે પોતાનું જીવન બદલવાનો નિર્ણય લીધો અને મોન્ક બની ગયા.જ્યોર્જિયામાં સ્ટીલાઈટેસ ક્રિશ્ચિન સંપ્રદાયનાલ કો આવી ઊંચી પહાડીના શિખર પર રહેતા હતા. તેમનું માનવું હતું કે, તેનાથી સાંસારિક પ્રલોભનોથી દૂર રહી શકાશે.

આવું 15મી સદી સુધી ચાલ્યું, પછી જ્યોર્જિયામાં ઓટોમન સામ્રાજ્ય સ્થાપિત થયું અને ક્રિશ્ચિનની આવી ગતિવિધિઓ બંધ થઈ ગઈ.સદીઓ સુધી આ જગ્યા વેરાન પડી રહી. સ્થાનિક લોકોને પર્વતની ટોચ પર ખંડેર નજર આવતા હતા. પરંતુ કોઈએ ત્યાં જવાનો પ્રયાસ ન કર્યો.સદીઓ બાદ 1944માં પર્વતારોહક એલેકઝાન્ડર જૈપરાઈજ્ડના નેતૃત્વમાં અહીં એક ગ્રૂપ આવ્યું હતું. તેમને ચર્ચની સાથે એક સ્ટીલાઈટના અવશેષ પણ મળ્યા.તેના બાદ 1990માં જ્યોર્જિયામાં કમ્યુનિસ્ટ સરકારના પતન બદા જ્યારે ધાર્મિક ગતિવિધિઓ ફરીથી વધવા લાગી, ત્યારે મેક્જિમે અહી આવીને રહેવાનો નિર્ણય લીધો હતો.

લેખન સંકલન : દીપેન પટેલ

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment