આતંકવાદીઓને ચીની બનાવટના ગ્રેનેડ અને દારુગોળો આપીને પાકિસ્તાનનો વધુ એકવાર નાપાક ચહેરો આવ્યો સામે…

6

કાશ્મીર ઘાટીમાં સક્રિય આતંકવાદીઓને પાકીસ્તાને એટલા માટે ચીની બનાવટના ગ્રેનેડ દારુગોળો અને હથિયાર પૂરા પાડે છે પાકિસ્તાન આતંકવાદીઓને ચીની બનાવટના ગ્રેનેડ દારુગોળો અને હથિયાર એટલા માટે પૂરા પાડે છે કે જેથી કાશ્મીરમાં આતંક ફેલાવતી વખતે હથિયાર વગેરે  પકડાય ત્યારે આતંકવાદમાં તેના દેશનું નામ ન આવે. આ માહિતી આતંકવાદ વિરોધી અભિયાનનું સંચાલન કરતી એજન્સીએ આપી છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના રીપોર્ટ અનુસાર આંતરિક દસ્તાવેજમાં લખ્યું છે કે ગયા વર્ષે પહેલી જાન્યુઆરીથી સુરક્ષાદળોએ ચીનની બનાવટના 70 ગ્રેનેડને જપ્ત કર્યા હતા. તેમાંથી 64 ગ્રેનેડ વર્ષ 2018 માં અને 6 ગ્રેનેડ વર્ષ 2019 માં જપ્ત કર્યા હતા. રીપોર્ટ અનુસાર સુરક્ષાદળોએ આતંકવાદીઓ પાસેથી પિસ્તોલ, યુદ્ધ દરમ્યાન વપરાતો દારૂગોળો (API) અને ટ્રેસર રાઉન્ડ જપ્ત કર્યા હતા. જે બધાજ ચીની બનાવટના હતા.

દસ્તાવેજમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે “એપીઆઇ માઈલ્ડ સ્ટીલ અને હાર્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવેલ છે. જે ભારતીય સુરક્ષાદળોની બુલેટપ્રૂફ જેકેટને પણ વીંધી શકે છે. તેના ઉપયોગથી ભારતીય સુરક્ષાદળો માટે એક નવા પ્રકારનો ખતરો ઉભો કરી દીધો છે.”

છેલ્લા થોડા દિવસોમાં લગભગ બારેક જેટલી એવી ઘટનાઓ બની છે કે જેમાં પ્રશિક્ષિત એટલે કે ટ્રેનીગ લીધેલા આતંકવાદીઓ કે આતંકવાદી સંગઠનોએ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સોએ ચોકી પહેરો કરી રહેલા દળ, બંકર્સ, વાહનો, સીઆરપીએફના જવાનો, અર્ધ સૈનિક દળ, જમ્મુ કાશ્મીરની પોલીસ અને ભારતીય સેનાના કેમ્પ પર ચીની બનાવટના ગ્રેનેડ ફેક્યા હતા.

કાશ્મીર ઘાટીમાં હાલમાં ગ્રેનેડ હુમલો થયો હતો ત્યારે એક આતંકવાદીએ ત્રાલ ક્ષેત્રમાં નેશનલ કોંગ્રેસની ચુંટણી બેઠકમાં ગ્રેનેડ ફેંક્યો હતો. જ્યારે ગયા મહીને જમ્મુ આંતર રાજ્ય બસ સ્ટેન્ડ પર ફેકવામાં આવેલ બોમ્બમાં બે લોકોના મૃત્યુ થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા.

આતંકવાદ વિરોધી અભિયાનના એક અધિકારીના જણાવ્યા મુજબ, “ચીની બનાવટના ગ્રેનેડ દારુગોળો અને હથિયારના ઉપયોગ પહેલા પાકિસ્તાની ઓર્ડીનન્સ ફેકટરીમાં તૈયાર થતા ગ્રેનેડ દરેક આતંકી સંગઠનને આસાનીથી મળી જતા હતા. પણ જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પાકિસ્તાન આતંકવાદ ફેલાવવાના મામલામાં બેનકાબ થઇ ચુક્યું છે તેથી હવે તેની એજન્સીઓ અને આતંકી સંગઠન ચીની બનાવટના ગ્રેનેડ અને હથિયારોની દાણચોરી કરે છે કે જેના પર ચીની ઓર્ડીનન્સનું કોઇપણ નિશાન હોતું નથી. પણ તેની બનાવટથી ટે ચીનનું હોવાનું માલુમ પડી જાય છે.”

ચીનની બનાવટના ગ્રેનેડ ઓછી તીવ્રતાના હોય છે. પણ તે પિસ્તોલની બુલેટની સરખામણીએ વધુ ખતરનાક સાબિત થાય છે. પાકિસ્તાન માટે ભારતીય સુરક્ષાદળો પર આતંકવાદીઓ મારફત ગ્રેનેડ હુમલો કરાવવો ખુબજ સહેલો પડે છે કારણ કે તેના માટે તેને કોઈ પ્રશિક્ષણની જરૂર પડતી નથી.

લેખન અને સંકલન : કાઠીયાવાડી કલશોર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ “કાઠીયાવાડી કલશોર”

તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment