“પાલક પૂરી” પંજાબી ફૂડ પસંદ હોય તે આજે જ બનાવે ઘરે…

38

પાલકપૂરી પંજાબની પ્રખ્યાત વાનગી માંથી એક છે. તે ઉતર ભારતના નાના મોટા તેહવાર માં બનાવાઈ છે .પાલકપૂરી માં વધારે પ્રમાણમાં આર્યન હોય છે. તે છોકરા માટે પણ ફાયદાકારક છે. પાલકપૂરીને તમે નાસ્તા સાથે અને જમવામાં પણ લેવાય છે. તમે બાળકોને નાસ્તા બોક્ષમાં પણ આપી શકો છો. તો ચાલો જાણીએ પાલકપૂરી કેવી રીતે બને છે અને એને બનાવા માટે કઈ સામગ્રી ની જરૂર પડે છે.

પૂરી બનાવવા માટે ની સામગ્રી :

પાલક ૫૦૦ ગ્રામ, લીલી હળદર ૨ ટુકડા, લોટ ૫૦૦ ગ્રામ, ચણા નો લોટ ૨ ચમચી, જીરું ૧/૨ ચમચી, જીરું પાવડર ૧/૨ ચમચી, લાલ મરચા પાવડર ૧/૨ ચમચી, મીઠું સ્વાદ મુજબ, ગરમ મસાલા ૧/૨ ચમચી, રીફાઇન તેલ પૂરી તળવા માટે.

પૂરી બનાવા માટે ની રીત :

૧) સૌથી પેલા પાલક અને લીલી હળદર ને પીસી લો.

૨) પછી લોટને એક વાટકામાં લઇને ચણાનો લોટ, જીરું, તેલ, અને મસાલો (દળેલું જીરું ,લાલ મરચું અને ગરમ મસાલા) અને મીઠું નાખીને મિક્ષ કરો.

૩) પછી તેમાં થોડા પાલકનું પેસ્ટ બનાવી બાંધો.

૪) પછી ૧૦ મીનીટ સુધી સુતરાવ કાપડમાં ઢાકી ને મૂકી દો.

૫) પછી લોટના નાના ગોળ ગોલીંડા બનાવી લો.

૬) પછી હથેળીમાં થોડુક તેલ લઈને તે ગોલીંડાને પૂરી જેવું બનાવી લો.

૭) હવે ગેસ પર તેલ ગરમ થવા માટે રાખી દો.

૮) પછી તે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં પૂરી નાખો અને ધીરે ધીરે દબાવો અને તમે જોઈ શકો છો આપણી પૂરી સરસથી ફૂલી ગયી છે.

૯) પછી તેને ફેરવો બીજી બાજુ અને પછી ત્યાર થઇ જાઈ પછી તે પુરીઓને તેલ માંથી કાઢી લો

સુસના :

પાલકને પીસ્તા હોય ત્યાંરે પાણીનો ઉપયોગ ન કરો. પાલકમાં વધારે પાણી હોય તો ધીરે ધીરે લોટ નાખી ને ગુથો  નહીતર પૂરી સરસ નહિ થાય. તેલ વધારે ગરમ થઈ જાય પછી પુરીને તળવી. જો તમારી પાસે જીરું પાવડર ના હોય તો નહિ નાખવાનો.

તો આ હતી અમારી આજ ની પાલક પૂરી વાનગી. મને વિશ્વાસ છે કે તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો તમને કઈ પ્રશ્ન છે તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને જો બીજી કોઈ રેસીપી માટે જાણવું હોય તો જોકે અમે હજુ લખ્યું નથી તો તમે કોમેન્ટ બોક્ષ માં પૂછી શકો છો અને અમે આગળની રેસિપીઓ તમને જણાવીશું

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment